________________ અવાજ" અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0413 કહે છે બધા જ ચોરપગલે જીવે છે, વ્હેલી સવારનું કમળપત્ર જોતજોતામાં કાગળનો ડૂચો થઈ જાય છે. મૃત્યુ જેની પાસે આવે એને એકલે હાથે જ એનો આગમનનો સન્નાટો સમજી લેવાનો હોય છે. હિન્દીભાષી ગુજરાતી કવિ દ્વારકેશ વ્યાસ 1988 માં લીટી લગ લંબાયા' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. “પાંચ પાણીના દેશના' કાવ્યમાં કવિ કહે છે માયાવી કૃષ્ણનેય મરવું ન હતું, પણ મરવું પડયું. માનવ અવતાર લીધેલાએ તો મરવું જ રહ્યું, પછી ભલે ને એ ભગવાન હોય એ વાત શરીરધારીની મૃત્યુશીલતાની અનિવાર્યતા પ્રત્યે આપણું ધ્યાન દોરે છે. “ત્રેપન મે પાને” માં બાવન વર્ષોમાં સંસારમાં જીવનમાં રમવા જમવાની ને પરદેશમાં જઈ ઊંધી જવાની વાત કહી જીવનરસનો મહિમા ગાય છે. ને તેથી જ તો મૃત્યુની પણ પરવા તેઓ કરતા નથી. તે છતાં મૃત્યુને કોઈક જાણે સજ્જડ સાથ દેતું હોય એમ લાગે છે. મૃત્યુની પરવા નહિ કરનારા આ કવિ જીવનની ક્ષણભંગુરતા વિશે પણ સભાન છે. શ્વાસની ભરતી અને ઓટ પર માનવ સતત રહેતો હોવાની વાત, જીવનની અને શ્વાસની ક્ષણભંગુરતાનો જ સંદેશ આપે છે. 1989 માં દેવકુમાર પિનાકિન ત્રિવેદી “ઓવારણાં' લઈને આવે છે. આંખ મીંચાયા પછી' કાવ્યમાં મૃત્યુ પછીની સ્થિતિનું કલ્પનાચિત્ર દેવકુમારે આલેખ્યું છે. લીલા વાંસડા પર સૂતળી બાંધી શ્વેત ચાદરના સઢને સાંધી તેજનો એક તરાપો ઝૂલતો ઝૂલતો ચાલ્યો જાય છે. (જીવ) સંબંધના સૌ બંધ ખૂલી જાય છે. પરમ જ્યોતિમાં સમાઇ જવા હલકી થાપે વિલયના જાપ જપતો એ તરાપો શાશ્વતી આનંદ સાથે ચાલ્યો જાય છે. વાંસડા કેરી ગાંઠ તૂટતાં મુક્તિવાહન તરાપાના બંધન તો છૂટતાં જાય. કવિ રાજુ પારેખ જિજીવિષા વિશે પાંચ વિચારો રજૂ કરે છે. માનવ ગમે તેટલી વેદના જીવનમાં અનુભવે પણ એને મરવું તો નથી જ. મૃત્યુ પ્રત્યેની અપ્રીતિનું કાવ્ય એટલે જ જિજીવિષાનું કાવ્ય. જીવનની જિજીવિષા અને મરણ એક સાથે પરસ્પર સંકળાયેલા છે. તો બીજી બાજુ કવિ મૃત્યુનો અસ્વીકાર કરતી જિજીવિષાની પણ વાત કરે છે. આગિયા' નામના હાઈકુ સંગ્રહમાં ડો. ધીરુ પરીખ મૃત્યુ નવજન્મ સાથે સંકળાયેલું હોવાની વાત કરે છે. જીર્ણ દુર્ગની ટોચ ઉપર તાજું લહેરે ઘાસ”૪૩ અહીં જીર્ણતાની પાસે નવી લહેરાતી કૂંપળ નવજન્મનો સંકેત આપે છે. તો કયાંક અવિરત ચાલતા કુદરતના ક્રમનો પણ નિર્દેશ થયો છે. રજમાં આળોટતાં પાકાં પાન, તથા ડાળ પર ઝૂલતાં કાચાં પાન પણ પરોક્ષ રીતે જન્મ જીવન મૃત્યુના કુદરતી ક્રમનો સંકેત આપે છે. સ્વજનમૃત્યુ વેદના અચૂક આપે છે. પણ વેદનાને પકડીને બેસી રહી શકાતું નથી. ઊડયું પંખી ત્યાં, હેજ ખખડી પાન શાંત થૈ ગયાં “માં સ્વજનના મૃત્યુને સ્વીકાર્યા વિના કોઈ આરો ન હોવાના વાસ્તવનો નિર્દેશ થયો છે. કારણ જનારને કોઈ રોકી શકતું નથી, કે ન તો એની પાછળ જવાય છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust