________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 153 કેવું અહો મરણરમ્ય પતંગ હારું? સર્વત્ર પ્રેમરસને વરસાવનારું” (“કલ્લોલિની' પૃ. 13) પ્રણયીને ખોળે શરીર સમર્પી દેનાર પતંગિયાના મૃત્યુને કવિ “વિરલ' ગણાવે છે. આ મૃત્યુ કવિની દષ્ટિએ તો “નિર્વાણ' છે. કવિએ પણ પતંગ જેવા રમ્પમંગલ મૃત્યુની ઝંખના અહીં વ્યક્ત કરી છે. તો સામે ચાલીને મરણમુખે હોમાતા સંગીતપ્રેમી મૃગના મૃત્યુને કવિ ‘વિરલ' અને “મીઠા મૃત્યુ' તરીકે બિરદાવે છે. (“મૃગ અને ઉદ્યાન”) રસજલનિધિમાં એકત્વ પામી તે અંતે “મીઠું મૃત્યુ પામ્યું હોવાનું કવિ કહે છે. “અવસાન' કાવ્યમાં (“સ્રોતસ્વિની') મૃત્યુ પછીના અનુભવની વાત કવિ કરે છે. મૃત્યુ પછી સંસારનાં કોઈ દુઃખ અસ્તિત્વ ધરાવતાં નથી. એ આશ્વાસનને લીધે વિતથ-મિથ્યા જગતમાંથી મનને ઊઠાવી લઈ પોતાના અસ્તિત્વને કોઈ અનેરી સૃષ્ટિમાં લઈ જવા જીવ ઉત્સુક બને છે. વિમલ વિશુદ્ધ જીવ મરણથી ડરતો નથી. હવે તો એ વિમલ મનથી શાંતિપૂર્ણ અને સ્વસ્થ રીતે મરવા ઇચ્છે છે. “બાલ્યસ્મરણ' કાવ્યમાં (“શૈવલિની') મૃત્યુને કવિએ સાચા દશ્ય તરીકે ને “અંતિમ સત્ય” તરીકે ઓળખાવ્યું છે. કવિ અહીં સંસારને ક્ષણભંગુર અને મૃત્યુને શાશ્વત સનાતન તત્ત્વ ગણાવે છે. “અભિલાષ' કાવ્યમાં જન્મમરણના ચકરાવામાંથી મુક્ત થવાની ઝંખના વ્યક્ત થઈ છે. સંસારના દુર્ગંધભર્યા ગર્તમાંથી છૂટવાની ઇચ્છા કાવ્યનાયક ધરાવે છે. લાંબો જીવનપથ કાપ્યા પછી વિસામાની, મોક્ષ મુક્તિની ઈચ્છા અહીં વ્યક્ત થઈ છે. કવિ ન્હાનાલાલ મૃત્યુ પછીના અમૃત જીવનની વાત “મારો મોરમાં કરે છે. (કેટલાંક કાવ્યો ભા.૩) મયૂરનું જગજીવન પૂરું થતાં અમૃતજીવન આરંભવાની વાત યોગી કરે છે. જન્મ મૃત્યુને-બંનેને કવિ ઉત્સવ-પર્વ ગણાવે છે. મૃત્યુ એટલે કવિને મન મુક્તિ. ‘વિદાય લેશો વીર'માં દુનિયાની વિદાય લેતા, દેવભૂમિમાં જનારાના પથને, મૃત્યુપથને કવિ “કલ્યાણપથ' કહે છે. દરેક વિચારકને મૃત્યુની પેલે પારના પ્રદેશને જાણવાની ઉત્કંઠા હોય. કાશીરામ દવેને અંજલિ આપતાં કવિ (‘ગુરુદેવ') સ્વર્ગ, વૈકુંઠ, અક્ષરલોકની પૃચ્છા કરે છે. તો “સૌરાષ્ટ્રનો સાર્ધમાં અનિત્યમાંથી નિત્યધામમાં ગયેલા, “સાત્ત તજી અક્ષરમાં ગયેલા એ સાધુ સંદર્ભે ઈલોકને અનિત્ય અને પરલોકને નિત્ય ગણાવે છે. “ધર્મરાયના પાર્ષદને વિદાય' (પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુ) (1941) કાવ્યને ધીરુભાઈ ઠાકર (અ. ગુ. વિ. 231) જાનાલાલની પ્રતિભામાંથી નીપજેલું મૃત્યવિષયક અમૂલ્ય રતન' ગણાવે છે. મૃત્યુની ભવ્યતા અને મંગલમયતાનું હૃદયસ્પર્શી નિરૂપણ ન્હાનાલાલે જ કરાવ્યાનું તેઓ કહે છે. સ્વજનના પ્રાણ લઈ જતા ધર્મરાયના પાર્ષદને વિદાય દેતી વખતે કવિ શોકને જીરવીને સ્વસ્થપણે મૃત્યુદૂતને” મોટા ઘરના મ્હોડવી તરીકે સત્કારવા આતુર છે. “અસ્થિરોમાં સ્થિર' (વેણુવિહાર, 1942) કાવ્યમાં મૃતતામાં અમૃત અંશો શોધવાની કવિની મથામણનો નિર્દેશ છે. કવિ કહે છે “મૃત્યુલોકને ઘાટ તૂટું છું અમૃતનું મંદિર” તો ભીષ્મના મૃત્યુને કવિ “જન્માન્તરના મહોત્સવ' તરીકે વર્ણવે છે. (‘કુરુક્ષેત્ર') મૃત્યુના પડદા પાછળના અમૃતને (આત્માની અમરતા) કવિ સનાતન ગણાવે છે. ને પાંડવોના મહાપ્રસ્થાનને તેઓ “કાળકારમું કહે છે. ‘દ્વારિકાપ્રલયમાં કૃષ્ણનિધનનું સુંદર નિરૂપણ કવિએ કર્યું છે. કવિ કહે છે “અવતાર પણ મૃત્યુમુક્ત નથી ને મૃત્યુ તો અમૃત છે ને મુક્તિ પણ.” “આત્મા છેઅમૃતજાયો ને દેહ છે મૃત્યજાયોમાં ગીતાની વાણીનો રણકાર સંભળાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust