SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 269 “રચી આપ્યું રસો હૈ સઃ મૃત્યુંજય રસાયન ધર્મગાથા સનાતન” 21 સાન્ત એકતારા વડે તેઓએ અનંતનું ગાન ગાયાનું કવિ વર્ણવે છે. “સ્વ. બોટાદકરને અંજલિ આપતાં કવિ બોટાદકરને ખડકસમા વજ મનના યોગી સાથે સરખાવી “શબ્દકશ્મ' તરીકે ઓળખાવે છે. એમના આંતચિંતે ઝમતાં કરુણરસને કવિ યાદ કરે છે. રમણલાલ વસંતલાલ દેસાઈ “કલાપીને અંજલિ કાવ્યમાં (‘નિહારિકા') કલાપીની કવિતાથી ગુર્જરભૂમિ રસાળી ને રૂપવતી બન્યાનું કહે છે. મોંઘો મયૂર ગગન વીંધીને કેમ ચાલ્યો ગયો એ સમજાતું નથી. કવિ મગનલાલ ભૂધરભાઈ પટેલ (પતીલ) “નર્મદાને'માં અનેક મૃતજનોને પણ યાદ કરી અંજલિ અર્પે છે. કવિ નર્મદાને પિતૃઓના પ્રેતના ઉદ્ધારક તત્ત્વ તરીકે અહીં બિરદાવે છે. ને મૃત્યુને ભેટવાની પોતાની ઉત્સુકતા વ્યક્ત કરે છે. કવિ હસિત બૂચે શિક્ષક “સ્વ. પ્રા. ચતુરભાઈને' અંજલિ આપતાં એમના સ્વભાવનું ગુણદર્શન કરાવ્યું છે. ગુરુનો હવે માત્ર સ્મરણ-સાક્ષાત્કાર જ નસીબમાં રહ્યો. ગુરુમૃત્યુને કવિ “કાળના છલ' તરીકે ઓળખાવે છે. વજ જેવા રહીનેય ગૂઢ પ્રેમ ઝરણું વહાવનારને સૌની વિખરાયેલી શક્તિને વ્યવસ્થિત કરી આપનાર સરદારને પણ કવિએ અંજલિ આપી છે. ‘તણખે તણખે અમર'માં સ્વાતંત્ર્યસંગ્રામમાં ખાખ થયેલાનો ઇતિહાસ વર્ણવી ગાંધી હત્યા માટે હૈયું બાળતાં કવિ કહે છે. સંત વીંધાયો, હરિનો જન વૈષ્ણવ ભારતનો આત્મ વીંધાયો 200 મૃત્યુ લઈને એ સંતે અમૃત ધર્યું ને તિમિર લઈ જગતમાં અજવાળું કર્યું. “રહ્યા ન ગાંધી’ કાવ્યમાં કવિ હસિત બૂચ મૃત્યુના દિવ્ય હસ્તનો નિર્દેશ કરે છે. મૃત્યુ ગાંધીને કૃતાર્થ થયાનું કવિ કહે છે. ને છતાં મૃત્યુ એ મૃત્યુ જ છે. ગાંધી હવે નથી, એ સત્ય ક્ષણે ક્ષણે કઠે છે. ગાંધી ગયા પછી એમની મઢેલી છબી સર્વત્ર દેખાય છે. બસ એટલું જ, કવિને ગાંધીજીનો વત્સલ મંગલધ્વનિ ફરી ફરી યાદ આવે છે. ધ્વનિ એનો'માં ગાંધી ઉદ્ગાર કાળની કલગી થઈને ફરતો હોવાનું કવિ કહે છે. કવિ કાન્તને અંજલિ આપતાં એ મૃદુહૃદયી કાન્તને કવિ હસિત બૂચ જાણે કે પ્રશ્ન કરે છે “ચક્રવાકી’ અમિત અવકાશમાં શમી ગઈ' ? કવિ જશભાઈ પટેલે પણ ગાંધીજીને અંજલિ આપતાં કાવ્યો રચ્યાં છે. (“પ્રત્યુષ') સ્વ. બાપુને' કાવ્યમાં બાપુને માટે કયું વિશેષણ વાપરવું એની મૂંઝવણ તેઓ અનુભવે છે. ગાંધીજીની હત્યાની કાલિમા કવિના ચિત્તને હલાવી ગઈ હતી. એ નિમિત્તે “જાનેવારીની ત્રીસમી' લખાયું. દરેક ત્રીસમી જાન્યુઆરીએ એમનો આત્મા કકળી ઊઠે છે. પણ એ તારીખ સાથે ગાંધીજીનું શુભનામ જોડાયેલું હોવાથી ગમે પણ ખરું. - કવિ સુરેશ ગાંધી (‘વરદાન) “સ્વ. કવિવર ટાગોરને'માં ટાગોરને અંજલિ આપતાં કહે છે. સંસ્કૃતિના મહાકવિ ટાગોર જાણે પદ્માસને પ્રસન્ન ચિત્તે રાજતા ન હોય ? દેહાવસાન થવા છતાં એમની ગીતવસંત તો પલ્લવપુષ્પ ઘેરઘેર મહોરતી રહી હોવાની શ્રદ્ધા કવિની તો રહી છે. “સ્વ. મલયાનિલને અંજલિ આપતાં “અનંતના શ્યામલ આંચલમાં પુષ્પપરાગ ઘેરા માર્ગમાં' એ વેરી ગયાનું કવિ કહે છે. સૌંદર્યનો પ્રવાસી અક્ષરરૂપે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy