________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 152 ભાવિ અંધકારના દીવા તરીકે મૃત્યુને જ ગણાવે છે. બાળકની ભાળવણી પણ તેઓ પ્રેમપૂર્વક મૃત્યુને જ કરે છે. કન્યા અને ક્રૉચ' કાવ્યમાં પણ કલાપીએ મૃત્યુને “મધુર' કહ્યું છે. મૃત્યુથી લોકો કેમ ડરતા હશે? એવો પ્રશ્ન કવિ કન્યાના મુખે મૂકે છે. મરનાર તો વધુ સુખી છે એવું એ જણાવે છે. વિરહ કરતાં મૃત્યુ વધુ મધુર ગણાવાયું છે. વૃદ્ધટેલિયો” નામના કાવ્યમાં કવિ મૃત્યુને સૌ કષ્ટના અંત તરીકે ઓળખાવે છે. પેલા વૃદ્ધનો એક પગ ચિતાની અગ્નિજવાળામાં છે. બીજો ઉપાડે તો કષ્ટનો અંત આવી જાય. મોતનો એને ડર નથી. “ડોલરની કળીને' કાવ્યમાં કવિ મૃત્યુની સાર્થકતાને બિરદાવતા મૃત્યુને સત્કાર યોગ્ય ગણાવે છે. “મૃત પુત્રી લાલાંની છબી દષ્ટિથી ખેસવતાં' કાવ્યમાં હૈયામાં મૃત પુત્રીની છબી આકારિત થતાં આંખમાં આંસુ આવ્યાની વાત થયા પછી તરત કવિને વિચાર આવે છે. ભૂલાયેલ દુઃખને ફરી ભૂલી જવું એજ યોગ્ય છે. મૃત્યુ પાછળ દુઃખ શાને? અર્થાત મૃત્યુ દુઃખદ નથી. તો “મધ્યમદશામાં મૃત્યુને કવિ કલાપીએ આધિ, વ્યાધિ અને દુઃખના સાચા ઇલાજરૂપ ગણાવ્યું છે. “જન્મદિવસ' કાવ્યમાં કલાપી મધુરમરણના સત્યને સ્વીકારવા અનુરોધ કરે છે. જો મરણ એજ સત્ય હોય તો રુદન શાને? જિંદગી કરતાં મૃત્યુ વધુ મધુર દિીસે છે. મૃત્યુ કડવો, પણ ઉજાસ છે. “ઇશ્કનો બંદોમાં કવિ “મોતની મીઠી પથારી'નો ઉલ્લેખ કરી મૃત્યુ મધુર હોવાનું કહે છે. “એ તો હમારી માદરે પાયું હમોને જન્મતા ને મોતની મીઠી પથારીમાં ભર્યું એ એ જ છે.” 3 (“ઇશ્કનો બંદો' પૃ. 358 “કલાપીનો કેકારવ') “હમીરજી ગોહેલ'નો હમીરજી પોતાને “મૃત્યુના મુસાફર' તરીકે ઓળખાવે છે. મૃત્યુના સત્કારની બધી તૈયારી એણે કરી લીધી હતી. અહીં મૃત્યુને સ્વજન ગણવામાં આવ્યું છે. એ અતિ મધુર અને કોમળ પણ છે. મૃત્યુ જ એમ કહેવા માગે છે કે માનવીઓશિકારીઓજ યમદેવ બની જાય છે. મૃગને ઊંચકી જવાનું ખુદ મૃત્યુને પસંદ નથી. તેથી તો મૃગને બચાવવા મૃત્યુ પોતે હમીરજીને આજીજી કરે છે. પણ બીજી બાજુ આ કષ્ટદાયી પીડાનો ઉપાય પણ કેવળ મૃત્યુ જ ને ? મૃત્યુ જ મુક્તિદાતા નહીં ? “દૂર છે'માં પણ જિંદગીમાં જે શાંતિસુખ ન મળ્યાં, એ મોતમાં મળવાની શ્રદ્ધા વ્યક્ત થઈ છે. અર્થાત મોત શાંતિપ્રદ. કવિ જટિલે તો મૃત્યુની સ્તુતિનું કાવ્ય કર્યું છે. “અવસાન સ્તુતિ' એ રીતે વિશિષ્ટ પ્રકારનું કાવ્ય છે. મૃત્યુથી ડરીને કોઈ ઈશ્વરની સ્તુતિ કરે, અહીં તો મૃત્યુની જ સ્તુતિ કરાઈ છે. સંહારના દેવતા ચંદ્રમૌલિના સંબોધનથી શંકરની સ્તુતિ એ જ “અવસાન સ્તુતિ', તો “મૃત્યુ' કાવ્યમાં કવિ જટિલના વિચારો વિધેયાત્મક છે. (‘કાવ્યાંગના” પુસ્તક) કવિ અહીં મૃત્યુને એમના નવજીવનની શક્તિદાત્રી સમાધિરૂપે વર્ણવે છે. તો “સંસ્પર્શ' નામના કાવ્યસંગ્રહમાં “મીઠી ટશર' નામના કાવ્યમાં જટિલે મૃત્યુ પછીના પ્રદેશનું વર્ણન કર્યું છે. જયાં સદાકાળ ચાંદની હોવાનું વર્ણવાયું છે. ને તેથી જ પોતાના મૃત્યુ પછી આંસુ ન સારવા સ્વજનોને વિનંતિ કરાઈ છે. કવિ બોટાદકર ‘પતંગ' કાવ્યમાં પતંગિયાના મૃત્યુને બિરદાવે છે. ને મૃત્યુની મંગલતા ગાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust