________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 268 લઈ આવ્યાનું કવિ કહે છે. “થંભો હવે નિષ્ફળ અશ્રુ મારાં' ગાંધીજીની હત્યાની રાત્રેજ કરસનદાસ રચ્યું. આઘાતજન્ય વેદના અહીં સુપેરે ઘૂંટાઈને આવી છે. કવિ પોતાનાં નિષ્ફળ અશ્રુને થોભી જવા કહે છે. યુગોથી અંધકારની કંદરામાં આથડતા જીવને પરમ સત્યની કેડી ચીંધવા જેવી એકેક પળ જિંદગીની કણીએ કરીને પેટાવી પોતાનું સમર્પણ કરી જ્યોત આપી તે દીપ.... આગળ લખતાં કવિની વાણી, કલમ, હૈયું રુંધાય છે. ગાંધીજીનો નિશ્ચેતન દેહ સામે જ પડ્યો હોય તેમ ચિત્રાત્મક શૈલીમાં કવિ વર્ણન કરે છે. “જો એ તપસ્યા-દુબળા શરીરને ત્યાગી, ઊભા યોગી તમારી સામે” 03 ગાંધીજી પોતે જ જાણે સવેળા અશ્રુ લૂછી લઈ બાકી રહેલા જંગને ચાલુ રાખવા કહે છે. તે પોતે પહેલાની જેમજ હજુ એમની સાથે હોવાનું ગાંધીજી કહેતા ન હોય જાણે? ને તેથીજ કવિ પોતાનાં અશ્રુને થંભી જવા કહે છે. કથામાં વાંચ્યું “તું” કાવ્યમાં (“તીર્થોદક) પ્રેમશંકર ભટ્ટ ગાંધીજીએ દધિચી ઋષિ કરતાંય મોંધું બલિદાન આપ્યાનું કહે છે. જ્યારે હિંસાના દવમાં, માનવ્યનું સકલ શુભ પીંખાઈ રહ્યું હતું, ત્યારે મલકતે મુખે તેઓએ પોતાના આયુષ્યનું તર્પણ કર્યું. ‘ગાંધીજીની મૃત્યુતિથિમાં પણ ગાંધીજીને સાચવી ન શક્યાનો જ પશ્ચાત્તાપ વ્યક્ત થયો છે. ગાંધીની હત્યા વખતે મૂગું કંદન કરતી ધરિત્રી હીબકાં ભરતી લાગી હતી. દેવજી મોઢાએ “સ્વર્ગસ્થ ટાગોરને અંજલિ આપતાં (‘આરત') લખ્યું છે કે કવિવરનો સ્થૂલ દેહ ભલે સન્મુખ ન હોય તોપણ સ્થલકાલસીમા વિલોપી એમનો આત્મા અનંત અવકાશમાં સભર વ્યાપી રહ્યો છે. “સ્વ. બચુભાઈ રાવતને” (“તૃષા') અંજલિ આપતાં કવિ મોઢા જણાવે છે કે પાકી વયે ગયા તેથી શું? આપ્તજનોની વિદાય કોઈપણ ક્ષણે આકરી જ હોય છે. “ગયા....સુપ્યું ને ચરર.... ધ્વનિ ઊઠ્યો જાણે ઉતૈડાયું કશુંક ચિત્તથી 28 પંક્તિઓ ધારદાર છે. દેશળજી પરમારે “વીસમી સદી'ના સમર્થ પત્રકાર શ્રી “હાજી મહમ્મદ અલારખિયાના સાહિત્ય શ્રાદ્ધરૂપે “હાજી'નો સ્મારકગ્રંથ બહાર પાડવા વિચાર્યું. “હાજીના જ સ્મરણમાં રાજહંસ' નામનું એક “એલજી' કાવ્ય લખ્યું. જેને ચંદ્રવદન મહેતા સિવાય કોઈ સમજી શક્યું ન હતું. ૧૧/૧૦/૨પના મુંબઈથી ચંદ્રવદને લખેલા પત્રમાં કવિને તેઓએ “રાજહંસના રઢિયાળા લેખક તરીકે બિરદાવ્યા હતા. “વીર નર્મદને'માં કવિ દેશળજી પરમારે કવિ નર્મદનાં અર્પણોને મહાન ગણ્યાં છે. પોતાની જાતને કવિ ક્ષુદ્ર માને છે. નર્મદને કવિ ‘કાળમૃત્યુના વીર' તરીકે ઓળખાવે છે. “કલાપીની સમાધિ' પાસેની રમણીય શાંતિશોભાને વર્ણવતાં કવિ કહે છે. એમની સમાધિ પાસે શાંતિનો પારાવાર પમાય છે. ને સઘળી ઉપાધિ જાણે શમી જાય છે. “શ્રદ્ધાંજલિ' (૧૯૪૧)માં કવિવર રવીન્દ્રનાથના હૈયાને કવિ “બુદ્ધના પધ” સમું ગણાવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust