________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિઋણ * 148 છતાં ઘણા દાવ ખેલતા કાળને કવિ “પાતકિનું વિશેષણ આપે છે. કાળ કદી કોઈની રાખરખાવટ કે શરમ રાખતો નથી. “વખત” કાવ્યમાં પણ કવિ કાળના જ મહિમાનું વર્ણન કરે છે. પુત્રીમરણ નિમિત્તે લખાયેલી કરુણપ્રશસ્તિ ‘દર્શનિકા'માં કાળસાતત્યની વાત કરતાં કવિ કહે છે પેલા મહાકાળમાં રાત્રિ કે દિવસ કશું નથી. માત્ર અણરંગી દર્શન છે. કાળ કદી થાક ખાવા બેસતો નથી. “સંતોને આમંત્રણ'માં કાળ ગુહાની ઉઘડતી ગુફાનો નિર્દેશ થયો છે. કાજળકાળું કોડિયું (કાયા) જયોતિનો પ્રકાશ સહી શકતું નથી. “અમરબાપુ કાવ્યમાં કવિ ગાંધીજીને “કાળજેતા' કહી બિરદાવે છે. “માનવ અને કાળ'માં ચારેય બાજુ કાળનો સાગર ઘૂમતો હોવાનું કવિ કહે છે. “જીવન ભૂંસાય ને ભૂંસાય તેની સાથે બધું અહીંતહીં રહે કોની લાંબી ટૂંકી યાદ” 153 (‘ગાંધીબાપુને પવાડો' પાનું. 136 1948) જીવન ભૂંસાતાં કાળના ગર્ભમાં બધું ચાલ્યું જતાં સઘળું વિસરાઈ જતું હોય છે. ગોવર્ધનયુગ-અને મૃત્યુ મંગલ દિવ્ય, મધુર સુંદર સ્વરૂપે તથા મૃત્યુ મુક્તિદાતા રૂપે તેમજ મૃત્યુઝંખના કવિ દોલતરામ પંડ્યાએ “ઈન્દ્રજીતવધ'માં છવ્વીસમા સર્ગ “સમુદ્રવર્ણન અને સમાપ્તિ'માં સતીની ચિતા અને એના અંતિમ પ્રયાણનું સુંદર વર્ણન કર્યું છે. જે મૃત્યુની મંગલતાને સિદ્ધ કરે છે. સતી થવા સજ્જ બનેલી સુલોચનાનું વર્ણન હૃદયંગમ છે. કપાળે કંકુની અરધશશિ પિયેળ દિસતી સજી કુંળાં અંગે, અભિનવ અલંકાર સતી” 54 (“ઇન્દ્રજીતવધ' 144) પતિના મસ્તકને ખોળામાં લઈને ચિતામાં સુલોચના વિરાજે છે, એ સમયના એના ભવ્ય તેજનું વર્ણન કરતાં કવિ કહે છે. સતીને અંગુઠે સહજ પ્રકટ્યો વહિન ક્ષણમાં વશ્યો આવી ત્યારે શરદઋતુનો ચંદ્ર તનમાં” 155 (144) અગ્નિમાં સ્નાન કરતું શરીર જાણે કે દિવ્ય જ્યોતિ ધારણ કરે છે. શરીર છે ત્યાં સુધી જ દ્વિત છે. પછી નીરવ અદ્વૈત. ધરી આ બે સત્વો પુનિત - રતિ અદ્વૈત બનતાં” 15 (“ઈન્દ્રજીતવધ' પૃ. 146) સદ્ગત પતિ સાથે અદ્વૈત સધાતાં લિંગાભાસ ત્યજી એ અચલ પદને પામી, કવિ સુલોચનાને સાક્ષાત “નિર્વાણમૂર્તિ' તરીકે ઓળખાવે છે. સંસારની આવજા છોડી અનંતની એ પુત્રીએ અનંતનગરે પ્રયાણ કર્યાનું કવિ કહે છે. જે મૃત્યુની મંગલતાને સિદ્ધ કરે છે. ભીમરાવ દિવેટિયા પૃથુરાજના મૃત્યુ પછી સંયુક્તાના વિલાપને અસરકારક રીતે વર્ણવે છે. ખૂબ વિલાપ કર્યા પછી સ્વસ્થ થતાં સતી સંયુક્તા પણ સતી થવા તત્પર બને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust