SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 267 સંસારની વેદનામાંથી મુક્ત કર્યાનું કવિ કહે છે. “કવિ ન્હાનાલાલને અંજલિ આપતાં મંગલમય મૃત્યુની સ્તુતિ કવિ કરે છે, ને “ગુર્જરકુંજ મોરલો' એમના ઈષ્ટધામે દેવોનું અમૃત પામે એવી કવિની અભ્યર્થના વ્યક્ત થઈ છે. યુવાન કવિ ગોવિંદ સ્વામીનું મૃત્યુ સુંદરમ્ પાસે પ્રશ્નાર્થ બનીને આવે છે. કમનીય વાસંતી પ્રભાતે ઉમંગભેર ટહેલવાની મનોરમ ઘડીએ કવિની કાંધે શબ બની ચડવાનું એણે પસંદ કર્યું. જલતરંગની જેમ પ્રશ્નો ઊભા કરનાર ગોવિંદનું મૃત્યુ કવિને બસ એટલી સમજ આપી ગયું કે “મૃત્યુના દરદની દવા' હજુ કોઈને જડી નથી. સ્વ. પંડિત નારાયણ મો. ખરે. ને અંજલિ આપતાં કવિ સદ્ગતના તંબૂરના તારના પ્રભાવને વ્યક્ત કરે છે. એમનાં ગીતો મૃત્યુને જીતવાનું બળ આપતાં. કવિ કહે છે. ઈહલોકમાં તો એમને મૃત્યુની થોડીઘણીયે બીક હતી. હવે તેઓ બેતાજ બાદશાહ બની અમરત્વનાં ગીત નિરાંતે ગાઈ શકશે. મૃત્યુનું અમૃત તેઓ એવું પીવડાવતા કે સૌને દેશકાજે મરવાનું મન થાય. “જીવંત ને અમૃત મૃત્યુ કેરું પિવાડતા ગાઈ હલકેથી મીઠી” 1 (‘ભક્તિધન નારદ') મહાભારતના જાજરમાન પાત્ર “દ્રિપદી'ને અંજલિ આપતાં કવિ સુંદરમ્ દ્રૌપદીના વિશિષ્ટ વ્યક્તિત્વને શબ્દબદ્ધ કરે છે. મૃત્યુની હિમાળી આંધી જીવનની ઉખાને ઠારી દે છે. અગ્નિની દુહિતા કેરી - ચિતા હિમમાં થઈ” 200 કર્ણ તરફની સહાનુભૂતિ પ્રગટ કરતું અંજલિકાવ્ય “કર્ણ કર્ણના જીવન તેમજ મૃત્યુનું કારુણ્ય વ્યક્ત કરે છે. “નવ કરશો કોઈ શોક' કહેનારની શોકમાં વીતેલી જિંદગીને યાદ કરી સુંદરમ્ કવિ નર્મદને અંજલિ આપે છે. નર્મદ માટે નહિ પણ પોતાના માટે કવિ શોક અનુભવે છે. ૧૯૫૮માં પ્રગટ થયેલા મધ્યાહન કાવ્યસંગ્રહમાં કવિ કરસનદાસ માણેક “એવું જ માગું મોત' નામનું સુંદર અંજલિકાવ્ય આપે છે. કસ્તુરબા ગાંધીના મૃત્યુએ પ્રેરેલું છતાં પ્રાસંગિકતાની સઘળી પરિસીમાઓ વટાવી જતું, મૃત્યુસમયના મહાભ્યને ગાતું આદર્શ કાવ્ય છે. “એને સ્મારક શાં ને સમાધિ શી” પણ કસ્તુરબાને અંજલિ આપતું કાવ્ય છે. જેમાં કસ્તુરબાના જીવનને બાહ્ય શિષ્ટાચારી અંજલિ ન હોવાનું કવિ પોતેજ કહે છે. “મૂર્તિમતી સલ્કિયા'ને વળી સ્મારક સમાધિ શાં? એમને તો બસ જગત માટે ફોરવું ગમ્યું. એક તેજ અંધકારને ઉજાળીને મહાતેજમાં વિરમી ગયું. “સ્વ. મહાદેવભાઈને' કાવ્યમાં શરૂમાં મહાદેવભાઈની ગુણપ્રશસ્તિ ગાઈ છે. તેમની દેશભક્તિ ખાંડાની ધાર જેવી હતી. મહાદેવભાઈને કવિ વિશ્વ પર ઊગેલા “સત્યના સૂરજ' તરીકે બિરદાવે છે. “રંગરંગ અમરત વીરા' કરસનદાસ માણેકે સ્વ. અમૃતલાલ શેઠને ઉદ્દેશી અંજલિકાવ્ય લખ્યું. કવિ કહે છે, તેઓએ અમરત પીધું ને પાઈ જાયું. અખંડ યુદ્ધનું કેસરરંગી ગાણું એમણે ગાઈ જાણ્યું. અણીશુદ્ધ સૈનિકની અદાથી અણનમ ઉલ્લાસ સાચવ્યો, ને જ્યાં જરૂર પડી ત્યાં ઝેરકટોરાય પી લીધા. “એક લોકોત્તર કમલ હેરી ગયું'માં (૧૮૫૭ની સ્વાતંત્ર્યલડતની શતાબ્દી નિમિત્તે) ગાંધીજીને બિરદાવતાં, દેશ ખાતર શહીદ બની અમરતાના પ્રવાસી બનેલા સૌને કવિ અહીં સ્મરે છે. શહીદોનાં મૃત્યુ તેમજ ગાંધીજીનું બલિદાન મુક્તિસંજીવની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy