________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 405 છે. ગાડી ઊભી રહે છે ત્યાં એક નદી (વૈતરણી ?) વહે છે. ૧૯૭૬માં મફત ઓઝા “અશુભ' કાવ્યસંગ્રહ લઈને આવે છે. કુરુક્ષેત્રના અઢાર દિવસના યુદ્ધની કથા સાંભળી કંપી ગયેલા કાવ્યનાયકને મૃત્યુનો ભય લાગે છે, પણ કવિ કહે છે મહામૃત્યુને તો કૃષ્ણ પણ ક્યાં ખાળી શક્યા હતા' ? કોઈ ક્યારેય મૃત્યુના સકંજામાંથી છૂટી ન શકે, એ વાસ્તવ અંતે સમજાય છે. એટલું જ નહિ તેઓ પોતાના મૃત્યુની કાળોતરી પોતે જ લખી સગાંઓને સ્વમૃત્યુ સમાચાર પણ આપે છે. મૃત્યુથી દૂર રહેવા મથનારાનેય મૃત્યુ છોડતું નથી. ભગવતપ્રસાદ ચૌહાણ “સૂરજમાં લોહીની કૂંપળ' સંગ્રહ પ્રગટ કરે છે. જિંદગીને રાઝ કહેતા આ કવિ મૃત્યુને નવો ધબકાર કહે છે. સામાન્ય રીતે મૃત્યુ માનવનો પીછો કરે છે, એમ કહેવાય છે. અહીં કાવ્યનાયક મૃત્યુનો પીછો કરવા તત્પર છે. મૃત્યુ અતિશય નમણું હોવાની કલ્પના આ કવિએ કરી છે. મોતને “ઊંચું શિખર' કહેતા આ કવિ બીજી જ પળે મૃત્યુને ઊંડી ખીણ' પણ કહી નાખે છે. કવિની દૃષ્ટિએ જિંદગી એટલે જ વિદાયનો છોડ. મૃત્યુની બારીએથી (પૃ. 49) અખિલાઈને જોવાની કવિની ઇચ્છા છે. એમની શ્રદ્ધા છે કે મૃત્યુ જ જીવનનું અખિલાઈભર્યું દર્શન કરાવી શકે. - ૧૯૭૯માં “અંતિ' કાવ્યસંગ્રહ પ્રકાશિત કરતા કવિ લાલભાઈ પટેલ “ઘેઘૂર અવાજ'માં મૃત્યુની ચિરંજીવતા અને જીવનની નશ્વરતાનો ઉલ્લેખ કરે છે. મૃત્યુના શાસનની વાત કરતા કવિ કહે છે “બંધ આંખની પાંપણ પર મૃત્યુ કદી અવાજનું નામ લખવા દેતું નથી શરીરના બધા જ અવયવો પર મૃત્યુનું શાસન ચાલતું હોવાનું કવિ માને છે. “અલવિદા' કાવ્યમાં લાલભાઈએ મૃત્યુની વાત નજાકતથી કરી છે. વ્યક્તિનું મૃત્યુ થતાં સમયના વાસંતી છોડ પર મહેકતું, સંદર્ભોની કળીઓનું હાસ્ય સંબંધના વિસ્તરતા રણમાં રોળાઈ જાય છે. ૧૯૭૮માં અવસાન પામેલા શિવ પંડ્યાનો “કાવ્યો' નામનો મરણોત્તર સંગ્રહ ૧૯૭૯માં પ્રગટ થાય છે. મૃત્યુપળે ધીરેધીરે હિમશૃંગોની જેમ ઓગળવાની અનુભૂતિ થાય છે. આયુષ્યના મધ્યાહુને થતી સૂર્યાસ્તની ભ્રાંતિ જીવનવિલયની એંધાણી આપે છે. ઊડે ઊતરી અવાવરુ અંધારે જઈને અંદરના શ્વાસ પ્રથાસે કોઈકને શોધતું બારેમાસ પ્રવાસ કરતું, દૂરદૂર ઊડતું પંખી મૃત્યુનું જ પ્રતીક બની રહે છે. જે મનુષ્યના શ્વાસને લૂલો બનાવી દે છે. “મારા આછા મારા ઊંડા શ્વાસ અને પ્રશ્વાસ મારા જનમ મરણનો ઝૂલો પાંખો એની મંદ પડે ને શ્વાસ બનાવે લૂલો” 123 શ્યામ રંગનો એક જ લસરકો આખા મારગને (જીવનના) ભૂંસી નાખે છે. સાંજની આરતી ટાણે મંદિરના પ્રાંગણમાં શિર નમાવી પથરાયેલો અબોલ પડછાયો અંધકાર બનીને કાવ્યનાયકના ઊંડા એકાંતમાં ઊતરે છે. પડછાયાની જેમ સતત સાથે રહેતા મૃત્યુએ જ કદાચ “ક્યાં છો? પ્રશ્ન પૂછયો. તેમ છતાં મૃત્યુનો એને ડર નથી. એમના અસ્તિત્વનું સૂંઠું તો મૃત્યુના અજવાસની પ્રતીક્ષા કરે છે. કવિ કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust