SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 404 પોતાના દેહમાંથી બહાર નીકળી ગયેલો માનવ મૃત્યુની સાથે શરત મારી, એને હરાવી, મૃત્યુ પર જીવનના વિજયની છડી પોકારે છે. મૃત્યુનું નામ પાડ્યા વિના મૃત્યુની જોરદાર ઉપસ્થિતિનું વર્ણન “તુલસીપર્ણ'માં કરવામાં આવ્યું છે. તો સ્મરણવલયની કથા ‘પિતૃકેર્ટમાં કવિ ભગવતીકુમારે મૃત્યુને “કાંટાળું કહ્યું છે. અહીં મૃત્યુ નિકટના સ્વજનને લઈ ગયું છે ને ? કવિને તેથી એ “જરઠપશુ' જેવું લાગે છે. ૧૯૮૦માં સુધીર દેસાઈ “સૂર્યને તરતો મૂકું છું' સંગ્રહ લઈને આવે છે. કવિઓએ મૃત્યુના વિવિધ રંગોની કલ્પના કરી છે. સુધીર દેસાઈ પોતાના મૃત્યુનું લાલ પંખી લોહીમાં નહાઈ હજુ બહાર નહિ આવ્યાની વેદના વ્યક્ત કરે છે. કવિએ “બપ્પોર'નું આપેલું ચિત્ર મૃત્યુસમયની સ્તબ્ધતાનો અનુભવ કરાવે છે. સકંપ વૃક્ષ મૃત્યુનું મહોરું બની ઊભેલું દેખાય છે. ને ખરી પડતી રજકણો મૃત્યુના દાંત જેવી. મૃત્યુના પીત અંધકારની પણ વાત કરાઈ છે. મૃત્યુ “શ્વાનજીભ' પણ છે. ને એ પછી બધું રિક્ત જ રિક્ત. કાવ્યનાયકની બારી પાસેથી મરણ પામેલાઓ શરણાઈ વગાડતા જાણે પસાર થતા અનુભવાય છે. તો બીજી બાજુ તેઓ ફરી જન્મવાની અનુભૂતિ પણ કરે છે. બાલ્કનીના કૂંડામાં પોતે ફરી જન્મી રહ્યાની અનુભૂતિ પુનર્જન્મનો સંકેત આપે છે. સામેના ડુંગર પર ઊભેલો ઇશારો કરતો, મૃત્યુનો નિઃશબ્દ અવાજ સંભળાય છે. કરશનદાસ લુહારે “નિરકુશે' ૧૯૭૪માં “લીલો અભાવ' નામનો સંગ્રહ પ્રગટ કર્યો છે. “મૃત્યુ પામતા પંખીનું ગીત)માં પંખી પોતે પોતાની અંતિમ ક્ષણની વાત કરતું હોય એવી કલ્પના કરી છે. મૃત્યુપળે રાખમાંથી ફરી જન્મારો પામે એવા પોતાના ભાગ્ય નથી એમ કહેતું આ પંખી હજુ જીવવા તો માગે છે. ૧૯૮૮માં નિર્વાણ' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરનાર કવિ નીતિન મહેતાને મૃત્યુની લીલી મહેકનો અનુભવ થાય છે. તેઓ કહે છે “આજ મને શ્વાસમાં સંભળાય છે લીલી મહેક” 122 મૃત્યુસમયની સ્થિતિનો કલ્પનાસભર ચિતાર મૃત્યુનેય રમણીય બનાવી દે છે. કાવ્યનાયકને પોતાના ટેરવાં પર બાઝેલી ધૂળમાં પરી અને પંખાળો ઘોડો ફૂટી નીકળ્યાનો અનુભવ થાય છે. પોતે પતંગિયાની જેમ જાણે ક્યાંક ઊડ્યા ન કરતા હોય ? એવું લાગે છે. મફત ઓઝાના કાવ્યસંગ્રહ “પડઘાનું ચકરાતું આકાશ'નું પ્રકાશન ૧૯૮૫માં થાય છે. સાંજ પડતાં મરણ ઓઢતા માણસની વાત “માણસ સાતમો કોઠોમાં રજૂ થઈ છે. મફત ઓઝા કહે છે “માણસ મરણ નામના રાક્ષસથી બીએ છે.” ૧૯૮૩૮૪માં ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મેળવનાર “અપડાઉન' સંગ્રહમાં મફત ઓઝાએ “છેલ્લું સ્ટેશન આવવાની પ્રતીક્ષા' કાવ્યમાં મૃત્યુ ઝંખનાનો નિર્દેશ કર્યો છે. “અપ'માં પોતાના શ્વાસને “છૂટતાવંટોળ' સમા ગણાવતા કાવ્યનાયક તાતા હણહણતા તોખારનો (મૃત્યુ) અવાજ સાંભળે છે. સ્ટેશન (મૃત્યુ) આવે, એ પહેલાં વિસલો પર વિસલો વાગે છે. (મૃત્યુના આગમનના સંકેતો મળી જાય છે) અને ગાડીઓ દોડે છે. (મૃત્યુ સમયની મરનારની અનુભૂતિનું અહીં પ્રતીકાત્મક વર્ણન થયું છે) લોકો શેડમાં ઊભું ઊભું ધબકતું લાલ એન્જિન માનવના હૃદય ધબકારનો સંકેત આપે છે. ને પછી માણસ ઘસઘસાટ ઊંધે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy