________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0434 પરણીને સખી આવ્યાં હશે ત્યારે, પ્રજની આંગળીઓ ભીંત પર શબ્દાવવા મથી હતી એને હવે તો ખાસ્સી લીલ ફૂટી નીકળી છે. - કવિ ભગવતીકુમાર શર્મા “હોવાનો ભાસ છુંમાં (‘સંભવ') પ્રિયજન વિના પોતાના જીવનને નિરર્થક ગણતા નાયકની સંવેદનાને વ્યક્ત કરે છે. નાયક પોતાની હસ્તરેખા છેલ્લીવાર જોઈ લેવા પ્રિયાને કહે છે, કારણ પોતે તો હવે સંધ્યા સમયનો “ક્ષીણ થતો ઉજાસ” છે. પોતે ધુમ્મસની જેમ પળમાં વિખરાઈ જવાના, એ વાતથી તેઓ સભાન છે. કરશનદાસ લુહાર (“લીલો અભાવ) અધૂરી વાસનાએ મૃત્યુ પામનારની વેદનાને વાચા આપે છે. (‘એક અવગતિયું ગીત) પ્રિયજનને સદેહે ન પામ્યાની અધૂરપની વ્યથા અહીં વ્યક્ત થઈ છે. બંનેએ સાથે વખ ઘોળ્યાં હશે. કાવ્યનાયક જીવતો રહી ગયો હશે? સદ્ગત પ્રિયાનાં પગલાં સુંધી, એને યાદ કરતો, રહ રહ રોતો, એ સ્મશાનની રાખમાં આળોટતો હોવાનું કહે છે. “પગલાં' કાવ્ય પણ સદ્ગતનાં સ્મરણનું છે. પ્રિયજનને કાવ્યનાયક પોતાને પાળિયે સ્મરણોનું સિંદૂર ચઢાવવા વિનવે છે. પોતે તો પોતાનાથી પણ ક્યાંય દૂર નીકળી ગયા છે.. “છેલ્લેરો તાંતણીય - - સરી ગયો અંગથી - શ્વાસોનો સંગ છોડીને - હું નીકળી ગયો 12 લાલભાઈ પટેલ (“અંકિત) “તુલસી ક્યારો'માં સ્વજન મૃત્યુને કારણે ઘરની ઓકળીઓ પણ સ્તબ્ધ થયાનું કહે છે. ભીતરના ઝરુખે યાદોની મહેકભર્યા ગીતોનો એકતારો ગૂંજે છે. પ્રિયતમા પથારીમાંથી બેઠી થઈ કંઈ વિચારશે, ત્યાં તો બધું સ્તબ્ધ થયેલું લાગશે. પેલી યાદોની મહેકભર્યો તુલસીક્યારો આંગણે લહેરાતો હશે. પ્રિયજનની જુદાઈથી વીંધાયેલા હૃદયની કશીક મૃદુ મધુર કસકમાંથી જન્મતી રચનાઓ લઈને આવતા કવિ પીયૂષ પંડ્યા સ્મરણમૂલક ઝંખનાને વાચા આપે છે. પ્રિયજનની ગેરહાજરીમાં દિવસોને સ્વસ્થતાથી જીવી જવાની તત્પરતા છે સદ્ગત પ્રિયજનનાં સ્મરણો જ કેન્દ્રમાં છે. પ્રિયજનની યાદને પાને પાને મબલખ સુગંધી સેર (સ્મરણોની) હોવાનું કાવ્યનાયક અનુભવે છે. મેઘનાદ ભટ્ટ (‘મલાજો”, “પગલીરાણીનું પ્રણયકાવ્ય'માં પગલીરાણીના મૃત્યુની દહેશતને વાચા આપે છે. “પગલીરાણી' કોઈપણ પ્રેમિકાનું પ્રતીક બની રહે છે. જેની પ્રણયભાવના મૃત્યુની પરવા કરતી નથી. ગુણવંત શાહ Nothingness' કાવ્યમાં ('વિસ્મયનું પરોઢ) પ્રિય સ્વજનની પ્રતીક્ષાની વાત કરે છે. જીવન અસ્ત થવા આવવા છતાં પ્રિયાના ઝાંઝરે સાદ ન પુરાવાની વેદના અહીં વ્યક્ત થઈ છે. ને હવે પ્રિયા આવશે, ત્યારે પોતે નહીં હોય, છતાં પોતાનું એ ન હોવું પણ ભર્યું ભર્યું બની રહેશે. પોતે સ્થૂળરૂપે નહિ હોય, પણ સૂક્ષ્મરૂપે તો ઘરમાં સર્વત્ર વ્યાપેલા હોવાના. તેથી એ સૂક્ષ્મરૂપ, ન હોવાપણું પણ પ્રિયાના આગમને પ્રેમના પગરવે ભર્યું ભર્યું બની આનંદી ઊઠશે, એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. કવિ જમન કુંડારિયા “યાદમાં (‘કલરવનાં પગલાં) મધરાતે પ્રિયજનનું સ્મરણ કરતી નાયિકાની સંવેદના વ્યક્ત કરે છે. ચપટીભર કંકુ સેંથીએથી ખર્યાનું એને યાદ આવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust