________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 206 ૧૯૫૬માં મનસુખલાલ “અનુભૂતિ' લઈને આવે છે. “મધુમાસની મહેકની વસંતના નવા સ્પર્શની વાત કરતાં કરતાંય મૃત્યુને કવિ યાદ કરી લે છે. મૃત્યુના મલક્તા ચહેરામાં જીવનનો આનંદ સ્ફરતો હોય એવું કવિને દેખાય છે. “પુનર્જન્મ કાવ્યમાં કવિ પુનર્જન્મની નવીજ વ્યાખ્યા આપે છે. આનંદ અને પ્રેમદ્વારા પ્રાણનો જાણે પુનર્જન્મ થાય છે. એક નવીજ ભૂમિકા પર પ્રાણનો વિશ્વ સાથે સંબંધ રચાતાં મૃત્યુ મહોરી ઊઠે છે, ને જીવન પાંગરી ઊઠે છે. મૃત્યુ આજ અહો મ્હોર્યું ઊર્યું જીવન પાંગરી 80 તો “જીવન અને મૃત્યુ' કાવ્યમાં કવિ મૃત્યુના અસ્તિત્વનો જ ઈન્કાર કરે છે. કારણ સંધ્યાની છેલ્લી પાંખડી વિલાઈ જાય છે, એજ પળે બીજે ક્યાંક ઉષાની આંખડી ઊઘડે છે. અહીં કોકનું મૃત્યુ થાય, ને બીજે ક્યાંક જીવનનું પોપચું ખૂલે છે. “અસ્તિત્વનો નહિ અત્ત તો પછી મૃત્યુનો અવકાશ ક્યાં?” 80 સત્તરવર્ષની ઉંમરે મૃત્યુદેવને ઉદેશી કાવ્ય રચનાર વિલિયમ બ્રિયાન્ટ (અમેરિકન કવિ)ને મનસુખલાલ યાદ કરે છે. વિલિયમ બ્રિયાન્ટ પૃથ્વીને જ એક “મોટી કબર' માનતા. આ જગતમાં એવું એકપણ સ્થળ નથી જ્યાં કોઈ માણસ ન મર્યું હોય, મૃત્યુદેવનો અપાર મહિમા ગાતા એ કવિએ કહ્યું છે “માનવને ખબર પણ ન પડે એ રીતે મૃદુતાથી માનવના ઉરમાં પ્રવેશી મૃત્યુદેવ માનવના ઘા રુઝવે છે. ને છતાં જીવનની અંતિમ પળે એને જનાજો, કફન વગેરેના વિચાર આવે છે. ને એ થથરી ઊઠે છે. “કૌતુક' કાવ્યમાં જીવનમૃત્યુના ચક્રની સર્જન અને સંહારના ક્રમની કવિએ વાત કરી છે. મૃત્યુ મૂઠ મારી પાંદડા-ને ઢાળી દે છે. પણ પાછી જીવનની એક ફંકે ચેતના છોળ મારી છલકી ઊઠે છે. ને સૂર્યનાં કેસરી કિરણમાં ઠૂંઠા પર કૂંપળો પાછી મલકવા માંડે. મૃત્યુ પુનર્જન્મ રૂપે, નાનકડી રતુમડી કૂંપળ રૂપે આમ મોરે. ૧૯૭૫માં મનસુખલાલ ડૂમો ઓગળ્યો' સંગ્રહ આપે છે. “પાંદડું' કાવ્યમાં કવિ પ્રતીકાત્મક રીતે મૃત્યુને અપાયેલા નિમંત્રણની વાત કરે છે. એને મૃત્યુની એક ફંકની માત્ર પ્રતીક્ષા છે. ક્રૂર કે દયાવાન, જે રૂપે આવવું હોય એ રૂપે પણ એ મૃત્યુ આવે એવી ઝંખના વ્યક્ત થઈ છે. કવિ કહે છે મૃત્યુ આવે એ પૂરતું નથી. એણે બીજું પણ એક કામ કરવાનું છે. ને તે નવસર્જનનું. બીજો જન્મ પણ મૃત્યુ જ આપી શકે ને ? તો “એકજ સત્યમાં મૃત્યુના સર્વોપરીપણાનો કવિ સ્વીકાર કરે છે. કવિ “મરણ” ને “સત્યને જીવનને ‘ભ્રમણા' કહે છે. પણ તરત જ પ્રકૃતિના સૌંદર્યની લીલા જોઈ કવિ વિચાર બદલે છે. ત્યારે મૃત્યુ નહિ “જીવન' સત્યરૂપ લાગે છે. ને મૃત્યુ જ “બ્રાંતિ'. પણ ખરી વાત એ છે કે મૃત્યુ જીવનતંતુને આગળ ધપાવે છે. તો વળી “મૃત્યુનો કરસ્પર્શ'માં મૃત્યુના સ્પર્શને ક્રૂર અને અભદ્ર કહ્યો છે. વૃદ્ધાવસ્થા સાથે જ થતા મૃત્યુના સ્પર્શનું કવિ આબેહૂબ વર્ણન કરે છે. શરીર જીર્ણ થઈ જાય છે. બુદ્ધિ અચેત બની જાય છે. બધાં જ મંથનો શમી જાય છે. સ્થિતપ્રજ્ઞતાને લીધે નહિ, મૃત્યુના અભદ્ર સ્પર્શને લીધે આમ થાય છે. મૃત્યુનો સ્પર્શ પ્રત્યેક પળે માનવને કોઈક નાનકડા કોચલામાં ધકેલી દેવા મથતો હોય છે. “અઘરું' કાવ્યમાં Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.