________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 151 બળવંતરાય ઠાકોરની મૃત્યુઝંખના વિશિષ્ટ પ્રકારની હતી. અર્ધદૃષ્ટ સ્વપ્ન જેવાં તેમનાં અપૂર્ણ કાવ્યો પૂરાં કરીને તેઓ હીંચકે હીંચતા હોય, ચિરૂટનો ધૂમ ચડતો હોય ને શૂન્યને, સુષુપ્ત ચિત્તે તેઓ જતા હોય, બસ ત્યાં જ મૃત્યુ તરાપ મારીને એમને ઉપાડી લે એવી એમની તમન્ના હતી. “પડંત કાય ખોખું ધબ્બ હેઠ”માં ઢળી જતા ઢીમનો જાણે કવિ પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. “ઊઠું તિહાં જ ખાટ હેઠ કાય ખોખું ગડબડે અને કોઈ વહેલું જાગનાર મૃત્યુ સોડમાં હને નીંદર્યો નિહાળી સા' કરે બધાય, મૃત્યુ તારી હાક એ ભલે બને” 2 (‘ભણકાર' 160) તો કુદરત અને મોતમાં મૃત્યુની પ્રક્રિયાને સરળમધુર વર્ણન બ. ક. ઠા. એ કર્યું છે. જેમાં મૃત્યુને શાંત મધુર સુંદર પ્રસંગ તરીકે વર્ણવાયું છે. સૂર્યાસ્ત થતાં મા બાળકને ઘોડિયામાં સુવાડે, ને માનાં મધુર ગીત સાંભળતાં એ બાલ જોતજોતામાં મીઠી નિદ્રાને ખોળે, શાંતિછોળે વિરમે - તેમ કુદરત-માતા પોતાના થાકેલા હારેલા છતાં જિંદગીના રમકડાંને ન છોડતાં જૈફ બાળને મોત એના ખોળે પ્રેમપૂર્વક લે એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. વૃદ્ધત્વ તથા મૃત્યુને સાંકળતા કવિ “જર્જરિત દેહને'માં હારેલા થાકેલા જર્જિરત દેહ વડે પણ અધૂરાં કામ પૂરાં કરવાની નેમ રાખતા. એ પૂરાં થયાં પછી દેહ અને પોતે અલગ થઈ જાય તો વાંધો ન હતો. આ કવિને મન મૃત્યુ “મધુવિરામ” છે. ત્વરિત કે મંદમંથર ગમે તે ગતિએ આવનાર મૃત્યુને સત્કારની કવિની તૈયારી હતી. તો “ઝેરસુધા' કાવ્યમાં કવિ બ. ક. ઠા. મૃત્યુને શ્રેષ્ઠસુધા' કહે છે. થાકેલી હારેલી માંદી પત્ની દરદથી મુક્ત થવા અહીં પતિને સ્મિતમધુર નિદ્રા આપી દેવા વિનંતિ કરે છે. પીડાદાયી જીવન કરતાં મૃત્યુ શ્રેષ્ઠ સુધાસમું હોવાનું એ કહે છે. અહીં “ઝેરસુધા' જેવો વિરોધી શબ્દપ્રયોગ કવિ કરે છે. મૃત્યુ વડે અહીં “ઝેર' એ જ સુધા બને છે. મૃત્યુ વડે જ મુક્ત થવાય. કનુબહેન (1892/1928) પોતાના કાવ્યમાં પ્રિયતમ પોતાને ક્યાં શોધે? એ કલ્પનામાં મૃત્યુ પછીના પોતાના વાસ અંગેની ઝંખના વ્યક્ત કરે છે. પોતે મૃત્યુ પછી પોતાને પ્રિય એવા મોગરાની કળીમાં વિલીન થશે, અથવા નાજુક થડકતા અવાજમાં, ચન્દ્ર કે શુક્રનીછૂપી વાતોમાં પ્રિયજન પોતાના સાન્નિધ્યનો અનુભવ કરી શકશે એમ કહે છે. - કવિ ત્રિભુવન પ્રેમશંકરને પણ જ્ઞાન અને સમાજને અંતે મૃત્યુનો વિચાર શાંતિ અને માંગલ્યની અનુભૂતિ કરાવે છે. કલાપીના મૃત્યુનો આઘાત (‘કલાપીવિરહ') જરૂર થયો. પણ પછી તેઓય બીજા કવિઓની જેમ અધ્યાત્મરંગે રંગાયા. આધ્યાત્મિક દર્શન લાધતાં મૃત્યુનો તેઓ વિધેયાત્મક મંગલસ્વરૂપે સ્વીકાર કરે છે. આત્માની અમરતા અને દિવ્યતાની ઝાંખી થતાં મૃત્યુ શરીરનું હોય આત્માનું નહિ, એ સત્ય સમજાય છે. કલાપી મૃત્યુને શાંતિનું ભુવન, પ્રેમે બળેલ દિલનો મધુકાલ, હાસ્ય અને રુદન તથા અશ્રુનાં ઝરણાં તેમજ જ્ઞાન સ્થળ તરીકે (“મૃત્યુને') ઓળખાવે છે. આવા પરમ મધુર મૃત્યુને માનવ ઓળખી શકતો નથી એનું એમને દુઃખ છે. જ્યાં સૌ રડે છે ત્યાં મૃત્યુ ખડખડીને હાસ્ય કરતું લાગે છે. મૃત્યુનું આધિપત્ય સર્વકાલ ચાલે છે. કલાપી ગતકાલ તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust