________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 254 રાખે છે. “ફૂલમાળ' (1931) કાવ્ય સ્વ. વીરભગતસિંહને અપાયેલી ફાંસીના પ્રસંગને વણે છે. કવિ કહે છે “વીરા તારી નહિ રે જપે પ્રાણઝાળ ઠારેલી ભલે ટાઢિયું હોજી....જી ટાઢી ઠારી દેવાથી કાંઈ પ્રાણઝાળ ઠરવાની નથી. એક ભગતસિંહ મરાતાં બીજા હજાર . પ્રગટવાના. કવિ મેઘાણીએ ભગતસિંહની શહાદતને ભરપૂર વત્સલતાથી લાડ લડાવ્યા છે. કાચી કળી જેવી ઉંમરમાં ભગતસિંહે શહાદતની ભભૂત ચોળી હતી. ભગતસિંહને ફાંસી અપાઈ નથી. “ફૂલમાળ' પહેરાવાઈ છે. સામે ચાલીને મૃત્યુને પોંખણે ગયેલા ભગતસિંહને કવિ ઉત્સાહથી બિરદાવે છે. “આખરી સંદેશ”માં “ધી ન્યુઝ ઑફ એટલ' નામના અંગ્રેજી બેલેડને આધારે કવિ મેઘાણી અશુભ સમાચાર લઈ આવનાર રણદૂતના મૌનનો વિશિષ્ટ સંત ગૂંથે છે. “કુલવંતીના કંથ” “જીવતા છે કે મરેલા” એ એકજ પૃચ્છાના જવાબમાં રણદૂતની સુકાયેલી જીભ, નીચે ઝૂકેલી આંખ સાથે, ભાંગેલો ભાલો ઝુલાવી, ત્રિરંગી ધ્વજ ફરકાવવા સૌને જણાવે છે. દેશકાજે મૃત્યુને પરાજિત કરનાર વીરોની ગાથાનો આ સંદેશ છે. રવીન્દ્રનાથના કથાગીત “બંદીવીર' પરથી રચાયેલા “વીરબંદો'માં શીખોના પુત્રો પાસે જયગુરુદેવના નાદે હાથ જોડી ઝૂકી જતા જીવનમૃત્યુને કવિ નિરૂપે છે. યુદ્ધમાં શીખો અને મુગલોએ મરણબાથ ભરી - | ને “એક દિન પંચસિંધુને તીર મચી ગઈ શહીદ-શબોની ભીડ 101 શ્રીમતી લોકસ્તેના “સમ બડીઝ ડાર્લિંગ પરથી શહાદતને વરેલા અજાણ્યા લાડકવાયાનું ગીત “કોઈનો લાડકવાયો' કવિએ રચ્યું. એ લાડકવાયાની ચિરશાંતિમાં ખલેલ ન પડે માટે હળવેકથી પગ સંચરવા કવિ સૌને વિનવે છે. ધૂપસળી ધરી પ્રણામ કરી કાનમાં પ્રભુપદ ઉચ્ચરવા જણાવે છે. “સૂના સમદરની પાળે પણ અનુસર્જન છે. દૂર સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયા પછી એક નમતી સાંજે છેલ્લા શ્વાસ લઈ રહેલા યુવાને એના સાથીદારને આપેલા સંદેશની વાત છે. બાપુની તેગ ટોડલે ઝુલાવી ત્યાં ઘીનો દીવો પેટાવવા કહેણ મોકલેલ છે. ચાંદનીરસિત સુદ આઠમની રાતના આ પ્રેમપંખેરું ઊડી ગયાનો સંદેશો મરનારની પ્રિય પત્નીને આપવા પણ અહીં જણાવાયું છે. પોતાના દાંપત્ય સુખનો ટૂંકો ઇતિહાસ સંદેશવાહકને કહી એ વીર અંતિમ વિસામે પહોંચી જાય છે. “ધરણી માગે છે ભોગ' ૧૯૩૦ના સંગ્રામકાળના પ્રારંભે લખાયેલું એક મૌલિક કાવ્ય છે. જેમાં વતન માટે કબરમાંથી કંકાલોને, મસાણનાં મડદાંને પણ ઊભાં કરવાનો આદેશ અપાય છે. સૈનિક ત્રિવિક્રમના શબનું દર્શન કરતાં ૧૯૩૦માં કારાવાસમાં “મૃત્યુનો ગરબો' કાવ્ય લખાય છે. જેમાં મૃત્યુને મંગલરૂપે વર્ણવ્યું છે. નિર્ભય લોકોને મૃત્યુદેવીનું મુખ સુંદર અને રળિયાત લાગે છે. “શિવાજીનું હાલરડું' ('કિલ્લોલ')માં સીધો મૃત્યુસંદર્ભ નથી. પણ ભાવિ મોતની એંધાણી જરૂર અપાઈ છે. પછી તો મોતના ટાઢા વાયુ વાવાના છે જ છે. તેથી, બાળકને, શિવાજીને જીજીબાઈ, માની ગોદમાં નિરાંતે ઊંઘી લેવા જણાવે છે. - ૧૯૪૦માં મેઘાણી “એકતારો આપે છે. ૧૯૩૦ના રાષ્ટ્રસંગ્રામને ઉદ્દેશી લખાયેલા “મોતના કંકુઘોળણ' કાવ્યમાં “રાષ્ટ્રકાજે મૃત્યુ પામવાની વાતને કવિ અદકો લગ્નોત્સવ તરીકે ઓળખાવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust