________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 316 “હું મરણના હાથ, છલકાવી દઈશ, એના ખોબામાં, સ્મિતનાં અઢળક ફૂલો મૂકી દઈશ.” 91 આ કાવ્યનાયિકા પોતાની જાગૃતિ હસતાં હસતાં મરણને સોંપી દઈ કાયમ માટે ઊંઘી જવા ઇચ્છે છે. “તરસ નામની મત્સ્યકન્યામાં દુન્યવી શિષ્ટાચાર પર પાછો કવિ કરુણકટાક્ષ કરે છે. “ઊંટ' અહીં કોઈપણ માનવનું પ્રતીક છે. એ મૃત્યુ પામે ત્યારે કોઈક વૃક્ષ શોક પાળવાનો માત્ર ચાળો કરે છે, દંભ કરે છે ને તેથી જ તો કવિ કહે છે “મરણ આપણું હોય છે એટલે આપણે જ આપણા શોક સાથે અહીંથી ચાલ્યા જવું જોઈએ.” ને આમ પણ કોઈના મૃત્યુનો કોઈ શોક પાળે કે ન પાળે એટલા માત્રથી મરણની હકીકત કાંઈ બદલાતી નથી. “હું મારા મરણનો સર્જક થઈશ'નો નાયક મરણને “સૂકો સમુદ્ર કહે છે. જેમાં નાયકનાયિકા બંને સાથે સરકશે. બંનેના શબ ઈશ્વરને તેઓ સોગાદરૂપે ધરશે. (“સમર્પણ') અબઘડીમાં “વ્રજ વહાલું રે વૈકુંઠ નથી જાવું'નો ભાવ વ્યક્ત થયો છે. જતા પહેલાં ફરી અહીં આવવાની ઉતાવળ જીવનપ્રીતિનું સૂચન કરે છે. “આંખને ખૂણેમાં કાવ્યનાયકની મૃત્યુને સમજવાની મથામણ વ્યક્ત થઈ છે. મૃત્યુ અલ્પવિરામ છે કે પૂર્ણવિરામ તે જ સમજાતું નથી. નચિકેતાની જેમ જ બાળક બનીને કરુણાનિધાનને કાવ્યનાયક મૃત્યુનું રહસ્ય સમજાવવા વિનવે છે. મૃત્યુ આવે એ તો સમજયા પણ એનું રહસ્ય સમજયા વિના, એને ઓળખ્યા વિના એને વશ થવાનું તો ન જ ગમે. કવિ કવિતાથી સદા જીવંત હોવાની વાત “કવિમાં વ્યક્ત થઈ છે. દેહની મતા તો ગૌણ છે. અનિલ જોશી કહે છે - કવિએ અહીં એક ઝાટકે આવતા મૃત્યુની વાત નથી કરી પણ ક્રમશઃ થતા મોતનું મરસિયું ગાયું છે.” 2 “હવે કવિની આથમતી આંખે નસના ધોરી રસ્તા તૂટતા દેખાય છે અને લોહીનો ડૂબતો લય દેખાય છે. બધું ધીમે ધીમે મરતું દેખાય છે. “મૃત્યુ એટલે ઓગળવું” ઇન્દ્રિયો ઓગળે છે, પણ “ઇન્દ્રિય' શબ્દ ઓગળતો નથી. શ્વાસ લઈને આ માનવવણઝારો થાકે છે ત્યારે નાકથી પણ નાતો છૂટી જાય છે. ચીમળાયેલી ચામડી સ્પર્શનો અનુભવ કરી શકતી નથી. ને તેથી જ કવિ કહે છે. સૂકા હોઠની પાસે રાખો બધું જ જાણે થંભી જાય છે “પંખી ઊડ્યું જાય ને પછી કંપે જરી ડાળ” 93 આવતીકાલની સલામતી માટે સતત દોડતા ને થાકી ગયેલા માનવને મૃત્યુ પણ ઠપકો આપે છે. બધા થાકેલાઓને લઈ જવા માટે એ જ તો રસ્તો તૈયાર કરે છે. મૃત્યુ માનવને માનભેર ને સલામત રીતે લઈ જવાની ખાતરી આપે છે. થાકેલાઓ માટે તો મૃત્યુ જ એક વિસામો છે. સ્વમૃત્યુકલ્પના કરતાં કવિ કહે છે જયારે મૃત્યુ એમની પાસે આવશે, ત્યારે તેઓ એમના કવચ અને કુંડળ (-અસ્તિત્વના) આપી દેશે. ને ત્યારે મૃત્યુને પણ તીવ્રતાથી જીવવાની ઝંખના ફૂટશે. માળી બાગને ઉછેરે તેમ પોતાના શરીરમાં પોતે મરણને ઉછેર્યાની .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust