________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 409 ૧૯૮૭માં “તુણ્ડિલ તુણ્ડિકા' નામની પદ્યવાર્તા વિનોદ જોશી પ્રગટ કરે છે. આ વાર્તાનો નાયક “નવ્ય કવિ છે. જે આત્મા કાત્મા નહિ, દેહની જ સર્વોપરીતાને સ્વીકારે છે. અહીં વિનોદ જોશી દૂર ડણકતા મોતના ડાઘુની વાત કરે છે. આયુષ્ય કેવળ ભક્ષ્ય, ને મોત પરમ લક્ષ્ય કહેવાયું છે અહીં. દેહમહિમ્નસ્તોત્રમાં દેહનો મહિમા અંકાયો છે. દેહનો અંત દેહમાં જ હોવાની વાત કવિએ કરી છે. કવયિત્રી દક્ષા દેસાઈ પોતાની કબર પહેલેથી બનાવી રાખી હોવાનું કહે છે. ટાઢ ન વાય, ને સૂવામાં સરળતા રહે એ માટે ઓલપ્રૂફ વેધરનું લાકડું એમાં જડાવ્યું છે. (અહીં કેવળ વાહિયાત તરંગલીલા જ છે) યમરાજને લાલ કરેણનો પાશ ફેંકવા કવયિત્રી વિનંતી કરે છે. માણસ મૃત્યુ પામે, પછી જગત તો એનું એ, જેમ ચાલતું હતું એમજ ચાલવાનું. કુદરત પણ નિશ્ચિત ક્રમમાં જ કાર્ય કરવાની, કવયિત્રી કહે છે તેઓ આથમી જશે, ત્યારે સૂર્ય ઊગશે. (‘હું નહિ હોઉં) ફૂલો ઊગશે, પણ પોતે ફ....૨....૨ ક્યાંય ઊડી જશે. પેલેપારમાં મરનાર વ્યક્તિને કેસેટના અવાજના આરોહ અવરોહ સ્વજનને મૃત્યુ પછી સહકાર આપી શકવાના નથી, એ વાસ્તવ રજૂ થયું છે. કાલે એમનાથી ન જગાય તોપણ સવાર તો એવી જ ખુશનુમા હોવાની. નગ્ન વાસ્તવનો સ્વીકાર ખૂબ જ સ્વસ્થતાથી કવયિત્રી કરે છે. “મારાં વસ્ત્રો, મારી યાદો, જૂની કવિતાની ડાયરીઓ પસ્તીમાં અપાઈ જશે” 15 ૧૯૯૦માં દક્ષા દેસાઈ નિર્જળા નદી' લઈને આવે છે. દવાઓ સાથેનો રોજબરોજનો સંબંધ એમને થકવી નાખે છે. ને મૃત્યુના ઓળા બીવડાવે છે. જીવનની ક્ષણભંગુરતાની વાત સાવ સીધીસાદી રીતે તેમણે વ્યક્ત કરી છે. શરીરનો ભરોસો નથી આ જન્મમાં પાછું મળાય ન મળાય” 13 સોરબીટ્રેટની ખીંટી પકડી, એ વડે યમનેય પાછા ધકેલવાની તાકાત પોતાનામાં હોવાનું તેઓ કહે છે. હંસલાનો નવો સંદર્ભ રચતાં આ કવયિત્રી, પોતાના હંસલાને બાજપક્ષીઓનાં ટોળાં વચ્ચે અટવાયેલો અનુભવે છે. જન્માન્તરોની અવધિ ખૂબ ટાંચી ક્યાં ક્યાં શોધું તને ? ઓ' પાર લઈ જા હંસલા” 133 મૃત્યુને નજીક આવતું જોઈ રહેલી કાવ્યનાયિકાને લાગે છે કે એ કાર્ડયોગ્રામ એમને જરૂર સ્વજનોથી અલગ કરશે, તો ક્યારેક પંખીઓમાં મધુર ટહુકો બની જીવી જવાની શ્રદ્ધા પણ જાગે છે. “માણસ એટલે પરપોટો એ વાત દક્ષા દેસાઈ સારી પેઠે સમજે છે. (‘ક્ષણપછીથી') દૂરનાં તેડાં આવ્યાની ને આંગણે થનગનતી સાંઢણી ઊભી રહી હોવાનું અનુભવાય છે. કવયિત્રી કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust