SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 243 પણ પછી તો તેઓ યમના આગમનને “અજવાળું' કહી બિરદાવે છે. જે અનંત અમૃતનો જાણે કે અનુભવ કરાવે છે. મૃત્યુની મહેર થતાં મુક્તિનો અનુભવ થાય છે. “મૃત્યુદૂત' કવિને મન “હરિનો ખેપિયો' છે. યમરાજ પોતે જાણે કે કહે છે ઈશ્વર સાથે ણે પ્રીત જોડી છે. એને યમ-મૃત્યુની ભીતિ હોતી નથી. એને માટે યમરાજનું તેડું મંગલમય જ બની રહે છે, કારણ દેહના ઘરમાંય એ તો “અતિથિ'ની જેમ અનાસક્ત ભાવે રહેતો હોય છે. (“યમગીતા' “રામ તારો દીવડો') મૃત્યુ સમયે કવિનું પ્રાણકપોત ઈશ્વરમાં ઓતપ્રોત હોય, કાયાના કણેકણમાંથી શાંત સરોદ-સૂર પ્રગટતા હોય એવી ઝંખના વ્યક્ત થઈ છે. કવિ પ્રેમશંકર ભટ્ટ મૃત્યુને જિંદગીની મોટી કરુણતા નથી ગણતા. મૃત્યુ કરુણ છે જ નહિ. પ્રેમ હોય ત્યાં મૃત્યુ પણ મંગલ બની જાય એવી દઢ શ્રદ્ધા કવિની છે. - કવિ દેવજી મોઢાની કવિતામાં જિંદગીને અર્થવતી અને મૃત્યુને મૂલ્યવંતુ કરવાનો ઉત્સાહ છે. “ખરેલું પાંદડું આમ તો કવિની જ મનોદશાનું સૂચક છે. ખર્યાસૂકાં પર્ણોની ભસ્મમાંથી લીલીછમ ઝૂંપળોનાં કિરણો પ્રગટયા વિના રહેતાં નથી. એ મૃત્યુંજયી શ્રદ્ધાની ધ્રુવજયોતિનું કાવ્યના પૂર્વાધમાં ને આત્મસમર્પણના ગંગાવતરણની ઉભયમંગલ અન્નપૂર્ણા શક્તિનું કાવ્યના ઉત્તરાર્ધમાં વરદમંગલ દર્શન કવિએ કરાવ્યું છે. હંસ માનસે સિધાવી જશે, ત્યારે ધરા પિંજરને સ્વગોદમાં સમાવીને ધન્ય બનાવશે. ને પોતેય ધન્ય થશે, ને પછી પિલાં એમનાં પંચમહાભૂતો સૌ પોતપોતાના અંશ સાથે ભળી જશે. તૃષા'માં સદ્દગત પત્નીને સ્વર્ગમાં ગોઠતું નહીં હોવાની કવિ મોઢાએ વાત કરી છે. કવિ-પત્ની તો સ્વજનવીંટ્યા ઘરમાં સ્વર્ગ હોવાનું કહે છે. પોતાની જીવનસંધ્યાએ અગ્નિદેવ પાસે કવિ તેજસ્વી મેધાનું વરદાન માંગે છે. જેથી ગહન તમસના તાગ પામી શકાય ને જીવન તથા મૃત્યુનાં રહસ્યો ઉકેલી શકાય. ૧૯૮૨માં પ્રગટ થનારા “અમૃતા' કાવ્યસંગ્રહમાં કવિ પોતાની સદ્ગત પત્નીને જન્માન્તરની પત્ની તરીકે બિરદાવે છે. કવિ દૂરકાળના સ્નેહસંહિતા' ખંડ-રમાં કવિનો શોક અખંડ લીલાછમ વિરાટમાં આનંદમય પરમ પ્રેમાસ્પદ આત્મસ્વરૂપમાં અંતર્પિત થતો જોવા મળે છે. ચૈતન્યધામમાં, કે જ્યાં પત્ની ગઈ છે, ત્યાં તો સદા આનંદના ઓઘ જ ઉછળે છે. ને તેથી જ કવિ શોક ન કરવા કહે છે. કવિ 2. વ. દેસાઈ મૃત્યુને આરામદાયી સુખપૂર્ણ ખોળો કહે છે. (“આખરસલામ) જીવનનાટકમાંના પ્રિય અંક તરીકે “મૃત્યુને ઓળખનાર કવિનું મૃત્યચિંતન મંગલમય જ હોય. સમજદાર જીવ છેલ્લી સલામ ભરી નિરાંતે વિદાય લે છે. “પ્રભાતનર્મદા'ના કવિ મગનલાલ ભુધરભાઈ પટેલ જીવન કરતાં મૃત્યુને વિશેષ આનંદપ્રદ ગણાવે છે. શૈશવમાં મૃત્યુનો ભય ન હોવાથી શૈશવમાં મરનાર માટે મૃત્યુ મંગલદાયી ગણાય. કવિ પતીજ દેશ કાજે પોતાનું સમર્પણ કરનારના મૃત્યુને સુખદ ગણાવે છે. ને સ્વાશ્રયી તથા પરિશ્રમી માનવના મૃત્યુને ઉત્સવથી પણ વધુ “મંગલ' ગણાવે છે. જેનો જીવનરસ ભરપૂર છલક્યો હોય એનું મરણ ઉત્તમ જ હોય, ને મંગલ પણ. - કવિ નંદકુમાર પાઠકે તો બંધુને આપેલી અંજલિ જ “મંગલ વિદાય' શબ્દ દ્વારા શરૂ કરી છે. ભાઈનું મંગલમૃત્યુ કવિના આતમરામને જગાડી જાય છે. નલિન મણિશંકર ભટ્ટ અમૃતત્વ મૃત્યુના સ્વરૂપની હાંસી ઉડાવતું હોવાની વાત કરે છે. મૃત્યુ પ્રભુપ્રેરિત હોવાથી પ્રભુના આશીર્વાદ સાથે આવે છે ને તેથી એ મંગલ જ હોય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy