________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 435 છે. પ્રિયજન વિરહે એનું અસ્તિત્વ મીણની જેમ ઓગળે છે. અહીં મૃત્યુ કરુણરૂપે, તથા પ્રેમસ્વરૂપે વ્યક્ત થયું છે. “એકલતા'માં સ્વજનમૃત્યુ પછી અનુભવાતી એકલતાનો નિર્દેશ છે. સ્મરણની કેડી પર એકલતા મૌન થઈ ઠરે છે. જો કે સદ્દગતની ફોરમ ક્યારેક એકલતાને ભરી પણ દે છે. અંતિમ વિદાય લેતી વખતે પોતાને તરછોડનાર પ્રિયજનને નહોતું કહેવું છતાં નાયક “આવજો' કહી દે છે. આંખો હસતી હતી, પણ જતાં જતાં રોવાઈ ગયું. ને છતાં યાદના દર્દને તેઓ સહી લેશે. પ્રેમ મરતી વ્યક્તિને જીવાડી દે. મરી તો જવું હતું જરૂર છે તે તમે તરછોડ્યા ત્યારે જ પણ તમારી આંખો જોઈને જીવાઈ ગયું જતાં જતાં” 93 કવિ યોગેશ્વરજી (‘તર્પણ) માતૃપ્રેમનો મહિમા કરે છે. જીવનની નશ્વરતાનો સ્વીકાર કરવાની સાથે સાથે પ્રેમની અમરતાનોય તેઓ મહિમા કરે છે. શરીર મૃત્યુબાદ સ્વાહા થાય છે, પણ પ્રેમ તો અજર અમર છે. એને કોઈ સ્વાહા કરી શકતું નથી. કવિ યોગેશ્વરજી પોતાનાં સદ્દગત મા સૂક્ષ્મરૂપે અમર હોવાની શ્રદ્ધા ધરાવે છે. જિતેન્દ્ર વ્યાસના “મધરાતે બોલે છે પાળિયો' કાવ્ય (“ભમ્મરિયું મધ')માં વિપ્રલંભ, શૃંગારમાંથી નીપજતો વેધક કરુણ હૃદયસ્પર્શી બન્યો છે. મીઢળબંધા પાળિયાની તો અવગતિ જ હોય ને ? લાલ ચૂંદડીના લીલાછમ ઓરતાના વણ ચાખેલા અમરતકૂપના અભરખાને કવિએ અનેરો સ્પર્શ આપ્યો કવિ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ પ્રેમ અને મૃત્યુનો એક સાથે મહિમા ગાય છે. ('કિમપિ') જનાર વ્યક્તિ પ્રિયજનનો હાથ પોતાના હાથમાં માગે છે. મૃત્યુની પેલે પારના દશ્યની કલ્પનામાં શ્રદ્ધાનો રણકો છે. કાવ્યનાયકને આકાશના પંથે અંકિત થયેલી પ્રેમની કોઈ અગમ્ય લિપિ જોતાં જોતાં આંખ મીંચવી છે. “મૃત્યુ આવી પહોંચે એ પહેલાં પ્રિયતમા સાથેની સગાથાનું પાનું (પ્રેમકથા) તેઓ રચી લે, એ આશે જ તેઓ કદી પોતાની ખિન્નતાની વાત નથી કરતા. વિનોદ જોશીનું પરિભન' કાવ્ય (‘પરંતુ) પ્રિયજનની ગેરહાજરી સમયની નાયકની અનુભૂતિનું કાવ્ય છે. પડખું પસવારે છે તો ખાલીખમ ઢોલિયો દેખાય છે. “બથ ભરું, ભુજા બેઉ ભોંઠી પડે પરિરંભને કહેતો કાવ્યનાયક પછી સભાન બને છે કે પ્રિયજન તો નથી. પ્રિયતમાની યાદ લક્કડખોદ બની ઊંઘને ઠોલતી હોય, એવી વ્યથા “પ્રેયસીનું Vision અનુભવ્યાનો સાર'માં વ્યક્ત થઈ છે. સદ્ગત પ્રિયાની યાદ ઊંઘ હરામ કરી દે છે. ગુલામ મોહમ્મદ શેખ પ્રેમથી પરાજિત થતા મૃત્યુની વાત આ રીતે કરે છે. “મોતના પવનો રસ્તાની ચિરાડોમાં પ્રેમની બાષ્પથી લચી પડી ઓગળે છે. તે દક્ષા દેસાઈ સ્વમૃત્યુ કલ્પના કરે છે. (“શબ્દાંચલ') પ્રિયજન વેકેશનમાં ગામડેથી પાછો ફરશે, ત્યારે ફરીને ઘર ઉઘાડશે, ત્યાં ફ....૨....૨....૨ દઈ એ તો ક્યાંક ઊડી જશે. પોતાની અંતિમ ક્ષણ'ની વાત કરતાં તેઓ કલ્પના કરે છે. કે સૂર્ય આંખની કીકીઓમાં અસ્ત થતો હશે, ને ત્યારે પ્રિયજન ઘેઘૂર વડલાની માફક એમની ચોતરફ છાઈ ગયા હશે. પોતાના મૃત્યુ સમયે નાયિકા પ્રિયજનની સજળ આંખો જોઈ નહિ શકે. તો : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust