________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 149 છે. ને મંગલવસ્ત્રો એ માટે ધારણ કરે છે. “ધરીને પરિધાન અંતનાં કરી ધૂપાર્થિ પ્રદીપ જ્યોતમાં પિયળ, શિર કર્ણિકારનાં કુસુમે તે સતી ચાલી ઘોતમાં” 157 | (‘પૃથુરાજરાસા' પૃ. 99) સતીએ અહીં મૃત્યુને મંગલરૂપે સ્વીકાર્યું. તેથી તો કવિ કહે છે સંયુક્તા જતાં જાણે ભારતની પ્રતિષ્ઠા ગઈ. - નરસિંહરાવ દિવેટિયા “સ્વપ્ન અને પ્રત્યક્ષ' નામના કાવ્યમાં મૃત્યુ પછીના જીવન પ્રત્યેની આસ્થાને (‘હૃદયવીણા') વ્યક્ત કરે છે. રાજા સાતમા એડવર્ડના મૃત પુત્ર પ્રિન્સ માંદું બાળક કાવ્યમાં મૃત્યુની મધુરતાનું કવિ મૃત્યુના મુખે જ વર્ણન કરાવે છે. મૃત્યુ જાણે ભયાનક નથી, પણ રમ્ય છે. મૃત્યુ કહે છે “કહે બાલે મૃત્યુ, હું કેવો રમણીય દીસું” ? તો “બેસ્વપ્ન દર્શન'માં કવિ મૃત્યુને સંસારની અગનઝાળ હોલવનાર શાંતિપ્રદ તત્ત્વ તરીકે ઓળખાવે છે. તેમજ મૃત્યુ પછીના પ્રદેશને “સુખકુંજ' તથા ત્યાંના વાસને “દિવ્યવાસ તરીકે ઓળખાવે છે. મૃત્યુ તો વચ્ચે દ્વારપાલ તરીકે ઊભું રહે છે. “એક બાળકીના મરણ વિશે' (પૃ. ૮૨)માં નિર્દોષ વાચારહિત શિશુને સંભળાતા અમરભૂમિના ગાનનો નિર્દેશ કરે છે. શિશુને એની ઉજ્જવલભૂમિ સાંભરી આવી કે શું ? એવો પ્રશ્ન કવિ કરે છે. નૂપુરઝંકારમાં કવિ અમરપણાના વ્યાપક સ્વરૂપની પ્રતીતિનો નિર્દેશ કરે છે. મૃત્યુને કવિ અહીં એક “સ્થિત્યન્તર' તરીકે ઓળખાવે છે. કવિને એવી દઢ શ્રદ્ધા છે કે અજ્ઞાનતિમિર ચાલ્યું જતાં મૃત્યુ મરી જાય છે. ને ત્યારે જીવન પરજીવન બેય એકજ સરિતના વ્હેણ સમાન ભાસે છે. “અવસાન નિમિત્તે અવસાન ખુદ અશ્રુ સારે એવી અપેક્ષા મૃત્યુ સાથે મિત્રતાનું સૂચક છે. તો “સ્મરણસંહિતા'માં પુત્રના અવસાનની ઘટનાને સમજવાની મથામણમાંથી મૃત્યચિંતન નિષ્પન્ન થયું છે. મૃત્યુથી હું ના ડરું રૂડી ભૂમિ વિષે જવું” 158 (પૃ. 5) મૃત્યુ પછીના પ્રદેશને કવિ “રૂડીભૂમિ' કહે છે. નલિનના મુખે મુકાયેલા આ શબ્દો આખા કાવ્યનો સૂર છે. તિમિરની ઘોર નિરાશાની ક્ષણે ભાંગી પડવાને બદલે કવિ શ્રદ્ધા, માંગલ્ય અને ઉજાસની પ્રાર્થના કરે છે. શાશ્વતીની શોધ આરંભે છે. મૃત્યુ પામેલા પુત્રની અનશ્વર છબી સ્મૃતિમાં અંકિત કરવા મથે છે. “દેહ ભસ્મ બની જતાં, તું બન્યો અસત્ય શું ? - કેમ એ કલ્પી શકું? તુજ સત્યતા હું કયમ ભૂલું?” 159 (પાનું. 18) પુત્ર શાશ્વતકાળ સુધી હોવાની દઢ શ્રદ્ધા કવિ ધરાવે છે. જીવનસિંધુ અવિરામ ધારે વહ્યા કરે છે. અમરપણું પ્રગટતાં જ મૃત્યુ મરી જાય છે. જીવન અને મૃત્યુને તેઓ જુદાં ગણતાં જ નથી. જીવનસાગરની શાશ્વતતાનો તેઓ સ્વીકાર કરે છે. જીવનસાગરનું એક બુદ્દબુદ્, તે મૃત્યુ. તેઓ મૃત્યુને એક અવાન્તર ભૂમિકા રૂપે જુએ છે. વિશ્વના નિયમોમાં માંગલ્ય Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.