________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 255 રોપાય મંડપ મોતના ગુર્જરી કેરે ઘરઘરે” 15 ચારેય બાજુ ગહેકતા મરણમયૂરોનું સ્વાગત કરવા ઉત્સુક મીંઢળબંધા નવપરિણીતોની, શીશ સમર્પી દેવાની ભાવનાને કવિ અહીં શબ્દબદ્ધ કરે છે. રાજકીય બંદીવાનોની દશા સુધારવા માટે બોંતેર દિવસના મરણાંત અને અનશનને અંતે (1929) પોતાના દેહને મૃત્યુની ગોદમાં ધરી દેનાર જતીન્દ્રના મૃત્યુને કવિ “મંગલ અવસર' તરીકે બિરદાવતાં અશ્રુની વાદળીને દૂર ચાલી જવા કહે છે. યુદ્ધમાં ખપી જઈ અક્ષય કીર્તિ પામેલા કલ્યાણની કથામાં ચંદ્રવદન મહેતા વીરમૃત્યુનો સંદર્ભ રચી આપે છે. પુત્ર હણાતાં, મા અહીં દુઃખ નહિ, ગૌરવ અનુભવે છે. વીરમૃત્યુનું ગૌરવ અહીં પ્રસ્થાપિત થયું છે. સ્વતંત્રતા” કાવ્યમાં ચંદ્રવદને, મોત મેળવવા તલસતા વીરોનો ઉત્સાહ તેમજ અગાઉ શહીદ થયેલાની યાદને વાચા આપી છે. કાં તો સફળતા, અથવા વીરમૃત્યુ બસ બે જ વિકલ્પ છે. ને ત્યારે મૃત્યુ ય મીઠું લાગે. શહીદી મૃત્યુને મીઠું બનાવે. વતનપ્રેમી કવિ ચંદ્રવદને “ગુજરાત' કાવ્યમાં વતનમાં મૃત્યુ પામવાની ઇચ્છા વ્યક્ત કરીને, ખુમારીને દર્શાવી છે. કવિ ને રશ્મિએ “અગ્નિસ્નાન” (“પનઘટ')માં યુદ્ધજન્ય ભયાનક મૃત્યુની કરુણાને વ્યક્ત કરી છે. યુદ્ધની ભીષણતાનો વ્યાપક મૃત્યુસંદર્ભ કવિએ અહીં રચી આપ્યો છે. શહીદી'માં એક નરપુંગવને મૂલ્યશ્રદ્ધા વહોરવી પડતી શહીદીની વાત રજૂ કરવામાં આવી છે. મૃત્યુંજયીની છાતી ઘોર હત્યાકાંડ રોકવા માટે રુધિરે રંગાય છે. (‘નિજલીલા') યુદ્ધજન્ય વિષાદમાંથી મૈત્રી અને કરુણાનો સંદેશ પ્રસારિત થયાની વાત “હીરોશિમાની તે બાલિકાને (‘નિજલીલા') કાવ્યમાં જોવા મળે છે. એટમબોમ્બના વિસ્ફોટમાં નિશાળે જતાં બૂટની છૂટી ગયેલી દોરી બાંધતી ગભરુ કન્યાને, સંહાર તરફ ધસી રહેલા જગતરાષ્ટ્રોનાં વહાણો માટેની ઝબકતી દીવાદાંડી તરીકે ઓળખાવાઈ છે. તો પોતાની આત્મકથની કહેતા “એટમને કવિ “મૃત્યુદેવતા' કહે છે. નવારૂપે એ જ યમદેવતા છે. એટમ પ્રલયની પીઠ પર નવસર્જનના ડમરુના ભીષણ તાલે તાલે તાંડવ કરતા રુદ્ર નટરાજ તરીકે પણ ગણી શકાય. કવિ ઉમાશંકર ૧૯૩૧માં વિશ્વશાંતિ' કવિતા લઈને આવે છે. કવિની ચિંતા પછી તો વિશેષપણે કારમી વાસ્તવિકતા નથી. પ્રતિસ્પર્ધીઓએ ખડકેલાં અણુશસ્ત્રના પરિણામરૂપે સર્જાયેલી વિશ્વયુદ્ધની ભીષણતાને કવિ સંવેદ્યા વિના કે વાચા આપ્યા વિના રહી નથી શક્યા. તેથીજ તો ગાંધીજીને તેઓએ મૂર્તિમતી અહિંસા તેમજ “જીવનના વિરાટ’ ‘કલાધર' ગણાવ્યા. સ્વાતંત્ર્યસંગ્રામના સંદર્ભમાં “મરણ સાટ” મુક્તિને વરવાનો મક્કમ નિર્ધાર વર્ણવતા કવિ શહીદોનાં સ્મરણમોંઘા મૃત્યુની પ્રતીતિ કરાવે છે. ઉમંગને ઉલટભેર જાણે મૃત્યુનાં તાંડવ નાચ્યાં. “કર્ણકૃષ્ણ' (‘પ્રાચીના')માં યુદ્ધનાં નગારાં સાંભળતાં કર્ણ મૃત્યુને ધ્રુવતત્ત્વ તરીકે સ્વીકારવાનો નિર્ણય કરે છે. હવે નહીં જન્મ, ન જોવું જીવન હવે રહ્યું જ્યાં, ધ્રુવ મૃત્યુ એક” 178 - ૧૯મા દિવસનું પ્રભાતમાં પણ યુદ્ધજન્ય મૃત્યુમાંથી નીપજતો કરુણ વહ્યો છે. ચોમેર વ્યાપેલા મૃત્યુના સામ્રાજ્યની વાત કવિ કરે છે. પ્રકૃતિને પણ કવિએ અહીં પ્રસંગને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust