________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 270 કાવ્યપુષ્યમાં પણ એ સદાય વસતો જ હોવાનો. કવિ મીનુ દેસાઈ “સ્વ. સાગલને અંજલિ આપતાં સદ્ગતની દર્દભરી સુરાવલિ હવે નહિ મળવાનું દુઃખ વ્યક્ત કરે છે. “યુગપ્રવર્તક તપસ્વીને'માં અર્વાચીન ગદ્ય તથા પદ્યસાહિત્યના પ્રણેતા નર્મદને અંજલિ આપતાં નર્મદને વાગીશ્વરીના પરમ પૂજારી તરીકે કવિ મીનુ દેસાઈએ બિરદાવ્યા છે. “શ્રી અરવિંદને કાવ્યમાં મૃત્યુને મુલાયમરૂપે વર્ણવ્યું છે. અહી “મોતને હસતું' નીરખવાનો અનુભવ શબ્દબદ્ધ થયો છે. “પદ્યપરાગ'ના કવિ કેશવ હ. શેઠે દેશ ખાતર ફના થઈ જતા શહીદોને અંજલિ આપતાં (‘શહીદની સમાધિ') શહીદોની અનસ્ત આતમજ્યોતનો નિર્દેશ કર્યો છે. ટાગોરને અંજલિ આપતાં કવિ (નિવાપાંજલિ') એમને “જનહૃદયના રાજવી “રાષ્ટ્ર-દષ્ટા' સૃષ્ટિના સંદેશાવાહક તથા ભારતના ભાનુ' જેવાં સુંદર વિશેષણોથી સ્નેહભરપૂર અંજલિ અર્પે છે. એ મૃત્યુનો નહિ માનવી ઓ જનહૃદયના રાજવી” તો “મુક્તાત્મન મોતીલાલજી' જતાં નવલખ તારલાને, ચંદ્ર હોવા છતાં નભ સૂનું થયાનું કવિ કહે છે. મુક્તિ મા જણ્યા મોંઘાં સંતાનનાં બલિદાનો લઈ લે છે. એનો એમને વસવસો છે. ‘વીર વિઠ્ઠલભાઈને' અંજલિ આપતાં કવિ તેમને ‘નૂરેવતન' કહી બિરદાવે છે. લાગણીના પૂરમાં તણાઈને ભારતભૂમિને કવિ “ભોગભૂખી' કહે છે. “નર્મદકવિને' અંજલિ આપતાં નર્મદને સુધારાનો ને સાહિત્યનો તપસી અને “તેજલવીર' કહે છે. “કલાપી' કાવ્યમાં કલાપીના અવસાન સાથે કમનીય કલાસ્વપ્ન સંકેલાયાનું કવિ અનુભવે છે. કલાપી જતાં કાવ્યકુંજો, વન ઉપવન પંખી, સૌ સ્નેહસૂનાં થયાં હોવાનું કવિ કહે છે. “ચરોતરનું મોતી શ્રી નરસિંહરાવના સપૂત મોતીભાઈને ભાવભીની અંજલિ આપતું કાવ્ય છે. ગુર્જરી કંઠેથી એ તેજલમાળને તોડી લેવાતાં કવિ વ્યથા અનુભવે છે. - કવિ કુસુમાકર “કવિ ન્હાનાલાલને અંજલિ આપતાં ન્હાનાલાલની વાણીમાં છલક્તા બ્રહ્મપરાગને તથા એમના અમર વાસંતી ફાગના મહિમાને બિરદાવે છે. તો “હૃદયકુંજ' કુસુમાકરે ગાંધીજીને આપેલી અંજલિ છે. યુગદરા ગાંધી મૃત્યુને પીનારા હતા. એમ કવિ કહે છે. આ ઉપરાંત બુદ્ધ તથા ઇસુને પણ અંજલિ અર્પી છે. કવિ કહે છે, અભિશપ્ત ને વ્યથિત જગત દુઃખભારે હીબકાં ભરતું હતું ત્યારે ઈસુ બીજાનાં પાપો પોતાને શિર લઈને સૌને મુક્ત કરતા. ગોવર્ધનરામના સર્જનને કુસુમાકર, પ્રભુનાં દ્વાર ખોલી આપનાર તત્ત્વ તરીકે વર્ણવે છે. કવિ કહે છે એ ચિંતક અને ઋષિકવિના સર્જનમાં દિવ્યામૃતની લક્ષ્મી, બુદ્ધિ અને શ્રીની યાચના હતાં. સાહિત્યના અમૃતસભર જયોતિધામે પોતાને લઈ જનાર કવિતાગુરુ “કાન્તને અંજલિ આપતાં કુસુમાકર કાન્તની કવિતાને “ઉપનિષદની ઋચાઓ કહે છે. જયમનગૌરી પાઠકજી એમના “તેજછાયા' સંગ્રહમાં “સ્વ. કમળાશંકર ત્રિવેદીને નિવાપાંજલિ' કાવ્યમાં સદ્દગતની ગુણપ્રશસ્તિ આપે છે. કવયિત્રી કહે છે, અનંતકાળ વહી જશે, તોય એ અક્ષરવાડીનાં પુષ્પો સુકાવાનાં નથી એમ કહી આંસુની હળવી શબ્દમાળ તેઓ સદ્ગત ગુરુને સમર્પે છે. દુર્ગેશ શુક્લ ગાંધીહત્યાને વ્યક્તિ હત્યા ન ગણતાં માંગલ્યહત્યા ગણાવે છે. ગોડસેએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust