________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 244 શાશ્વત આનંદમાં નિર્વાણની તેમજ અમૃતની પ્રાપ્તિ માટે જેમણે ઘણું મંથન કર્યું હતું એવા કવિ ગોવિંદસ્વામીનું મૃત્યુ ખરેજ આનંદભર્યું ને મંગલ બની રહ્યું. ૧૯૪૨ના યુદ્ધની ભઠ્ઠીમાં ઉકળી રહેલા જગતનું ચિત્ર આપતાં કવિ ગોવિંદ સ્વામી અકાંડ મૃત્યુ ચીસને ઉર ઠારતી ગણાવે છે. જ્યાં પછી “મૃત્યુ' આ બધા ઝંઝાવાતમાંથી મુક્તિ અપાવનાર “મુક્તિદાતા' બની રહે છે. પ્રીત' (૧૯૬૮)ના કવિ મીનુ દેસાઈએ મૃત્યુને “મુલાયમ' રૂપે જોયું છે. કવિએ. “શ્રી અરવિંદનેમાં “મોતને હસતું' નીરખવાનો અનુભવ શબ્દબદ્ધ કર્યો છે. વિભૂતિના સુંદર, મધુર, દિવ્ય ભવ્ય મૃત્યુનું કવિ આ રીતે વર્ણન કરે છે. “સંસારને ત્યજી એ સંતશપ્યા પર સૂતા હતા, ને અંધકાર દૂર હડસેલાયો હતો. સ્મિતનાં મોજાં ઉછળતાં હતાં, પડછંદ દેહ અનંત રૂપે ઓપતો હતો. જાણે ન જન્મી કો કવિતાનો મૃદંગી છંદ. એ વિરલ સંતનું દર્શન જ અત્યંત કાવ્યમય હતું, ધવલ રાજહંસ સમા એ સૂતેલા દેહના ગળામાં જાણે માલકંસ લઈ દિવ્ય રાગીણી બેઠી હતી. “સ્વપ્નવસંત'ના કવિ કુસુમાકરના “પ્રાર્થના કાવ્યમાં રા. વિ. પાઠકના “પ્રભુ જીવન દેના ધ્વનિ સંભળાય છે. અમૃતસમું મૃત્યુ તેઓ વાંછતા, તેથી પ્રાર્થે છે. “મધુ મૃત્યુતાણા વિધુ અમૃત દે' જે “મંગલમૃત્યુની ઝંખનાનું જ સૂચક છે. નિરવધિ રસનિધિરૂપ જીવનકિનારે, મૃત્યુના અખંડ આનંદ ઓવારા હોવાની શ્રદ્ધા કવિને છે (“માનસી હંસીને) “પ્રકૃતિલીલા'માં પ્રકૃતિને આ મત્ય જગતમાં અમૃતલોકની રસસૃષ્ટિની સર્જક ગણાવાઈ છે. મૃત્યુની મોહિનીનાં કામણની પણ વાત કરે છે. ગોવિંદ હ. પટેલ “માતૃવંદના' કાવ્યમાં સૂક્ષ્મસ્મરણરૂપે રહેલાં માનું મંગલદર્શન કરાવે છે. પણે તુલસી છોડથી વહેતી ગંધ કોની ફૂટી? કિલોલ કરી રહેતું કોણ તરુ, વેલ ને પત્રમાં?” (પૃ. 54, “માતૃવંદના') કવિની ઉરભાવના આ બધાં તત્ત્વોમાં માની “મંગલમૂર્તિનું દર્શન કરે છે. “સગત મનીષાને કાવ્ય આમ તો સતત કવિની કરુણ મનોદશાનું ભાન કરાવે છે. પણ દીકરીના મૃતદેહ પાસે પ્રગટાવાતો દીવો, ને પછી નાની જ્યોતિરૂપ બની જતી બેબી નિજત્વના પ્રકાશ વડે જાણે કવિપિતાના અંતરને અજવાળી જાય છે. “પ્રકાશને દાટી શકાય શું? પ્રશ્ન દીકરીના મુખમાં મૂકી કવિ અંતે મૃત્યુની મંગલતાનું જ સૂચન કરે છે. નિસર્ગની ન્યારી લિપિ પણ જાણે “પ્રકાશને દાટી શકાય શું ?' પ્રશ્નને દોહરાવતી ન હોય ? અધ્યાત્મદર્શનના યોગી કવિ પ્રજારામ રાવળ માંગલ્યના કવિ છે. “પદ્મા' કાવ્યસંગ્રહમાં સીધો મૃત્યુસંદર્ભ ઓછો છે. પણ પ્રતીકાત્મક રીતે ક્યાંક ક્યાંક મૃત્યનું માંગલ્ય જરૂર વ્યક્ત થયું છે. જીવનાન્તનું સૂચન કરતા “આજ દિનાન્ત' કાવ્યમાં કાવ્યનાયકને જીવનને અંતે બધું શાંત, મંગલ અનુભવાય છે. ઇહલોકના ગાઢ સંસારવનના અંતે માહ્યલો એકલો એકાંતમાં ઊંડે ઊતરી જઈ પરમશાંતિનો અનુભવ કરે છે. ને જાણે પોતે જ પોતાનું પરમતત્ત્વમાં વિલીનીકરણ આસ્વાદે છે. શાંત મુદ્દામય નેનથી એક વિરાટ હૃદય ધીમે ધીમે લીન થતાં મૃદુ સ્પંદન તેઓ પરમધન્યતા સાથે નિહાળે છે. મૃત્યુની પ્રક્રિયા અલૌકિક રીતે પ્રતીકાત્મક રૂપે આનંદમય અભિવ્યક્તિ પામે છે. “અંજલિ' કાવ્યમાં એજ રીતે અમૃતની અંજલિના . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust