________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 317 વાત મૃત્યુની માવજતનું સૂચન કરે છે. તો પોતાની મરણ સાથેની પ્રીતનું પણ વારંવાર સૂચન તેઓની કવિતામાંથી મળે છે. તો ક્યાંક વળી જીવન અને મરણ બંને જાણે માત્ર પતાવવા માટેના જ કામ હોય એ રીતે વાત કરાઈ છે. પોતાના મૃત્યુબાદ, પોતાના પ્રિયજનને થતી સ્મૃતિને તેઓ મરણ પછીના પોતાના “સરનામા' તરીકે ઓળખાવે છે. ને વીતતા દિવસો, મહિના, વરસો, ને એમનો Long Distance “ફોન નંબર.” દંભી જીવન કરતાં મૃત્યુની સુગંધનું વિશેષ આકર્ષણ ધરાવતા આ કવિને તેથી જ ચિતાનાં ફૂલોમાં જીવનની સુગંધ આવે છે. પડછાયાને પકડવા મથતી કાળી બિલાડી પણ મૃત્યુનું પ્રતીક બનીને આવે છે. કોઈના પણ મૃત્યુ સાથે કોઈક અંશ મૃત્યુ પામતો હોય તો કોઈ પણ જીવન ઉદય પામે ત્યારે તેનામાં નવું જીવન મહોરે છે. આ સત્ય તો માણસને માયાપ્રવેશ પછી પણ એ માયાને પાર કરી સત્ય સુધી પહોંચવાની શક્તિ આપે છે. સુરેશ દલાલ કહે છે, “વાંસળી પ્રગટ છે, સૂર અપ્રગટ છે, મરણ પ્રગટ છે, જીવન અપ્રગટ છે પેલા સૂરની જેવું જ” 94 કવિને અનેક પ્રકારના મન ફૂટે છે. મરણ ફૂટે છે. કોઈકની સાથે તેઓ જીવે છે કોઈકની સાથે મરે પણ છે. એમને શબ થઈ સૂતા આવડે છે. ચિતા પર ચડતા આવડે છે. કબરમાં દટાતા આવડે છે. કબર પરના ફૂલ થઈને મહેકતાં આવડે છે. તેથી તો પેલા ઘવાયેલા સૈનિકની વેદનાને માર્મિક રીતે શબ્દબદ્ધ કરી શકે છે. મૃત્યુને કવિ “શાંતિનો પર્યાય ગણે છે. આ નવી યુદ્ધભૂમિનો અનુભવ કરતો સૈનિક પોતે ખપી ગયો હોત તો સારું હતું, એમ વિચારે છે. કારણ એ યુદ્ધમાં એકજ ઝાટકે મરવાનું હતું. આ જીવનયુદ્ધમાં કટકે કટકે કાખઘોડીએ ચાલવું ગમતું નથી. જેના સમયનો પગ કપાયો છે એવો એ સૈનિક હવે કબરની શાંતિ ઇચ્છે છે. “માયાપ્રવેશ'ના છેલ્લા કાવ્યમાં કવિ સુરેશ દલાલ એક સગર્ભા સ્ત્રીની આનંદભરી સંવેદનાને વ્યક્ત કરતાં અવિરત વહેતા જીવન પ્રવાહનો નિર્દેશ કરે છે. “એક દિવસ હું મૃત્યુ પામીશ, મારા પતિ પણ મૃત્યુ પામશે અને છતાંયસંસારના અનંત જળમાં અમારો દીવો તરતો રહેશે, A અને એ પણ મૂકી જશે . કોઈક દીવો” 95 કાળના આ મહાસાગરમાં અનંત દીપાવલી વહેતી રહે એવી ઝંખના સેવતું આ દંપતી વ્યક્તિના મૃત્યુની જ વાત દોહરાવે છે. વ્યક્તિ મરે છે. જીવન મરતું નથી. જીવનતત્ત્વ તો શાશ્વત કાળ સુધી ટકે છે. માત્ર એનું રૂપ-સ્વરૂપ બદલાય છે, એવી શ્રદ્ધા અહીં વ્યક્ત થઈ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust