________________ 2. * અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 407 કોઈકને લઈનેજ તો. મધરાતે એક ડોશી અઢીક વાગ્યે હાથમાં ઝાંખું ફાનસ લઈ ફળીમાંથી થાય છે પસાર. “એના થરવીંથર વાળ સમારવા એ જે ઘર સામે મૂકે ફાનસ સવારે, તે ઘરમાંથી ઓછું થાય એક “માણસ” સાંભળ્યું છે એને ઝાંપો ઠેકતી જોતાં ગામ આખાનાં કૂતરાં રડી ઊઠે છે” 27 કાવ્યનાયક જાગી ઊઠે છે. એમના પલંગ તળેથી ઊભરાતો અંધકાર કદાચ એક ઝાંખા ફાનસમાં પલટાઈ રહ્યો છે. પાંપણો પાછળ.... તરે છે દૂ....૨ એક ઝાંખું ઝાંખું ફાનસ. કાવ્યનાયક અંદરથી પાકા ફળની જેમ ફદફદી ગયા છે. મૃત્યુ-૨'માં મૌનની ટેકરીઓ મૃત્યુનો પર્યાય બનીને આવે છે. ઓરડાની શૂન્યતા ભીંસાય છે. “ઘરમાં' કાવ્યમાં મૃત્યુના આગમનને ખાળવાના ઠાલા પ્રયાસની વાત કરાઈ છે. બારીબારણાં બંધ કરવાથી મૃત્યુને આવતું રોકી શકાતું નથી. સૌ મોતથી સંતાતા ફરે છે. પણ મૃત્યુ તો સર્વત્ર છે. ભીંતોમાંય એ ઊંડે ઊતરી જામી જતું હોય છે. કવિ યોગેશ્વરજી “તર્પણ' નામના કાવ્યમાં માના સૂક્ષ્મરૂપની વાત કરતાં કહે છે, માએ તન ત્યજ્યા પછી, મૃત્યુ બાદ જાણે અનેક સૂક્ષ્મ નયનથી કવિને જોયા કર્યા છે. શરીરધારી માની સીમિત વાણી મૃત્યુબાદ નિઃસીમ અને અમૃતરૂપ બની રહે છે. - જિતેન્દ્ર વ્યાસ “ભમ્મરિયું મધ'માં મૃત્યુના સ્વરૂપની વાત “કાળી તે સાંઢણી પે” કાવ્યમાં કરે છે. કાળી સાંઢણી' મૃત્યુદેવના અસવારનું પ્રતીક છે. કાવ્યનાયકને મોતની બીક નથી. પત્નીનું સૌભાગ્ય નંદવાય એનો ડર છે. પતિનાં સંભારણાનાં ફૂલ ધગધગતા ડામમાં ફેરવાઈ જવાના. જયેન્દ્ર શેખડીવાળા શ્વાસને અનાદિ છળ અને મૃત્યુને સમજણ કહે છે. પ્રણય અને પ્રલયમાં એમને તફાવત લાગતો નથી. બંનેનું પરિણામ “વિલયમાં આવતું હોવાનું તેઓ કહે છે. હયાતીને સતત ખોદયા કરે છે શ્વાસ લેવા મને ખોદે સતત એવું કોઈ નિતાંત બંડ આપો” 28 ગર્ભસ્થ'માં અંધારાજળ વચ્ચે તબડક દોડતા ઘોડા, મૃત્યુના આગમનનું સૂચક છે. “ભાઈ નામના કાવ્યમાં અસ્તિત્વના તળાવની હેઠળ મરણનો વેશ સંતાયો હોવાનું કવિ કહે છે. મૃત્યુની સાર્વત્રિતાની વાત કરતાં શેખડીવાળા યમદેવના કાળા પાડા સર્વત્ર ચરતા હોવાનું સત્ય પ્રગટ કરે છે. મૃત્યુના સ્પર્શ સાથે જ સાંજના ધૂમિલ કેસૂડાં કાળા ગુલાબમાં પલટાઈ જાય છે, ને પછી સંભળાય છે મૃત્યુગીત. * રાધેશ્યામ શર્મા (“આંસુ અને ચાંદરણું) “શબ' નામના કાવ્યમાં શ્વાસે શ્વાસે માણસ ઊંડા અજાણ્યા પાણીમાં ઊતરતો જતો હોવાની વાત કરે છે. “મૃત્યુને કવિ પ્રખર ઘોરખોદિયું” કહે છે. જે પોતાના પીળા તીર્ણ નહોરથી પેલી કાળી રેશમી ચાદરને ઉઝરડા ઉતરડી ચીરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust