________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 150 અને શ્રદ્ધા રાખવા કવિ સૂચવે છે. આત્માની અમરતામાં કવિને શ્રદ્ધા છે. જીવનસંગીત ઘડીભર થંભી ગયું લાગે પણ એ નષ્ટ થતું નથી. કવિ કહે છે. મત્ય જીવન તો ખરે માત્ર પૂર્વાલાપ છે. પૂર્ણ ગીત સમૃદ્ધિ તો પરકાલ સંગીત વસે ૧૫૯:બ મૃત્યુને મંગલરૂપે નિહાળતા આ કવિ મૃત્યુમાંગલ્યના કવિ છે. - કવિ કાન્ત પણ મૃત્યુ પછીની દુનિયાની ધન્યતાનો નિર્દેશ કરે છે. દિવસ જોતાં જોતાં સહયોગમાં જ ગહનમાં મૃત્યુની ઊંડી ખીણમાં પડી, દુઃખી જીવનનો અંત લાવવાનો વિચાર કરી તેમ કરતાં એ પંખી આ દુનિયામાં તો નહિ, પણ બીજી (મરણ પછીની) દુનિયામાં જીવનધન્યતાનું મંગલ દર્શન જાણે કે કરે છે. વિરહજીવન બંનેનો અંત આણવા વિરહમૃત્યુ અને રાત્રિ બંનેનાં પરિણામ ન જોવા માટે આંખ મીંચી એક્તા કરીને મૃત્યુના ગહનમાં પડે છે ત્યારે દિવ્ય અનુભૂતિ એમને થાય છે. “પાછું જોતાં દ્વિજ યુગલને * અન્યથા થાય ભાસ ઊંડું ઊંડું દિનકરસમું કંક દેખાય હાસ” 140 (“આપણાં ખંડકાવ્યો' પાનું. 18) ને આશ્ચર્યની વાત એ કે મૃત્યુ અને રાત્રિના અંધકારમાં પ્રવેશ થવાને બદલે અણધાર્યા ઊંડા ઊંડા તેજોમય પ્રદેશમાં પ્રવેશ થાય છે અને ચક્રવાક મિથુન આનંદપૂર્ણ ઉદ્દગાર કાઢે છે. “આહ આહા અવર દુનિયા ધન્ય” 1 (પાનું. 18) (દિવ્યમંગલ મૃત્યુના અનુભવનો અલૌકિક આનંદ અહીં વર્ણવાયો છે) ચક્રવાકમિથુને મૃત્યુ પારની દિવ્ય સનાતન ભૂમિનું દર્શન કર્યું હોવાનું સમજાય છે. “સ્વર્ગ-ગંગાને તીરમાં કવિનો વિશિષ્ટ કલ્પનાવિહાર જોવા મળે છે. જેમાં મૃત્યુ પામેલી પત્ની સ્વર્ગમાંથી પૃથ્વી પર પોતાના શયનમાં અપ્સરારૂપે જાણે વિમાન લઈને આવે છે. ને કવિને સ્વર્ગમાં લઈ જવાનું સૂચવે છે. કવિ સદ્ગત પત્ની સાથે સ્વર્ગમાં પહોંચી જતા હોય એવો રોમાંચ અનુભવે છે. વેદનાપ્રદ છતાં અંતે મૃત્યુ મંગલ હોવાની વાત “વદાય' કાવ્યમાં વ્યક્ત થઈ છે. પ્રિયા પત્નીના ગુણો સ્મરણમાં રહેશે એમ કહી કવિ મૃત્યુ પામતી પત્નીને સ્વસ્થતાથી વિદાય આપે છે. તેઓ પોતાનું દુઃખ ભૂલી પત્નીના સ્વપ્નપ્રદેશની સુરખીનો વિચાર કરે છે. પોતાનું ગમે તે થાય પણ જનારનો પથ કલ્યાણમય બને એવી આશીર્વચનની વાણી મૃત્યુને સાચેજ મંગલમધુર બનાવી દે છે. અહીં દષ્ટિનો જ ભેદ છે. માનવની દષ્ટિ મૃત્યુને મંગલરૂપે જુએ એ મહત્ત્વની વાત છે. આ કવિ પોતાનાં કાવ્યો મૃત્યુને જ અર્પણ કરે છે. (“અવસાન') જે સૂચવે છે કે મૃત્યુ એમને માટે હવે કલ્યાણમિત્ર બની ગયું છે. કવિ મીઠાં ફૂલડાં સમાન સદ્ગત સ્વજનોને યાદ કરી લે છે. પોતાના બધા જ રસભરભાવો “અવસાનને” હદયે હંમેશ વસે એવી પ્રાર્થના કરી મૃત્યુદેવને કવિ વંદે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust