________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 245 છંટકાવનો અનુભવ વ્યક્ત થયો છે. આત્માની અંદર ડોકિયું કરનાર તપસ્વી ચિત્તને સતત કોઈ દિવ્યભવ્ય રૂપ હસતું ઢોળાતું અનુભવાયું છે. “યાત્રાવિરામ'માં સાંકેતિક રીતે જીવનયાત્રાના વિરામની, મૃત્યુની વાત કહેવાઈ છે. મૃત્યુ પછીના વિશાળ દિવ્ય મંગલ ચૈતન્યાનુભવની વાત કરાઈ છે. “મુક્તિ' કાવ્યમાં પ્રજારામે મૃત્યુદ્વારા પસાતી મુક્તિની સુગંધના સ્પર્શે કાવ્યનાયકનો પ્રાણ જાણે જાગી ઊઠતો બતાવ્યો છે. મૃત્યુને કવિ મુક્તિગંગાનો ઘાટ' કહે છે. (‘પદ્મા') શ્રી અરવિંદના “જિંદગી' કાવ્યના અનુવાદકાવ્યમાં જીવ અને શિવના સાયુજ્યનો નિર્દેશ થયો છે. જીવનમાં તૃષ્ણાનો અભાવ, ને મૃત્યુના શોકનો અભાવ જીવન તેમજ મૃત્યુ બંનેનું મંગલ દર્શન કરાવે છે. કેડી'ના કવિ બાદરાયણ પણ મૃત્યુને ચિરમુક્તિનું દ્વાર કહે છે. “મૃત્યુદ્વાર ચિરમુક્તિનું કાવ્યમાં ભારપૂર્વક કવિ જણાવે છે કે, મરણજીવનના ચૈતન્યસ્રોતને છિન્ન કરી શકતું નથી. . મનુષ્ય અજ્ઞાન અને મમત્વને કારણે રડે છે. બાકી મૃત્યુ મંગલમંદિરનું દ્વાર જ છે. કવિ અમીદાસ કાણકિયા આત્માને ઉદ્બોધી રચેલા ઊર્ધ્વપ્રયાણ' કાવ્યમાં “મૃત્યુને મંગલમહોત્સવ’ કહે છે. પેલે પાર જનાર આત્મા કોઈ નવીન દિવ્ય તેજનું દર્શન કરે છે. જનાર જીવને પૂર્વમાં શાંત વરેણ્ય શ્રેષ્ઠ પ્રકાશ દેખાય છે. કુદરતમાં ચારેબાજુ નવું સૌંદર્ય લહેરાતું અનુભવાય છે. જનાર સ્વજન પ્રિયતમાને જાણે મૃત્યુની મંગલતાનો પરિચય આપે છે. ત્યાં દૂર ઉન્નત શૈલશૃંગો નવી શોભા વધારે છે. જનાર આત્માને સત્કારવા જાણે ધીરે રવે મૃદંગો બાજે છે. એ દિવ્ય ધામમાં દિવ્યજીવન સિંધુસ્રોત સદા મહાલે છે. જયાં સ્થળકાળનાં બંધનો વિરમી જાય છે. “મંગલમૂર્તિ કાવ્યમાં (દીપજયોતિ') પણ મૃત્યુને મંગલમૂર્તિ તરીકે કવિ ઓળખાવે છે. કવિકલમ અહી મૃત્યુને જાણે શણગાર સજાવે છે. સમૃદ્ધ અને સુંદર એવા આ જીવન જગત બાગનો માળી જડ અને કાલજીર્ણ થયેલાને ઉછેદી ફેંકી દઈ બાગને સુંદર ને પ્રફુલ્લિત રાખે છે. મૃત્યુ દ્વારા જીવન જગતનો બાગ સુંદર રહેતો હોવાનું કવિ કહે છે. કવિ નટવરલાલ પટેલ “જવું છે પરગામ' કાવ્યમાં સાંકેતિક રીતે, “મૃત્યુ' શબ્દનો વિનિયોગ કર્યા વિના મૃત્યુ પછીના અગમ્ય મંગલ પ્રદેશમાં જઈ આરામ અને શાંતિ મેળવવાની જીવની ઝંખનાને વ્યક્ત કરે છે. જે મૃત્યુની મંગલતાનું જ દર્શન કરાવે છે. કવિ ચાંપશીભાઈ ઉદેશી મૃત્યુને નવજીવનનું દ્વાર ગણાવે છે. (‘મૃત્યુ') મૃત્યુ એમની દષ્ટિએ જીર્ણોદ્ધાર છે. સંસારનાં કર્મોના પ્રતિનિધિરૂપ મૃત્યુ મંગલ જ હોય એવી એમની શ્રદ્ધા છે. ગાંધીયુગ-પ્રેમ અને મૃત્યુ પ્રેમ, મૃત્યુ અને કરુણતા પરસ્પર અત્યંત નિકટતાથી સંકળાયેલાં તત્ત્વો છે. આ તત્ત્વોને અલગ અલગ વિચારવાનું મુશ્કેલ બને તેમ છે. તેમ છતાં, કવિઓએ મૃત્યુ કરતાં પણ “પ્રેમને વધુ ઉમદા ગણાવ્યો છે. મૃત્યુ પર કોઈ વિજય ન મેળવી શકે, પણ પ્રેમ મેળવી શકે. ગુજરાતી કવિતામાં દરેક યુગમાં મૃત્યુ પર પ્રેમના પ્રભાવ, તથા પ્રેમની અમરતાનો નિર્દેશ થયો છે. ગાંધીયુગના કવિઓએ પણ પ્રેમની અમરતાને મન મૂકીને ગાઈ છે. કવિ રા. વિ. પાઠકે. “છેલ્લું દર્શન'માં “પ્રેમ અને મૃત્યુમાં કોણ ચડે? એ કહેવું મુશ્કેલ બને એ રીતે બંનેની જોરદાર અભિવ્યક્તિ કરી છે. સ્વજનના ચહેરા પર મૃત્યુની લિપિ વાંચતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust