________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 35 મૃત્યુને વ્યક્તિના જીવનના એક ભાગ તરીકે ઓળખાવે છે. “મરવું એટલે એક નવી જિંદગી’ એમ કહેતા આ બાળક આત્માને અમર માને છે. કિશોરો મૃત્યુ વિશે શું વિચારે છે? એનો અભ્યાસ રોબર્ટ કેસ્ટનબીએ “કાળ અને મૃત્યુ' નામના એમના લેખમાં શબ્દબદ્ધ કર્યો છે. કિશોરો મૃત્યુ વિશે અત્યારથી કશું વિચારવા માગતા નથી. દક્ષિણ કેલિફોર્નિયામાં મધ્યમકક્ષાની એક શાળાના બસોસાંઈઠ વિદ્યાર્થી ભાઈબહેનને અભ્યાસી કેટલાંક તારણો તેઓએ કાઢ્યાં છે. કિશોરોના વિચારો અને વિષયોની ફેઈમમાં “મૃત્યુ ને લગભગ કોઈ સ્થાન નથી. તેમ છતાં ક્યારેક સમય મળે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ આના વિશે વિચાર કર્યો છે. દેવળની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ને ધાર્મિક વૃત્તિના વિદ્યાર્થીઓ મૃત્યુ વિશે સચેત હતા. કિશોરો સામાન્ય રીતે મૃત્યુના વિચારોને પોતાનાથી દૂર રાખે છે. એટલું જ નહિ, જુદી જુદી રીતે મૃત્યુ સાથે સંકળાયેલા હોય, એવા વિષયોથી પણ દૂર ભાગવાનો તેઓ પ્રયત્ન કરતા હોય છે. અસ્વસ્થ તેમજ માનસિક માંદગી અનુભવતા માનવોનો મૃત્યુ પરત્વેનો દષ્ટિકોણ હર્મન ફિફલે વિચાર્યો છે. માનસિક રોગના કેટલાક દરદીઓના મનમાં મૃત્યુના વિચારો સતત ઘોળાયા કરતા હોય છે. કયા રોગના દરદથી મરવાનું પસંદ કરવું ? એ પ્રશ્નના જવાબમાં મોટા ભાગનાઓએ રિલાયા વિનાનું ઝડપી મૃત્યુ ઇચ્છયું. મૃત્યુના વાસ્તવને જગજાહેર બનાવી વધુ દુર્બોધ બનાવાયું છે. મરતા દરદીઓ ડોક્ટરની મૃત્યુભીતિને વધુ સતેજ બનાવે છે. તેથી તેઓમાં ક્યારેક મૃત્યુ વિષે “કાઉન્ટર ફોબિક વલણ જોવા મળે છે. છે. કેટલાક એમ વિચારે છે ને કહે પણ છે કે “મરતા માણસો પાસે મૃત્યુની વાત કરવી એ ક્રૂરતા છે.” પણ હર્મન ફિફલનાં તારણો કંઈક જુદું જ કહે છે. “મરતા દરદીઓને મૃત્યુ વિષયક વિચારો અને લાગણીઓ વિશે ઘણું ઘણું કહેવાનું હોય છે. પણ આપણે જ એ માટે દ્વાર બંધ કરી દઈએ છીએ. હર્મનફિફેલ કહે છે, "Death is one of the essential realities of life." 67 આવનાર “મૃત્યુ એ ચિંતાનો વિષય હોતો નથી. પણ માનવની કરુણતા એ છે કે એ અપરિપક્વ રીતે ને મોભા વિના મરે છે. કેટલાકને મતે મૃત્યુ, પીડામાંથી મુક્તિ અપાવનાર શાંતિદાયક નિદ્રામાં લઈ જનાર મિત્ર ગણાયું છે. કાર્લા ગોલીબ મૃત્યુને માનવ અસ્તિત્વના એક ચોક્કસ શૃંગ તરીકે ઓળખાવે છે. તે ડેવીડ જી. મેન્ડેલબોમ “દફનવિધિના સામાજિક ઉપયોગો' નામના લેખમાં મૃત્યુ પામેલી વ્યક્તિની હયાત રહેલી વ્યક્તિ પર થતી ઊંડી અસરનો નિર્દેશ કરે છે. કેટલાક પ્રદેશોમાં મૃત્યુને એક સુખદ ઘટના ગણવામાં આવે છે. “શોક અને ધર્મ નામના લેખમાં એગર. એન. જેક્સન કહે છે “મરનાર વ્યક્તિઓના અસ્થિની એટલે કે એના દર્શનની તથા એની અન્ય વસ્તુઓની જીવંત વ્યક્તિઓ પર ઊંડી અસર થાય છે. મૃત્યુની વાસ્તવિક્તા તથા સ્વજનોથી વિખૂટા પડવાની પ્રક્રિયા એમને દુઃખ પહોંચાડે છે. તો બીજી બાજુ એક માન્યતા એવી પણ છે કે દિશા અને કાળની પેલે પાર ક્યાંક શાશ્વતતાનું મહામૂલ્ય રહેલું છે. આર્નોલ્ડ એ હડ્ડનેકર એમના “દાક્તરી અને પ્રાયોગિક અભ્યાસ' નામના લેખમાં જણાવે છે કે “જિંદગી અને મૃત્યુના માનવજીવન સાથેના સંબંધનું દાક્તરો અવલોકન કરતા હોય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust