________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 414 અધતનયુગ-મૃત્યુચિંતનઃ અદ્યતન ગુજરાતી કવિઓએ મહદ્અંશે મૃત્યુને એક સ્કૂળ ઘટના તરીકે સ્વીકાર્યું છે. તેમ છતાં કેટલાક કવિઓએ “ચિંતન' નું નામ આપ્યા વિના મૃત્યુ વિશે ભલે જુદી રીત પણ વિચાર તો કર્યો જ છે. જે એક અર્થમાં “મૃત્યચિંતન' જ છે. કવિ સુરેશ જોશીનું મૃત્યચિંતન નવોજ સદર્ભ લઈને આવે છે. એમાં મૃત્યુને “મોક્ષ' માનવામાં નથી આવ્યું. મૃત્યુ કદાચ એક “ઘટના' તરીકે જ જોવાયું છે. તેમ છતાં જયાં નવજન્મનો, અન્ય જન્મનો સંદર્ભ છે ત્યાં હોવું આકાશ વ્યાપે, નવું પંખી ટહુકે, એ માટે સાવ રિત થવાનું છે. નવું ખોળિયું, નવું કલેવર, નવી વસંત, નવા શબ્દો, નવો જન્મ. કાવ્યનાયકને હવે અપેક્ષા છે. નાટકના અંતની, મૃત્યુની, છુટકારાની, કયારેક તો કદી ન અવતરવાનું એ યાચે છે. ને છતાં એ સ્થિતિને એ મુક્તિ નું નામ નથી આપતો. એને તો જીવન અને મૃત્યુ બંને નિઃસારતાનો અનુભવ આપે છે. એને મન જીવન કે મૃત્યુ કશું જ મંગલ નથી. જન્મવાનો આનંદ નથી, ને મરણનું સુખ પણ નથી. મરણ એ સ્થૂળ ઘટના જ માત્ર છે. આજે મૃત્યુની વિભાવના, વ્યાખ્યા, ખ્યાલ, બધું બદલાયું છે. આ બધું છતાં સુરેશ જોશી કોઈકના જન્મની લહરીના સ્પર્શે ઝૂમી ઊઠે છે. (‘લહરી') જીવનબાળ કદાચ એટલે પ્રબળ પ્રભાવક છે કે મૃત્યુના ઇંડાને ફોડીને એ બહાર નીકળે છે. મૃત્યુને મહાત કરી જીવન પોતાના સ્વત્વને પ્રભાવક રીતે પ્રગટ કરે છે. ઘડિયાળના ડાયલે ઘુમરાતાં કવયિત્રી સુશીલા ઝવેરીને મૃત્યુની વ્યાખ્યા કદી નથી સમજાઈ. ને છતાં બધું છોડી મૂળ મુકામ ભણી જવાની વાસ્તવિકતાનો તો કવયિત્રી સ્વીકાર કરે છે. (“ઊઠાવી જવું મુકામ'- “કૈરવવન') શેકસપિયરની જેમ માનવમાત્રને ‘બજાણિય’ કહેતા કવયિત્રી સુશીલા ઝવેરી કહે છે છેલ્લું પાત્ર ગમે તેવું ભજવાય હુરિયો નહિ બોલે. સુશીલા ઝવેરીને “યમનો ખેલ' સમજાતો નથી. યમ કોઈની જિંદગીને કયારેય વધુ સમય સમ પર રહેવા દેતો નથી. જન્મ અને મૃત્યુની વ્યાખ્યા સમજવા કવયિત્રી ઉત્સુક છે. મૃત્યુ ભલે ભુજાઓ ભીડી ભેટી રહ્યું હોય. પણ જીવનની મશાલ તો પ્રજવલિત જ રહેવાની, એવી શ્રધ્ધા મકરંદ દવેની છે. તેઓ અમાંગલ્યની વચ્ચોવચ્ચ પણ માંગલ્યનું ગાણું ગાય છે. જે એમની માંગલ્યશ્રધ્ધાનું પ્રતીક છે. તેઓ માને છે કે જ્યાં જ્ઞાન હોય ત્યાં. મૃત્યુનું અસ્તિત્વ જ નથી રહેતું. મરણ તો માત્ર શરીર જ પામે છે. જીવન અવિરત વહે છે. “મહામિલન' માં કવિ શરુમાં મરણને “કાળી પળો' તરીકે વર્ણવે છે. પણ પછી તરત ચિત્તનું સમાધાન મેળવી મૃત્યુને મહામિલનની, ને અમરમુકિતની હવા તરીકે ઓળખાવે છે. ને છેલ્લે તો “મરણ' ને “મસ્ત' પણ કહે છે. સમુદ્રની ઊર્મિઓ જેવું “મસ્ત’ પણ કહે છે. જે પોતાનું મૃત્યુ જાતે અનુભવી શકે એને મૃત્યુનો ભય પણ ન જ હોય. માનવની પીડાથી હલી ઊઠેલા કવિ જગદીશ જોશી સ્ત્રીઓનાં જનનદ્વારોને જ બંધ કરી દેવા કહે છે. જીવના જન્મવાનું બંધ થઈ જાય તો, પછી મૃત્યુ પણ ન હોય, ને તો જ નેનઝારીઓ ઝરતી અટકે. (હિન્દુ પરંપરામાં કરાયેલી “મોક્ષની જ વાત અહીં કરુણ આક્રોશ રૂપે વ્યકત થઈ છે) જગદીશ જોશી આયુષ્યને ક્ષણોના બાંધી આપેલા સાલિયાણા તરીકે ઓળખાવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust