________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 406 દેહ તો વામણો છે, પીગળે તોય શું? સરી જતા, આ પગને ખાળ્યા કરીશું? ....ક્યાં સુધી આ જીવને પાળ્યા કરીશું ?" 14 જીવને લાંબા સમય સુધી પાળી શકાતો નથી. ને મૃત્યુને આવતું ખાળી શકાતું નથી, ને છતાં કવિની શ્રદ્ધા એવી છે કે, ઈશ્વરના હસ્તસ્પર્શે મૃત્યુની રેખ પણ ભૂંસાઈ જાય. “ઈશ્વર છે ત્યાં સુધી મૃત્યુ નથી.” - ૧૯૭૯માં “નિમિષ' નામનો કાવ્યસંગ્રહ પ્રકટ કરનાર કવિ પીયૂષ પંડ્યા (“જયોતિ') માને છે કે મૃત્યુથી ડરવા જેવું નથી. મૃત્યુનું સૌંદર્ય માણસને માટે અનન્ય આનંદ બની રહે છે. કવિ મૃત્યુને “સુંદરતમ' કહે છે. એટલુંજ નહિ તેઓ તો મૃત્યુને સૌંદર્યનું સર્જન પણ કહે છે. એમની દષ્ટિએ મરણ તો જીવનનું નાજુક પડખું છે. જીવન એ નાજુક પડખું ફરે છે ત્યારે આકરો વિયોગ સર્જાય છે. “મરણ' સ્વજનોને શાશ્વત વિયોગનું દુઃખ આપે છે. હે મરણ ! સુંદર સત્ય શિવનું સર્જન” 125 - કવિ મેઘનાદ ભટ્ટ જન્મ સાથે જ મૃત્યુનો છોડ ઉછરતો હોવાની વાત કરે છે. “એમ તો મેં જાતે જ મારા મૃત્યુના છોડને દૂધ પાઈ ઉછેર્યો છે, મારા મૃત્યુના છોડમાં જીવનની જે લીલેરી કૂંપળો મેં જોઈ (એમાં તમને મારો વાંક લાગે તો ભલે). હું એને અવસાનની આગવી રીત સમજું છું” રજ પોતાના મૃત્યુ માટે જવાબદાર મિત્રો તરફ રોષ પ્રગટ કરવાને બદલે એમણે તો એ મૃત્યુને જીવતદાન' માન્યું છે. ૧૯૮૭માં મેઘનાદ ભટ્ટ “મલાજો' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. મૃત્યુની કાવ્યમય રીતે વાત કરતાં કવિ મેઘનાદ ભટ્ટ મૃત્યુને સુધાધવલ સુધાકર સાથે સરખાવે છે. ગ્રીખની ગર્વીલી રાત્રિમાં સુંદર સમીરના સુરીલા પાવાના સુમધુર સંગીતમાં સંતાકૂકડી રમતા સુધાધવલ સુધાકરે (મૃત્યુએ) દેહને સ્નેહાલિંગન સિરપાવ આપ્યાની વાત મૃત્યુની નજાકતનો પરિચય આપે છે. સતીશ ડણાક ૧૯૮૧માં “એકાન્તવાસ' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. સ્વજનમૃત્યુની અનુભૂતિમાંથી એમનું મૃત્યુ દર્શન પ્રગટ થયું છે. મૃત સારસી મૃત પત્નીનું પ્રતીક બનીને આવે છે. ટકોરા મારતો આંધળો અસવાર યમદૂતનું પ્રતીક છે. પંચકલ્યાણી ઘોડાનો હણહણાટ પણ મૃત્યુદૂતના આગમનની જ એંધાણી આપે છે. વાસ નાખવા ઊંચો થતો હાથ અને છાપરા પરથી ઊડી આવતા અવાજ, મૃત્યુનો અંધકાર તથા કાળું ધબ્બ આકાશ બની આંખોમાં પુરાઈ જાય છે. અજિત ઠાકોર ૧૯૮૧માં “અલુફ સંગ્રહ પ્રગટ કરે છે. “મૃત્યુ-૧'માં અજિત ઠાકોરે મૃત્યુનું ચાક્ષુષ રૂપ વ્યક્ત કર્યું છે. “રાખોડી કૂતરી જેવું સઉને ઠેકે....દડે, દખણાદ, પંથક વળે” મૃત્યુ આવે, પથારીમાં આળોટે, ને પછી સૌને ઠેકતું દખણાદે પંથક વળી જાય. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust