________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 34 માનતાં. પાંચથી છ વર્ષનાં બાળકો મૃત્યુને કોઈ ચોક્કસ ઘટના તરીકે સ્વીકારવા શક્તિમાન ન હતાં. “મૃત્યુ'ના અસ્તિત્વથી તેઓ અજાણ ન હતાં. પરંતુ “મૃત્યુ' ને ક્રમશઃ કે ક્ષણિક વસ્તુ તરીકે જોતાં. - બીજા સ્તબકનાં બાળકોના જૂથમાં (છ થી નવનાં) મોટાભાગનાં બાળકોએ મૃત્યુને મૂર્તિમંત સ્વરૂપે કલ્પેલું. કોઈક વળી મૃત્યુને બરફ જેવું શ્વેત કલ્યું છે, તો કોઈકને એ હાડપિંજર જેવું દેખાય છે. મૃત્યુને અત્યંત મૂર્તિમંત માનતા બાળકને તો એનાં પગલાંનાં નિશાન પણ દેખાય. મૃત્યુને તેઓ જડમૂળથી ઉખેડી નાખવા માગતાં. નવ વર્ષને અગિયાર મહિનાના એક છોકરાએ મૃત્યુને ખૂબ ખતરનાક ગણાવ્યું હતું. તે એમ માનતો કે રાત્રે મૃત્યુ દરેકની પાસે આવે છે, ને સવાર પડતાં અદશ્ય થઈ જાય છે. ચાર વર્ષ ને નવ માસના એક બાળકને તો મૃત્યુનું સરનામું જાણવું હતું. જેથી એ ત્યાં જઈ એને મારી શકે. એક બાળક મૃત્યુને એટલા માટે ખરાબ માનતું કે મૃત્યુ માનવને જીવતો અટકાવી દે છે. આઠ વર્ષ ને પાંચ માસનો એક છોકરો, મૃત્યુ હાથમાં દાતરડું રાખતું હોવાનું માનતો. મૃત્યુ ખરાબ હોવાથી એને ઘર હોતાં નથી, ને તેથી એ આમતેમ રઝળ્યા કરે છે. પંદરેક ટકા બાળકો સાંજે મૃત્યુ વિષે વિચારવા ટેવાયેલાં હતાં. મૃત્યુ સાથે અંધકારને ગાઢ સંબંધ હોવાનું ય તેઓ માનતાં. “મૃત્યુમાનવ” મુખ્યત્વે રાત્રે આવતો હોવાની તેઓની કલ્પના હતી. કેટલાંક બાળકો મૃત્યુ પામેલી વ્યક્તિની જગ્યાએ “મૃત્યુ” જ શબ્દ વાપરતાં. સાત વર્ષ ને અગિયાર માસની છોકરી એ. સી. માને છે કે “મૃત્યુ બોલી શકતું નથી કે ચાલી શકતું નથી. મૃત્યુ મોટેભાગે કબ્રસ્તાનમાં જ હોય છે. માણસ જ્યારે મરી જાય છે, ત્યારે એ મૃત્યુબની જાય છે. બી. એમ. નામનો આઠ વર્ષ ને બે માસનો છોકરો જણાવે છે “મૃત્યુ જીવિત ન હોવાથી વાત કરી શકતું નથી, એને મન હોતું નથી, એ લખી વાંચી શકતું નથી. કારણ એનામાં ચૈતન્ય નથી. આમાંના પોણાભાગનાં બાળકો મૃત્યુને એક વિશિષ્ટ વ્યક્તિત્વ તરીકે કલ્પતાં. પહેલા જૂથની અપેક્ષાએ બીજા જૂથમાં વાસ્તવની સમજ વિસ્તરેલી જોવા મળે છે. પહેલું જૂથ તો મૃત્યુનો અસ્વીકાર જ કરે છે. જ્યારે બીજું જૂથ મૃત્યુનું અસ્તિત્વ તો સ્વીકારે છે, પણ બીજી બાજુ મૃત્યુના વિચાર પ્રત્યે સખત અણગમો ધરાવે છે. એને ક્યાંનું ક્યાં દૂર ફેંકી દઈ શકાય તો સારું એમ તેઓ માનતાં. - ત્રીજા સ્તબકનાં બાળકોએ મૃત્યુને મહદ્દઅંશે “શારીરિક પ્રવૃત્તિની સ્થગિતતા' તરીકે ઓળખાવ્યું છે. નવ તથા તેની ઉપરનાં બાળકો મૃત્યુને પાર્થિવ જિંદગીના અંત તરીકે ઓળખતાં શીખી જાય છે. તેઓ જ્યારે એમ સમજતાં થાય છે કે “મૃત્યુની પ્રક્રિયા આપણી અંદર જ થયા કરે છે ત્યારે એમને મૃત્યુના વૈશ્વિક સ્વરૂપની ઓળખ થાય છે. એફ. ઈ. નામની દસ વર્ષની એક છોકરી “મૃત્યુ એટલે ગુજરી જવું” એમ કહે છે. જેમાંથી આપણું શરીર પછી ઉત્થાન પામતું નથી. એવા મૃત્યુને એ કરમાઈ ગયેલા ફૂલ જેવું કહે છે. નવા વર્ષ ચાર માસની સી. જી. નામની છોકરી મૃત્યુને જિંદગીના “અંત' તરીકે ઓળખાવે છે. નવ વર્ષ અને અગિયાર માસનો એફ. જી. જાણે છે કે, “મૃત્યુના પ્રહારમાંથી કોઈ છટકી શકતું નથી.” એ કહે છે “શરીર મરી જાય છે, આત્મા જીવે છે. જો કે આ છોકરો એટલું જાણે છે કે, “મૃત્યુનો ચિતાર એ પોતે મૃત્યુ નથી.' નવ વર્ષ ને ચાર માસનો એસ. ટી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust