SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 208 પાસે લઈ જાય છે. ૧૯૭૯માં “શુક્તિકા' બહાર પડે છે. મરણને એકબાજુ સેવાભાવી અનુચર કહેનાર પૂજાલાલ “મરણને જીવલેણ જોખમભર્યા અંધકાર તરીકે પણ ઓળખાવે છે. (‘ત્રીજી શુક્તિકા') જો કે પ્રભુપ્રેમને તેઓ મરણના “મારણ' તરીકે ગણાવે છે. વીરોની મૃત્યુ સાથેની મૈત્રીનો નિર્દેશ કરતાં કવિ જીવનની સગાઈને ઠગારી ને મૃત્યુની સગાઈને કાયમી ગણાવે છે. તો વળી એકત્રીસમી શુક્તિકામાં “મૃત્યુને કવિ મહાયજમાન” કહે છે. સાડત્રીસમી શુક્તિકામાં પણ મૃત્યુના મહેમાન બનવાની કવિ વાત કરે છે. નચિકેતાની જેમ મૃત્યુનો મહેમાન થનાર જ અમરતપાન કરવાની આશા રાખી શકે. પચાસમા દુહામાં મૃત્યુઉછેરે છલકતા અમૃતના પાત્રનો ઉલ્લેખ કરી યમગૃહે અમૃત પીરસાતું હોવાથી મગૃહ જનારા વીરો અમૃતરસ પી અમર બનતા હોવાનું કવિ કહે છે. બાવનમાં દુહામાં મૃત્યુનો અફસોસ ન કરવાનું કહેતા અન્યના નવજીવનનો મહિમા ગવાયો છે. “સૂકું પાન ખરી પડે, તેમાં શો અફસોસ કૂંપળકાજ જગા થતી, એ એનો સંતોષ” 88 જૂનું જાય ને નવું પાંગરે, એ તો સૃષ્ટિનો ક્રમ છે. કવિ પૂજાલાલ જીવન અને મરણ બંનેને મિત્રો કહે છે. જીવન મરણને, ને મરણ જીવનને વારાફરતી નિયંત્રતા હોવાનુંય તેઓ માને છે. મૃત્યુ પામ્યા પછી પાછો પુનર્જન્મ. “આવનજાવનનો નિયમ, એવું યમનું રાજય કશું નાશ ના પામતું, જાય આવવા કાજ” 9 તેથીજ સ્વજનના મૃત્યુનિમિત્તે થતા રુદનને કવિ નિરર્થક ગણાવે છે. મૃત્યુ પછીના માર્ગે એ નિર્વિબે પળે એવી પ્રાર્થના સ્નેહીઓએ કરવાની હોય. આ વિશ્વને કવિ પૂજાલાલ જીવન અને મૃત્યુના ક્રીડાંગણ તરીકે ઓળખાવે છે. અંતે બધાં સર્જનો મૃત્યુના ઉદરમાં વિસર્જન પામતાં હોવાનું કવિ કહે છે. કવિ કહે છે “મૃત્યુ મહાસુખમાં પ્રવેશાવે' વેરઝેરથી ભરેલા આ ત્રાસદાયક જગતમાંથી મૃત્યુના માર્ગને સ્વીકારી જીવ એકલો જ મહાસુખમાં પ્રવેશે છે. તો બીજી જ પળે કવિ યમરાજના ઘરને “જડ' કહે છે. માનવના ચિદાત્માને કવિ અમૃતનો આવાસ' કહે છે. તો ક્યાંક વળી કવિ મૃત્યુના અસ્તિત્વનો જ ઇન્કાર કરે છે. અજ્ઞાનના અંધકારમાં વસતા લોકોનો એ તો “ભ્રમ' છે. ૧૯૭૪માં “મા ભગવતી' નામનું કાવ્ય કવિ પૂજાલાલ શ્રી અરવિંદાશ્રમનાં માતાજીના અવસાન નિમિત્તે રચે છે. 1974 નવેમ્બરથી ૧૭મીએ સાંજે મા ભગવતીએ સૌની વચ્ચેથી ચૂપચાપ વિદાય લીધી, પણ આત્મસ્વરૂપે તેઓ સર્વત્ર રાજતાં હોવાની કવિની શ્રદ્ધા છે. માતાજીના શરીરને તો કવિ પૃથ્વી પર પદ માંડવાના એક આધારરૂપ માત્ર ગણે છે. જીવનબાલ તથા મૃત્યુબાલ બંનેને માનું સ્તન્ય પ્રાપ્ત થયાનું કવિ કહે છે. કવિ કહે છે પ્રેમના પય પાવાં મૃત્યુને પણ માએ પોતાને ખોળે ધર્યું. ૧૯૭૮માં પૂજાલાલ “મુક્તાવલી” પ્રગટ કરે છે. કવિનું માનવું છે કે મૃત્યુ પીધા વિના અમૃત પ્રાપ્ત થતું નથી. અતિતેજ એવા મૃત્યુમદ્યનું પાન કરનાર દુનિયાના બાદશાહ બની જતા હોય છે. “નથી જરા, મૃત્યુ નથી જ મારું' એવી ભાવના રાખનારો લાંબા અનંત પથે પ્રયાણ કરી અનંતને પામી ધન્ય બનતો હોવાનું, કવિ માને છે. મત્ય માનવના જીવનને “ક્ષુદ્ર ગણાવતા કવિ મૃત્યરસના સ્વાદને અનેરો ગણાવે છે. મૃત્યુ વિષે વિરોધાભાસી વિચારો ધરાવતા કવિ પૂજાલાલ એક જગ્યાએ P.P.AC.'Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy