________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 142 ખબરદારને ધીરૂભાઈ ઠાકર પારસી કવિઓમાં શ્રેષ્ઠ ગણે છે. (6/11/1881/ 1953) કવિ ખબરદારે “કાળ' નામના કાવ્યમાં મૃત્યુની અનિવાર્યતા તથા માનવમાત્ર પર કાળના વર્ચસ્વની વાત કરી છે. જે જાયું તે જાય” ને “નામ રૂપનો નાશ” કહેતા કવિ મને “અજીત’ ગણાવે છે. ૧૯૨૬માં પ્રકટ થયેલા “કલિકા' કાવ્યસંગ્રહમાં દેહ, આત્મા, મૃત્યુ તથા પ્રેમવિષયક ચિંતન રજૂ થયું છે. “દેહ નહીં રહે માત્ર રહે દેહાભાસ'માં કવિ જીવનને માથે મૂકાયેલા મૃત્યુના મુગટની વાત કરવા છતાં દેહ વિલીન થતાંય કોઈ અપૂર્વ તેજગર્ભની શાશ્વતતામાં શ્રદ્ધા દાખવે છે. નાયકનું ચાલે તો કાળનેય તેઓ થોભાવી દે. આખું જીવન આ નાયકને મૃત્યુના નખરા જેવું લાગે છે. જાણે બધા જ મૃત્યુના આવિર્ભાવો, મૃત્યરૂપી યુવતી જન્મ જન્મ જુદાં જુદાં વસ્ત્ર પહેરીને આવતી જણાય છે. ને પોતાનું મોહનૃત્ય કરી પોતાના અંતઃપુરે ચાલી જતી હોવાનું લાગે છે. મૃત્યુનાં બીજ માનવના લોહીમાં જ જન્મથી ભળેલાં હોવાનું કવિ કહે છે. જીવનના જન્મ સાથે એના રક્તમાં જ મૃત્યુબીજ ગૂંથાયેલું પડ્યું છે. ધીરે ધીરે એ બીજ અંકુરિત થઈ માનવના શ્વાસ પર “મૃત્યુછોડ’ બનીને ઝૂલી રહે છે. જો કે કવિ જન્મ અને મૃત્યુ બંનેને સુંદર ગણાવે છે. જન્મ અને મૃત્યુ કવિને અનંતકાળનાં બે ભેદી જોડિયા બાળકો જેવાં લાગે છે. જીવનને બંને છેડે જન્મ અને મૃત્યુ અંગુલિ ધરીને ઊભાં હોવાનું કહે છે. માત્ર જન્મ જ નહીં. મૃત્યુના હાસ્યને પણ કવિ “રમ્ય' કહે છે. પોતાની પુત્રીના અકાળ મરણના આઘાતથી ૧૯૩૧માં ખબરદાર ‘દર્શનિકા' નામનો સંગ્રહ બહાર પાડે છે. આ પુસ્તક માટે આનંદશંકર બાપુભાઈ ધ્રુવનું કહેવું છે કે શુષ્ક હૃદય, તર્કજાળ કે બુદ્ધિમાંથી એ ઉદય નથી પામી કે નથી એ કેવળ કરુણ નાદ. એમાંથી જ્ઞાનીના હૃદયમાં ઉત્પન્ન થતું જીવન અને મૃત્યુના ગંભીર પ્રશ્નોનું ચિંતન છે.” 17 (કાર્તિક. સં. ૧૯૮૮ના “વસંત'માંથી) પુત્રી મીનાના અકાળ અવસાન નિમિત્તે 6000 પંક્તિનું લાંબુ કરૂણ પ્રશસ્તિ કાવ્ય આખું જ મોટો મૃત્યુ સંદર્ભ બનીને આવે છે. (હમીનાનો જન્મ 9/11/1901, અવસાન 17/07/1928). , કવિ ખબરદાર જન્મ તથા મૃત્યુ બંનેને શુભ ગણે છે, સુંદર પણ. મૃત્યુને વધુ સુંદર ગણે છે. તે * * “પણ ખરે મૃત્યુ એ અધિક સુંદર દિસે - જ્યાં ખીલે માત્ર શુભ સ્મરણ ક્યારા” 138 (‘દર્શનિકા' 13) તીવ્ર મહાવેદનામાંથી ટપકેલું “દર્શનિકા' આખું કાવ્ય મૃત્યચિંતનનું છે. સૃષ્ટિની અસ્થિરતા નામના પ્રથમ ખંડમાં કવિ જીવનમરણ, સુખ દુઃખ તથા પાપપુણ્યના વિચારો વ્યક્ત કરે છે. કવિને સમગ્ર સૃષ્ટિમાં અસ્થિરતા દેખાય છે. માનવી જન્મીને મૃત્યુ ખોળે સૂએ નવ દિસે સ્થિર કશું જગત થાળે” 139 (‘દર્શનિકા'-૭). તો તરત જ પાછા કવિ કહે છે “માણસનું શરીર મરે છે, જીવન નહીં. કોઈ વ્હાલા સ્નેહીઓ ક્યાંય ગયા નથી. એ તો દૂર પ્રવાસે ગયાનું કવિ કહે છે. વાસનાસભર જીવનમાંથી છુટકારો મેળવી તેઓ ચાલ્યા ગયા હોવાનું સમાધાન અંતે કવિ મેળવે છે. ને છતાં પ્રશ્નો તો પ્રશ્નો જ રહે છે. જીવનની પાર શું હશે એ કોઈ જાણતું નથી. પણ એ જાણવા માનવ સતત વલખાં મારે છે. , Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.