________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 242 સંગ્રહના કાવ્યોમાં આવતા મૃત્યુસંદર્ભો નવયાત્રાના શુભ સંકેતરૂપે આવે છે. સ્વજનોનાં અવસાનને નવયાત્રાનો આરંભ ગણી નવા દૃષ્ટિકોણથી કવિ મૃત્યુને સ્વીકારે છે. માત્ર દેહાવસાનને કવિ “મૃત્યુ' ગણતા જ નથી. એમનો અભિગમ અહીં સાચા અધ્યાત્મ. યાત્રીનો છે. “ચલો જીવ ડેરા તંબુ ખાંધે ધરી આપણે મુકામ આઘે” 12 મૃત્યુનું નામ પાડ્યા વિના મૃત્યુનો નિર્દેશ “નિવર્તન ટાણેમાં થયો છે. પંચમહાભૂતનો બનેલો આ માનવ પોતાનામાં રહેલા પાંચ તત્ત્વો-પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશને બાહ્ય વિશાળ મૂળ તત્ત્વોમાં પાછા ફરવા આદેશ આપે છે. અહીં મૃત્યુની મંગલતાનો ચીલાચાલુ ઉદ્ઘોષ નથી, કશાય અભિનિવેશ વિના મૃત્યુને ભેટવાની અહીં વાત છે. જે આપોઆપ મૃત્યુની મંગલતાનું સૂચન કરી જાય છે. “નિવર્તન ટાણે માણવા દેજો ગાન મૌન મને” 183 રણતી ભલે'માં મહાઆહ્વાન ટંકોરી supreme call bell - ના રણકારને આનંદપૂર્વક વધાવવાની તેમની ઈચ્છા કાવ્યાંતે પ્રગટ થઈ છે. મૃત્યુના નિમંત્રણને કવિ મૃદુ, સંવાદી, મુખરમંજુલ ગણાવે છે. એ કર્ણપ્રિય રમ્યમંજુલ “મૃત્યુઘંટડી' એમને જાણે બોલાવતી હોય એવું કવિને લાગે છે. કવિ એ માટે ઉત્સુક પણ છે. બેટાઈએ “પ્રાણાધિક ચિરંજીવ’ એમના સદ્ગત પુત્રને સંબોધી લખ્યું. જેમાં પણ પોતાને સંભળાતા મૃત્યુમંદિર ઘંટાની વાત કરાઈ છે. જ્યાં જવા તેઓ ઉત્સુક છે. સદૂગત પુત્ર સાથે જાણે પોતે વાર્તાલાપ કરતા હોય એવો અનુભવ કરે છે. “વત્સ મૃત્યુ ભલે ભાસે ઘોરસાગર નિર્જલ” 144 કવિ સુંદરમે ગાંધી હત્યાને “મુક્તિનું પ્રતીક ગણી હતી. (‘અહો ગાંધી') પ્રભુની કરુણાએ જ સનનન.... એમને વીંધી દુઃખમય સંસારમાંથી મુક્ત કર્યાનું કવિ કહે છે. કવિ ન્હાનાલાલને અંજલિ આપતાં મંગલ મૃત્યુની સ્તુતિ કવિ કરે છે. સ્વ. પંડિત નારાયણ મો. ખરે. ને અજંલિ આપતાં કવિ સુંદરમ્ વિચારે છે. “એમની ગિરિસમાન ઉન્નત ભદ્ર કાયા નિહાળી મૃત્યુ એ કાયશિખરે જતાં જતાં હાંફી થાકી પરાજયને પામી પાછું ફરશે. અહીં મૃત્યુના મૃત્યુની વાત કરવામાં આવી છે. - શ્રીધરાણી મૃત્યુને “સુગંધી વાયુ' તરીકે ઓળખાવે છે. (“મૃત્યુને) મૃત્યુનો ધન્ય સ્પર્શ એમને કો અદેશ્ય સર્જનની પ્રેરણા આપતો હોય એવી કલ્પના કરી છે. જ્યારે “ચિતા' કાવ્યમાં પોતે કોઈ મહાકાળની પળે ચિતામાં બળઝળી ખાખ થઈ જશે. ત્યારે મૃત્યુ એનું મીઠું પ્રતિબિંબ પાથરીને હસશે એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. કવિ શ્રીધરાણી મૃત્યુને “સુંદર કરુણતા' કહે છે. ચિતાની એ સુંદર કરુણતા નિહાળતાં મૃત્યુનો કરુણસુંદર ભાવ કવિને ગમી જાય છે. - કવિ કરસનદાસ માણેક જીવનને કારાગાર અને મૃત્યુને “મુક્તિદાતા’ ગણાવે છે. (“રામ તારો દીવડો' 1964) “જીવનને જોયું પહેલીવાર'માં શરૂમાં મૃત્યુની ભીતિ છે. Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.