________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 408 તો નાખે છે પણ ઘોરતી કબરો અણગમો વ્યક્ત કરતી બસ ચૂનાને ખેરવતી રહે છે. “પડછાયો અને મનુષ્યમાં મૃત્યુને માનવની સાથે સાથે ચાલતા પડછાયા સાથે સરખાવ્યું છે. તો “અધવચ્ચેમાં આયુષ્યની અધવચ્ચે પહોંચેલા કાવ્યનાયકની મૃત્યુભીતિ સૂચવાઈ છે. ૧૯૮૩માં “અંતઃસ્થા' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરતાં કવયિત્રી પુષ્પા ભટ્ટ એમ માને છે કે મૃત્યુભયને કારણે જિજીવિષા પરાસ્ત થતી નથી. કવયિત્રી કહે છે “આ શ્વાસ અને નિઃશ્વાસના વચગાળાની સ્થિતિમાં થોડીક ક્ષણો એવીય છે, જ્યાં સંભળાઈ જાય છે. મૃત્યુની નિઃસ્પદ પગલીઓ” 129 એમને લાગે છે કે એક જીવનું પ્રગલ્મ મૃત્યુ એમનામાં ઓધાન પામે છે. (મૃત્યુ જન્મ લે છે, માનવના જ શરીરની અંદર) કાવ્યનાયિકા પોતાનામાં રહેલા આ ભયના ઇંડાને (મૃત્યુને) સતત સેવ્યા કરે છે. ઓરથી ગર્ભ વીંટળાય એમ કાવ્યનાયિકા મૃત્યુથી વીંટળાઈ વળે છે. તન્મય' કાવ્યસંગ્રહના કવિ રામપ્રસાદ દવે મૃત્યુ પરત્વેની પોતાની બેફિકરાઈ વ્યક્ત કરે છે. રામપ્રસાદ દવે “મૃત્યુને ઉદ્દેશી લખે છે “ચાલ આવું છું મૃત્યુ' કહી ચાલી નીકળવા તેઓ તૈયાર છે. જીવન અસમગતું ન હતું, ને મૃત્યુ પણ અપ્રિય નથી. પોતાને જીવનમાં મળેલા સારા માણસોની વાત તેઓ મૃત્યુને રસ્તામાં કહેવાના. જીવનના આનંદ વિષાદની વાતો કરતાં મૃત્યુનો રસ્તો ખૂટી જશે. તેઓ મૃત્યુને કોઈ સિફારસ કરવા નથી માગતા. તેમ છતાં મૃત્યુને કટાણું મોં કરીને ન ચાલવા વિનવે છે. મૃત્યુને તેઓ હસવા માટે વિનંતિ કરે છે. મૃત્યુનેય હસાવતો આ કાવ્યનાયક મૃત્યુ સાથે હરખભેર ચાલી નીકળવા ઉત્સુક છે. ૧૯૮૮માં મણિલાલ હ. પટેલ “સાતમી ઋતુ સંગ્રહ પ્રકાશિત કરે છે. મૃત્યુને તેઓ રક્ત ખૂંદતો “કાળો ઘોડો' કહે છે. (“રૂપ આંધળી રાત') ચારે બાજુ મૃત્યુના અંધારા ચકરાતા હોવાનું તેઓ કહે છે. કાળા કોતર, ડાઘુઓનાં ટોળાં, ને પ્રેત તથા ઠાઠડી ને ગીધ પણ બીકનો અનુભવ કરે એવો તો સોપો મૃત્યુએ પાડ્યો હોવાનું કવિ કહે છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો મરણોત્તર કાવ્યસંગ્રહ “કિમપિ' ૧૯૮૩માં પ્રગટ થાય છે. મૃત્યુને ઢંઢોળીને તેની સાથે ફરવા જવાનીયે તેમની તો તૈયારી છે. (પૃ. 19) તેઓ અંધારું જામેલું જોઈ બેસી પડતા નથી. તેઓ તો જુએ છે એકાદ તારો ખીલેલો, જામેલા અંધકારમાં અને નક્કી કરે છે કદમ ઉપાડવાનું... અને તેમણે કદમ ઉપાડયાય ખરા. તેઓ ચાલી નીકળ્યા પોતાની છાયા ઉતરડીને” 130 શ્વેત અશ્વો મૃત્યુનું દ્યોતક બની રહે છે. એમની શિરાઓમાં અસંખ્ય શ્વેત અશ્વો ખરી પછાડતા હણહણતા રણે ચડ્યાનો અનુભવ એમને થાય છે. મૃત્યુની પેલે પારના દશ્યની કલ્પનામાં શ્રદ્ધાનો રણકો છે. હિલોળા લેતાં જળ દેખાય પણ ખરા. મૃત્યુએ એમને નહિ, એમણે મૃત્યુને ઢંઢોળી સાથે ફરવા નીકળવાનું કહ્યું ને ચાલી પણ નીકળ્યા. કવિ મૃત્યુને એકાદ ગીત ગાવા કહે છે. જે સાંભળીને પેલા પંખીગીતોને પાછું આવવાનું મન થાય ને એમના આગમનનો પદરવ સાંભળીને તેઓ મૃત્યુના ખોળામાં માથું મૂકી ચિરનિદ્રામાં પોઢી જાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust