________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 403 ઉપર છોડી દઈને મૃત્યુને માત્ર “ગમ્મત” માનવાનું એમણે શરૂ કર્યું છે. પોતાના મૃત્યુને કાવ્યનાયક “કંગાળ' કહે છે. અઠ્ઠાવીસમું કાવ્ય મૃત્યુને ઉદ્દેશીને લખાયું છે. કવિ “મૃત્યુને નિમંત્રણ આપે છે. મૃત્યુ ઘણી ચૂપકીથી આવતું હોય છે. ને પોતાના શિકારને પલકમાં ઝડપી લઈ જતું હોય છે. ચૂપકીદીભરી આવનજાવન છોડી ઉઘાડે છોક ખુલ્લે મને ખુમારીથી હરેક ક્ષણે મૃત્યુને આવવા કવિ નિમંત્રે છે. પ્રવીણ દરજી “ઉન્સેધ' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. અસ્તિત્વ આખું ઘંટીના પડ નીચે ભૂકો બની જાય કે મધુર ટહુકો ખાટકીના છરા દ્વારા ખચ્ચ કરતોક ને છેદાઈ જાય. એ સૂચવે છે કે “મૃત્યુ ખાટકી પણ છે' પેલા અશ્મિઓનાં પોલાણોની બંશીમાંથી મૃત્યુની સિસોટીઓ વાગવી શરૂ થાય છે. પેલું મૃત્યુ રાક્ષસી દરિયાઈ પાણીની જેમ ભરડો લઈને છેલ્લા બુંદ સુધી ચૂસ્યા કરે છે આપણને. આધુનિક માનવ પોતાને જીવતું જાગતું શબ માને છે. પોતાના શબને કાંધ ઉપર લઈ અહીં તહીં ફરતાં બેવડ વળી ગયાની વાત સતત મૃત્યુ પોતાની સાથે હોવાનો નિર્દેશ કરે છે. પ્રિયકાન્ત મણિયારને અંજલિ આપતાં પ્રવીણ દરજી “મૃત્યુને મૌનના મહાલય” તરીકે ઓળખાવે છે. ભગવતીકુમાર શર્મા ૧૯૭૪માં “સંભવ' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. “મળાતું નથી' કાવ્યમાં મૃત્યુની અનિવાર્યતાનું વર્ણન ભગવતીકુમારે નાજુકાઈથી કર્યું છે. શ્વાસનું કબૂતર પાળી શકાતું નથી. મૃત્યુ પામવાની પ્રક્રિયાને કવિ સૂર્યની સંગે ચાલી નીકળવાની ક્રિયા ગણાવે છે. “લ્યો હવે આવ્યો છે ઢળવાનો સમય સૂર્યસંગ ચાલી નીકળવાનો સમય” 121 જીવી ગયો' કાવ્યમાં જિંદગીને સાપની કાંચળી સાથે સરખાવાઈ છે. પોતાની કબર ક્યાંક બાજુમાં હોવા છતાં, ત્યાં સુધી પહોંચતા લાગી જતા થાકની વાત, પરોક્ષ રીતે મૃત્યુઝંખના સૂચવી જાય છે. તો ક્યાંક શ્વાસ તૂટી રહ્યાની પ્રતીતિ પણ કાવ્યનાયકને થાય છે. લોહીલુહાણ'માં કોઈકના છેલ્લા પ્રયાણની વાત કરાઈ છે. કોઈનાય અસ્તને કદી રોકી શકાતો નથી. ગગનથી શ્યામ અશ્વો ઊતરી રહ્યાની અનુભૂતિ મૃત્યુના આગમનનું સૂચક છે. મૃત્યુદૂતના પડઘાના ડાબલાને કાવ્યનાયક ઓળખતા હોવાનું કહે છે. (અનેક જન્મમરણ સંદર્ભ ?) ૧૯૮૭માં ‘છન્દો છે પાંદડાં જેનાં સંગ્રહ ભગવતીકુમાર પ્રગટ કરે છે. મૂળથી જ જીવવાની ઝુંબેશમાં એમનો કાવ્યનાયક નથી. તેથી જ તેઓ એમના ભણકાતા મૃત્યુની ચિંતા ન કરવા કહે છે. પોતે પોતાને (ખોળિયાને) છોડીને જાય પણ સ્મરણોનું શું? મૃત્યુના - આગમનને “જાસાચિઠ્ઠી' ઘણા કવિઓએ કહ્યું છે. કાવ્યનાયક શ્વાસનો અશ્વ લઈ અનાગતના મેદાનમાં પહોંચવા નીકળી પડે છે. મરઘટ પરની ભીડનો ઉલ્લેખ ક્ષણે ક્ષણે મૃત્યુ પામતા માનવોનું સૂચન કરે છે. “લાઈટ્સ ઑફના અંધારઘેર્યા દળકટકની વાત મૃત્યુનો સંક્ત આપે છે. આપણો હક્ક માત્ર કાળા રંગ (મૃત્યુ) પર હોવાનું કહેવાયું છે. પ્રભુમિલન માટે શ્વાસની દીવાલ કૂદવી પડે, અર્થાત મૃત્યુ પછી જ એ શક્ય બને. તો અલપઝલપ થતો રામણદીવડો પણ મૃત્યુનો સંકેત આપે છે. અંધારી રાતનો ત્રણ વખત થયેલો ઉલ્લેખ મૃત્યુની ભયાનકતા તરફ ઇશારો કરે છે. “નીકળી ગયો'માં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust