________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 241 મા તે મૃત્યુ ? મૃત્યુના ચિરપ્રકાશમાં જીવનનું પર્યવસાન તે પણ મૃત્યુ - તા. : " ચિદાકાશ અને ચિદૂધનનું મિલન તે મૃત્યુ - " અમરધામની યાત્રા ટાણે કવિ પોતાના પંચતત્ત્વોનું વિસર્જન કરે ત્યારે સૌને અશ્રુ ઢાળવાની ને શોકથી વિઠ્ઠલ થવાની ના પાડે છે. પોતાના પર પુષ્પાંજલિ વેરવાની, દેહ સમીપ દીપ પ્રગટાવવાની, ધૂપદાની ધરવાની કે અર્થયાત્રા કાઢવાની પણ ના પાડે છે. એમના અણવ્યક્ત વિચાર, અમૂર્ત શબ્દો, અસ્પષ્ટ ભાવના દ્વારા જ અમર જીવનની ચાહના તેઓ વ્યક્ત કરે છે. કવિ એમના મૃત્યુના મંગલ પ્રસંગે અશ્રુની લ્હાણી ન કરવા વિનવે છે. મૃત્યુને પોતાના માળા પ્રત્યેના આકાશી ઉડ્ડયન તરીકે તેઓ ગણાવે છે. પત્ની મમતા દેસાઈના અવસાન નિમિત્તે લખાયેલા ખંડેરનો ઝુરાપો'માં કવિએ મૃત્યુ પારના પ્રદેશનું વર્ણન કર્યું છે. ને ત્યાં જવાની તમન્ના પણ વ્યક્ત કરી છે. જ્યાં નીલનિકુંજે મંદારપુષ્પો ખીલ્યાં છે ને ફરફરતી ફોરમ ફૂટે છે તથા ભરપૂર રસધાર છૂટે છે તેવી પેલે પારની અદભુત સૃષ્ટિમાં આનંદનો પારાવાર ઉછળે છે. સુંદરજી બેટાઈ “મૃત્યુને “માંગલ્યની પુણ્યપ્રવેશ બારી' કહે છે. “આગોચર આણામાં કવિ દેહબંધનમાંથી છૂટતી વખતે માનવ આત્માને સંભળાતા અગમ્ય પ્રદેશના સાદનો નિર્દેશ કરે છે. એ સાદ મૃત્યુનો. તેથી તો કવિ મૃત્યુના આ અવસરને (અમૂલખ ટાણા) કહે છે. “મૃત્યુ'ની સંધિકાને “શાંતિ નિર્ઝરણ' પણ કવિ કહે છે. (“શાંતિતીર્થ' - વિશેષાંજલિ') નવા જન્મના આનંદનો કવિ સહર્ષ સ્વીકાર કરવા તૈયાર છે. “લેશું પ્રગાઢતમ નીંદર મૃત્યુનીયે ને જાગશું ફરી વળી નવ જન્મ લેશું મૃત્યુને કવિ બેટાઈ ‘પ્રગાઢતમ નીંદર' કહે છે. તેઓને મન જન્મ અને મૃત્યુ બંને સુંદર છે. જન્મમરણચક્રને કવિ આનંદ અને શાંતિનો અનુભવ તરીકે ઓળખાવે છે. મૃત્યુને “ગર્જનશૂન્ય ' સિંધુ' તરીકે ઓળખાવતા આ કવિને પુત્રપુત્રીના અવસાન સમયે મૃત્યુની અશબ્દશક્તિનો પરિચય મળી ચૂક્યો છે. મૃત્યુ પરત્વેનું કવિનું દર્શન મંગલ છે. અંધકારના અભેદ્ય ગઢ જેવા મૃત્યુમાંય શુભંકરી જયોતિ છુપાયેલી એમને દેખાય છે. મૃત્યુને નહિ સમજી શકવાથી જ એ અમંગલ લાગે. નચિકેતાને મળેલા મૃત્યુના રહસ્યજ્ઞાનની કવિ પણ ઝંખના કરે છે. જેને આપણે અંધારની ચંડપ્રચંડ મૂર્તિસમું ભયંકર ગણીએ છીએ તે મૃત્યુદુર્ગમાં ગોપિતરૂપે મંગલ ઘુતિ રહેલી છે. મૃત્યરાત્રિને ઉજાળવા મંગલ દષ્ટિની જરૂર છે. ૧૯૫૮ની ૨૧મી જુલાઈએ કવિ બેટાઈના પત્નીનું અવસાન થાય છે. ૧૯૫૯ના ફેબ્રુઆરીમાં “સદ્ગત ચંદ્રશીલાને પ્રગટ થાય છે. રામપ્રસાદ બક્ષી આ સમગ્ર કાવ્યને “દામ્પત્યમંગલના સ્તોત્ર' તરીકે બિરદાવે છે. શરૂમાં મૃત્યુથી ડરતા કવિ અંતે સ્વસ્થ ચિત્તે સદ્ગત પત્નીનું ઘુતિમંગલારૂપ અચલ દર્શન કરે છે. કવિની શ્રદ્ધા દઢ થાય છે કે ઘુતિમંગલ વ્યક્તિત્વને મૃત્યુ ન તો બાળી શકે છે ન તો નષ્ટ કરી શકે છે. મૃત્યુની આ કવિતા પ્રેમમાંથી જન્મી હોવાથી મૃત્યુનું મંગલ દર્શન શક્ય બન્યું છે. ૧૯૬૯માં પ્રગટ થયેલા બેટાઈના “વ્યંજના' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust