________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 246 દુઃખ પણ છે. તો સાથે સાથે બુદ્ધિ અને હૃદયનું કંઠ પણ છે. આંખમાં આંસુ તો આવી જ ગયાં છે એને ખાળી કાળજા પર પથ્થર મૂકી “છેલ્લું દર્શન' નયનને કરી લેવા કવિ વિનવે છે. અહીં તત્ત્વજ્ઞાનીની તટસ્થતાને બદલે સંયમની વેદના વધુ કરુણગર્ભ બને છે. સનાતનકાળ માટે છૂટા પડવાની પરિસ્થિતિ માથે ઝળંબી રહી છે, ત્યારે પોતાના પ્રિયજનના સૌદર્યને સહેજ પણ ખંડિત ન થવા દેવાનો આગ્રહ આપણાં પ્રેમકાવ્યોમાં એક જુદી જ ભાત પાડે છે. સખીને નાયક એના સૂક્ષ્મ સૌદર્યરૂપે જુએ છે. તેથી તો ફૂલપગલે, પરિમલની જેમ પધારવા વિનવે છે. “ગત જીવનની પ્રીત સખિને આવવા નાયક નિમંત્રે છે. પત્નીના મૃત્યુથી ભાંગી પડેલો, નિરાશ થયેલો નાયક આખરે ધીરતા અને સંયમના બધા બંધ તૂટી જતાં જીવનના લયને ઇચ્છે છે. ને તેથી સખિ ન આવી શકે તો અમૃતનો સહભાગી કરવા કોઈ રીતે અમરભૂમિમાં પતિને સાથી તરીકે બોલાવે એમ ઇચ્છે છે. પોતે તો દેહના પિંજરમાં પુરાયેલા છે. સખિ જેમ ઊડતા નથી આવડતું. “સખિ જો પ્રણયભાવનું ફુરણ કરાવતું કાવ્ય છે. પત્ની મૃત્યુ પામતાં, વેણીમાં જે કાવ્યપુષ્પો ગૂંથવાનાં હતાં, એ તર્પણની અંજલિમાં આપવાના રહે છે. અસહ્ય વેદનાને રા. વિ. પાઠકે અહીં સ્રગ્ધરામાં વહાવી છે. જાણે કુસુમો ગૂંથવા તૈયાર કરેલો હાથ પાછો ખેંચી લેવા-તો ન હોય ? “નર્મદાને આરે” આવી નિશા', “ઉદ્ગાર' અને “માઝમરાત' ગત પ્રિયજનનાં સ્મરણો વાગોળતાં કાવ્યો છે. એમાં ભૂત અને વર્તમાન વચ્ચેની વિષમતા વારંવાર યાદ કરી નાયક વિષાદથી ઘેરાય છે. સ્મરણનું દુઃખ કરુણા બનીને વહે છે. અફાટ રેતીમાં સ્મરણોના વીરડા ગાળવાના મિથ્યા પ્રવાસ જેવું નાયકનું જીવન અસહ્ય બને છે. “ઉદ્ગાર'માં પણ સ્મૃતિના વિવિધ રંગોનો આલેખ છે. સ્મરણોમાં રાચવા છતાં જીવનમાં એકલું લાગતાં સદ્ગત પત્નીના સાન્નિધ્યની તરસ જાગે છે. સ્વપ્નમાંય સખીના સાન્નિધ્યની તીવ્ર ઝંખનાની ઉત્તમ નકશી સાદી સરળ ભાષામાં કવિએ ગૂંથી છે. મનમાં સદ્ગતની અવનવી મૂર્તિ કંડારાતી રહે છે. અવશ આત્મા જૂના રસનો તરસ્યો હોવાથી રસ માગે છે. તો “માઝમ રાત” કાવ્ય પણ સ્મરણોના તંતુ પર વિરહ વિષાદનું ઝીણું ગીત સંભળાવે છે. મૃત્યુજન્ય વિપ્રલંભશૃંગાર, ભીની મીઠી યાદો, પ્રેમ અને મૃત્યુને પાસપાસે મૂકી આપે છે. પ્રેમની અતૂટતા પર કાળના દુસ્તર પાણી ફરી વળે છે ને કવિ પોતાની સ્થિતિને વૃક્ષના ટૂંઠા જેવી કહ્યું છે. પ્રિયાનું, હોઠ પર આંગળી મૂકેલું મુખ યાદ આવતાં પાછો વિષાદ વ્યાપે છે. “ઓચિંતી ઊર્મિ પણ સ્મૃતિ કાવ્ય જ છે. સૂર્યાસ્ત થતાં પૂર્વાકાશમાં દેખાતા પૂનમચંદ્રમાં નાયકને પોતાની સદ્ગત સખિનું મુખ દેખાય છે. ચિત્તનો સંક્ષોભ આંસુ બનીને ખરે છે. જીવનપોથીના એ પાનામાં ખરેલું સ્મરણ અશ્રુબિંદુ જન્માવે છે. ગુલાબને બદલે નિશિગંધાની પ્રીતઝંખના વ્યક્ત થઈ છે. સ્મરણોની અદીઠી નિશિગંધા સદ્ગત પ્રિયાને સન્મુખ કરી આપશે એવી કવિની (કાવ્યનાયક) શ્રદ્ધા વ્યક્ત થઈ છે. પછી એકાંતમાં બને ગોષ્ઠિ કરશે. તેથી તો ઉષાને બદલે સંધ્યા પ્રત્યેની પ્રીત વ્યક્ત થઈ છે. કારણ પછી રાત્રિ, અંધકાર, નિશિગંધા, એટલે “મૃત્યુ અને એ પછી સદ્ગત પ્રિયાનું શાશ્વત સાન્નિધ્ય. કવિ મેઘાણી પ્રેમને અમસ્ય માને છે. સ્વજન મૃત્યુ પામતાં પ્રેમનું કંઈ અવસાન થતું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust