SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 207 સદ્દગત માને યાદ કરતાં કવિ મૃત્યુને “અંતિમમંઝિલ' તરીકે ઓળખાવે છે. તો નાનકડા ચિતનકાવ્ય “મૂંઝવણ'માં કવિ સરસ કલ્પના રજૂ કરે છે. મૃત્યુની પેલે પારનો પ્રદેશ દેખાવા લાગે ત્યાં જ ગત સ્વજનો અહીંથી મૃત્યુ પામી પ્રયાણ કરનારને સત્કારવા તત્પર બન્યા હોવાનું દેખાય છે. “કોની દ્વારા'માં કશાનો સંપૂર્ણ લોપ થતો ન હોવાનું કવિ કહે છે. મૃત્યુને કવિ જીવનનો લોપ કે પૂર્ણવિરામ ગણતા નથી. શરીરથી મૃત્યુ પામનાર અદમ્ય વાસના વડે તો જીવતો જ હોય છે. તેથી તો ગીતાકારે કામનાત્યાગ પ્રબોધ્યો ને બુદ્ધ તૃષ્ણા તથા પ્રમાદને જ “મરણ' કહ્યાં. નાયગરાના વહેણને (‘નાયગરા), કવિ “મહામૃત્યુનું વહેણ' કહે છે. સતત દોડ્યા કરવાની પ્રક્રિયા જ “મહામૃત્યુ'. માણસ પ્રત્યેક ક્ષણે મરે છે. ને નવો જન્મ પણ ધરે છે. કાવ્યસર્જન પણ કવિના નવજન્મની જ પ્રક્રિયા. પૂજાલાલ દલવાડીની (1901/1985 27 ડિસે.) કવિતાની વિશિષ્ટતા એની આધ્યાત્મિકતા છે. આ કવિને મોક્ષ કે સ્વર્ગની ખેવના ન હતી. જડમાંથી ચેતનમાં, મૃત્યુમાંથી અમૃતલોકમાં લઈ જનારી શ્રીમતી ઈશ્વરીના સ્વરૂપમાં તેમને લીન થઈ જવાની તમન્ના હતી. ૧૯૫૪માં ‘પારિજાત' સંગ્રહ પ્રગટ થાય છે. “રસાયન' કાવ્યમાં કાવ્યનાયક મરણનું રસાયણ બનાવીને પીધાની વાત કરે છે. મરણ તથા એના ભયને ઘોળીને પી જનાર માટે “મરણ' એ તો એક ઔષધિ. મરતા પઠાણની વતન પ્રીતિનો મહિમા ગાતા કવિ “પઠાણની, પુત્રને છેલ્લી આજ્ઞા' કાવ્યમાં મૃત્યુને જગતનાં દુઃખ નિવારનારી જડીબુટ્ટી તરીકે ઓળખાવે છે. કારણ મૃત્યુ પછી કોઈજ દુઃખદર્દ રહેતાં નથી. કવિ કાયાને કાચી માટીનું “કડિયું' કહે છે. પણ માટીનો દેહ માટીમાં મળી જવાનો હોવા છતાં જીવનતંતુના સાતત્યમાં કવિ શ્રદ્ધા છે. (‘જીવનદીપ') ૧૯૫૭માં “પાંચજન્ય'ની પ્રથમ આવૃત્તિ પ્રગટ થાય છે. જોદ્ધાને ઉદ્દેશી લખાયેલા “જા જોધ' કાવ્યમાં “મૃત્યુ તો કોને છોડવાનું? એવો પ્રશ્ન કરી તરત જ પાછા કવિ મૃત્યુનો ભય ન સેવવા કહે છે. મૃત્યુને આરોગનારા "મૃત્યુંજયી' બની જતા હોવાનું પણ તેઓ કહે છે. “જીવન” તથા “મરણ” બંનેને સમાન :ણતા કવિ “મરવાનું એકજ વાર છે' એમ કહી મૃત્યુના ભયને ખંખેરવા સૂચવે છે. (‘કવાર') તો જગતમાં આવ્યા ત્યારથીજ થયેલા મૃત્યુ નિર્માણનો નિર્દેશ ‘ઝળહળ'માં થયો. ‘કર્મવીર'માં કવિ મરણને “મદ્ય' સાથે સરખાવે છે. પુરુષાતન પ્રેરિત પુરુષ પણ એ પીને અંતે લેટી જાય છે. કાળને ઘોળી ઘોળી એનો કસુંબો કરનાર નિર્ભય લોકોને યાદ કરી કવિ માનવની યમ સાથેની યારીનો નિર્દેશ “હોય ના હૈયામાં હામ' કાવ્યમાં કરે છે. ૧૯૫૯માં પૂજાલાલનો “ગુર્જરી' કાવ્યસંગ્રહ પ્રગટ થાય છે. “તારા હાથમાં' કાવ્યમાં મરણશીલ એવા પોતાને અમૃતલોકમાં લઈ જવાની પ્રાર્થના કવિ કરે છે. તો “આરોહમાં પોતાના ઉરને મૃત્યુસાગરભણી ન ઘસડાવા જણાવાયું છે. “પરમસખાને' મિત્ર સ્મરણનું કાવ્ય છે. હમણાં આવું છું કહી હંમેશ માટે ચાલ્યા ગયેલા મિત્રના કોમળ હૃદયને યાદ કરી દિવ્યદર્શન દ્વારા પોતાને પ્રસન્ન કરવા સદ્ગતના આત્માને તેઓ વિનવે છે. તો પોતાની કાયાની ક્ષુદ્રતાનો એકરાર કરતા કાવ્યનાયક મરણોન્મુખ દીનતા અદશ્ય થાય એવી વાંછના માટીનો' કાવ્યમાં વ્યક્ત કરે છે. કવિ પૂજાલાલ “મરણ'ને માનવના અનુચર તરીકે ઓળખાવે છે. (‘મરણ”) માનવના ચારુચરણ પડે ત્યાં એ એની પાછળ અનુચર બનીને જાય છે. માનવની સેવામાં સતત હાજર રહેનાર મરણ એને જગતજનની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy