SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 36 - ડૉ. ફેન્કંડેર કહે છે “મરનાર દરદી પોતાના અંત ભાગે મૃત્યુ વિશે જાણતો જ હોય છે. ને જીવન છોડી દેવા એ તૈયાર પણ હોય છે. દરદીઓ અંતે પોતાની જાત સાથે સુલેહ કરી જ લેતા હોય છે. તેઓ સમજી સ્વીકારી લે છે કે “જીવનસંગ્રામ પૂરો થયો છે' મરણપથારી પરનાં દરદીઓનું અવલોકન કરતાં ફલિત થાય છે કે મૃત્યુની બીક મરનાર માણસ કરતાં સાજાસમા એમના અન્ય સ્વજનોને વિશેષ હોય છે. આ જીરોલ્ડ જે. એસોન્સન “મરણશીલ દરદીની સારવાર' નામના લેખમાં દરદીઓની મનઃસ્થિતિ તથા તેમની સાથેની ડોક્ટર તથા સ્વજનોની વર્તણૂક વિષેના વિચારો રજૂ કરે છે. છેક મૃત્યુ આવી પહોંચે ત્યાં સુધી દરદીની જીવનઆશા મરવી ન જોઈએ. ને છતાં પરિસ્થિતિની ગંભીરતા પણ જળવાવી જોઈએ. દરદીને તેના મૃત્યુ અંગેનો સંકેત આપવાની વાત ઘણી સૂક્ષ્મતા, યુક્તિ તથા સમયની સાવચેતી માંગી લે છે. આઈસ્લર તેના “સાઈક્યા ટ્રસ્ટ ઍન્ડ ધી ડાઈંગ પેશન્ટ' નામના પુસ્તકમાં જણાવે છે કે “બીજા બધાએ દરદીના મૃત્યુની રાહ જોતા હોય તેમ ગોળ કુંડાળામાં ત્યાં બેસી ન જવું જોઈએ.” લોકોની અણઘડ રીતે મરવાની રીત પર તેઓએ અણગમો વ્યક્ત કર્યો છે. - “ડૉક્ટર અને મૃત્ય' નામના લેખમાં ઑગસ્ટ કેસ્પર લખે છે “દાક્તરી માવજત કે સારવાર ઊર્મિ કે ઉષ્માથી સભર ન હોય તો દરદી કોઈક ઊંડા અંધકારમાં ધકેલાઈ જાય છે. જ્યાં એને મૃત્યુ સિવાય કશું દેખાતું નથી, ને ત્યારે થોડીઘણી બાકી રહેલી જિંદગી પણ એ ટકાવી શકશે કે કેમ એની શંકા થાય છે. ધાર્મિક વલણવાળા સભ્યો પોતાના મૃત્યુ વિષે વારંવાર ચર્ચા કરવા તૈયાર હોય છે. જ્યારે બિનધાર્મિક વૃત્તિવાળા માણસો મૃત્યુને જીવનના કુદરતી અંત રૂપે જુએ છે. તેમને માટે મૃત્યુ એ પરાકાષ્ઠા નથી, પણ ગુલાબના વિખરાઈ જવા જેવી પ્રક્રિયા છે. મૃત્યુ અંગેની ચિંતા ઘટાડવા લેખકે જીવનના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. તેમજ મૃત્યુ પછીના જીવનને પણ મહત્ત્વ આપવાની વાત કરી છે. મૃત્યુના પ્રશ્ન પરત્વે ઘણી જાગૃતિ રાખવા પણ જણાવ્યું છે. છે. ગ્રીક તેમજ યુરોપીય સાહિત્યમાં, ખાસ કરીને કવિતામાં મૃત્યવિષયક ચિંતન અવારનવાર પ્રગટ થયેલું જોવા મળે છે. માનવજીવનની ક્ષણભંગુરતાનું સત્ય કવિ હોમરે પિછાન્યું હતું. તેઓએ કહ્યું "The heroes are the dying one, on the battle field of life, death is the end of the fight." સોફોફિલસની ગ્રીક ટ્રેજડીમાં મૃત્યુ આ રીતે નિરૂપાયું છે. ભયંકર કરાલ મૃત્યુ અવનિ પરે વ્યોમમાં છવાય અહીં પુષ્પમાં, ફળફળાદિમાં, ઘાસમાં સમાં છવાય અહીં મૃત્યુ, કો જનની ગર્ભમાં, સર્વત્રમાં મરે કરુણ મૃત્યુમાં “અખિલ' આર્તનાદે ભર્યું છે - (બે ગ્રીક ટ્રેજેડિ) તો દાન્તનો “ઈન્ફર્ને મૃત્યુની જ અભિવ્યક્તિ નહિ તો બીજું શું? “ઈન્ફર્ની એ એક કાળું નરક છે. લંબાવેલું મૃત્યુ.” દાત્તે કહે છે "Death ultimately means agony, chaos, despair." યુરોપીય કવિતામાં પણ મૃત્યવિષયક ચિંતનનું રમણીય સ્વરૂપ જોવા મળે છે. બ્રાઉનીંગ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy