________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 415 કવિ લાભશંકર ઠાકરને દુઃખ દર્દસભર હોવા છતાં જિંદગી જીવવા જેવી લાગે છે. મને છેદો તપાવો ઘસો કે ટીપો, પણ હું અહીં જ ઊભો રહીશ' માં ગીતાનું સ્મરણ થાય છે. “મને ખબર છે કે, જીવનનાટકનો એક દિવસ પડદો પડવાનો છે અને છતાં, નીલ નિરભ્ર આકાશમાં . રજનીને નિહાળવા તારા જેમ આવતા હતા તેમ આવ્યા કરશે”૧૪૪ “જૂઠું છે. મારું મોત' કહેતા લાભશંકર આત્માની અમરતામાં માનતા નથી. બધી વાતનો આખરે અંત આવે છે. માણસના ટોટલ ઓડિયો વિઝયૂલનો અંત આવે છે છેવટે તો. તરતજ કવિ એમ પણ કહે છે કે, માનવના જીવનતંતનો એમ કાંઈ અંત આવતો નથી. પૂરતું મરતાં નથી આવડતું માનવીને '145 જો કે ચૈતન્ય-સમુદ્રની અનંતતામાં કવિને શ્રધ્ધા છે. સમયને કવિ આદિ, મધ્ય અને અંતરહિત ગણવે છે. યંત્રવત્ જિંદગી હોવા છતાં માનવને મરવું તો નથી જ. સ્ફોટ સાથે બધું શાંત થઈ જાય છે. જીવ પ્રયાણ કરી જાય છે. ઘટ (શરીર) નહીં હોય ત્યારે ઘટસ્ફોટ થશે. રહસ્ય સમજાશે જીવન અને મૃત્યુનું. કવિ લાભશંકર જીવનને એક આશ્ચર્ય તરીકે ઓળખાવે છે. જગત છોડી જવું પડશે ક્યાં? ખબર નથી. રઘુવીર ચૌધરી, માનવ મર્યલોકે એક વિવશ અતિથિ હોવાનું કહે છે. એને સતત પેલા મરણને જોયા કરવાનું છે વિવશ બનીને. (‘તમસા') મૃત્યુની સાર્વત્રિક્તાની વાત કરતાં રધુવીર (“તમસા'“મૃત્યુ) કહે છે. નગરમાં કયાંય પાનખરની નિશાની ન હોવા છતાં પળેપળ ધૂણીમાં પેલું મૃત્યુ છે. ત્યાં જ એનું જોર ચાલે છે. કવિ હરિકૃષ્ણ પાઠક એમ માને છે કે કેટલીય બળતી ચેહ માનવને પોતાના મૃત્યુ વિષે વિચારતા કરી મૂકે છે. જિંદગી સતત સાથરા પર સૂતેલી હોવાનું તેઓ કહે છે. જીવન અને મૃત્યુ, બંનેમાં મનુષ્ય એકલો હોવાની કવિની માન્યતા છે. - રાવજી પટેલે મરનાર માટે બધાય દિવસોના સૂરજ એકસામટા આથમતા હોવાની વાત “મારી આંખ માં કરી છે. મૃત્યુ પછી મરનાર માટે તો આ દુનિયા ડૂબી જવાની, એ સત્યને અહીં પ્રગટ કરવામાં આવ્યું છે. ઈન્દ્રિયો જવા જ બેઠી હોય ત્યારે ઈન્દ્રિયવ્યત્યય કેવળ આકસ્મિક નથી રહેતા. સુવાસ સંભળાય છે. ઝાંઝર ઝમકીને અવાજ દ્વારા ઝાલે છે. ભર્યા સમંદર' માં રાવજીએ આધુનિક માનવની જીવન પ્રત્યેની નીરસતાને વાચા આપી છે. “હજી કેટલું જીવવાનું છે ? “સંબંધ” નામના કાવ્યમાં રાવજી કહે છે “દરેકની મુઠીમાં પડ્યો ગંધાય અનાગત દરેકની મુઠીમાં ઉકલે અમરત જૂની વાવ દરેકની મુઠીમાં સળગે મસાણ જૂનાં "18 કવિ રમેશ પારેખ માનવના ટૂંકા આયુષ્યનું પ્રતીકાત્મક વર્ણન “તૂટેલા પાંદડાનું ગીત” માં કરે છે. જૂનાં પાન તૂટે ખરે, નવી કૂંપળ લહેરાય.એક વ્યક્તિ વિદાય લે, બીજાનું આગમન થાય. એમ જીવનધારા તો સતત વહ્યા કરે. (“કયાં?) શરીરને જગતના તખ્તા પરના આગંતુક તરીકે ઓળખાવે છે. મૃત્યુને કવિ જાહેર ઘટના કહે છે. મૃત્યુ પામ્યાની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust