________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 256 અનુરૂપ ભયાનક ચીતરી છે. ચેતનાનો સંચારવિહોણો, શૂન્યાવકાશ ચારેબાજુ સર્જાયો છે. સૌ અનંત સુષુપ્તિમાં છે. આચાર્યઘાતીને મુઠ્ઠીના પ્રપાતે અશ્વત્થામા મહાત કરે છે. રુધિરાંજલિ વડે પિતૃતર્પણ એ કરે છે. પુત્રો તથા ભાઈને મરાયેલા જોઈ પવનમાં કેળ કંપી ઊઠે, હાથીને જોઈ જળકમલિની ધ્રૂજી ઊઠે, ઉલ્કાપાતે નિઃશબ્દ રાત્રિ કમકમી ઊઠે, તેવી દ્વપદતનયાની અશ્રુધાર વહે છે. ને પછી એ મૂછ પામે છે. યુદ્ધની નિરર્થકતા સમજાય છે. કુંતી કહે છે. ભૂલી નથી પુત્રી લગાર હુંય જાણું જણ્યો જાય-નું દુઃખ શુંય” 179 યુદ્ધજન્ય વિનાશનું કવિએ હૃદયસ્પર્શી ચિત્ર દોર્યું છે. પાંચ પાંચ પુત્રે દ્રૌપદીની કૂખ ખાલી છે. ગાંધારીના પુત્રોય ગયા છે. કુલવિનાશ માટે સૌ પોતપોતાની જાતને દોષ દે છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી રણક્ષેત્ર પર મૃતવીરોનું અંતિમ દર્શન કરવા ગયેલા સ્ત્રીસમુદાયની હૃદયદ્રાવક વેદના “ગાંધારી' કાવ્યમાં વ્યક્ત થઈ છે. કૌરવ-વધૂના વિલાપ સાંભળીને જ ગાંધારીનું હૈયું હલી ઊહ્યું છે. મહેલોમાં સુખથી વસનારી પુષ્પકળી જેવી વધૂઓ રણક્ષેત્રમાં શોણિતથી ભીનાં થયેલાં શબોથી છવાયેલા રસ્તા પર ચાલે છે. કોઈક વળી પોતાના પતિના અસ્પષ્ટ મસ્તકને લઈ વિલાપે છે. કોઈક બેબાકળી સ્ત્રી પતિનું અંગ શોધી ન શકતાં વિષાદ અનુભવે છે. દુર્યોધનની પત્ની ભાનુમતી ગદાવિમુખ સૂતેલા મૃત પતિને ઉદ્દેશી વિલાપ કરે છે. ગાંધારીથી સુયોધન-છેદ ખાતો નથી. કર્ણની માતા રાધાનો વિલાપ પણ એવો જ દારુણ છે. જયારે કુંતી તો પુત્રના મૃત્યુ પર રડી પણ શકે તેમ નથી. ઉત્તરાનો વિલાપ ગાંધારીના હૃદયને હલાવી જાય છે. ગાંધારી પોતાનો આક્રોશ કૃષ્ણ પર ઠાલવે છે. નેત્રે નેત્રે નીતરે અશ્રુનેવ ના'વી તમોને શિશુઓની યે દયા?” 80 એક સ્ત્રી મૃત પતિને પૂછે છે, “કોના જ્યાથું કાય હોમી'? બીજી વળી એમની આવી દશા કરનાર ધર્મરાયને શોધે છે. એ બધી સ્ત્રીઓનું રુદન અંતર વલોવતી વેદનાને વાચા આપે છે. કારમી ચીસો, અર્ધદાવ્યાં ડૂસકાં હૈયું વલોવી નાખે છે. કવિ ગાંધારીના મુખે કહેવડાવે “જાણે ધરિત્રી હીબકાં ભરે છે” 81 ગાંધારી કૃષ્ણને, સામાન્ય માનવી જેવા મૃત્યુનો “અભિશાપ આપે છે, જેને વરદાન ગણી કૃષ્ણ સ્વીકારી લે છે. કવિ ઉમાશંકર ગાંધીજીના જીવન વડે મૃત્યુ અમર બની ગયાની વાત રેંટિયા બારશ' (૧૯૭૫)માં કરે છે. એમના શ્વાસનો પ્રેમળ ધાગો, એમના બલિદાને વિશેષ અમરત્વને પામે છે. | મનસુખલાલ ઝવેરીએ “અભિમન્યુ' કાવ્યમાં (‘ફૂલદોલ') અભિમન્યુના વીરત્વ સભર પરાક્રમ પછી દુશ્મનોના છલકપટ દ્વારા થયેલા મૃત્યુનું વેધક નિરૂપણ કર્યું છે. જાણે પાદપ્રહારે ધરણિ ધ્રુજાવતો કાળનો કાળ કૂદે” 182 અભિમન્યુનો આત્મા મહાજ્યોતિ બ્રહ્મમાં ભળી જતાં જગતમાં શોકસમુદ્ર છવાયાનું કવિએ કરેલું વર્ણન પણ અસરકારક છે. “અશ્વત્થામા યુદ્ધજન્ય વેદનાના ઓથારનું, ખાસ કરીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust