________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 315 શું થતું હશે ? આ બધા પ્રશ્નો અંગે કેવળ કલ્પના જ કરવી રહી. તેથી તો કવિ અહીં (અગાઉ મરણને કાળા રંગવાનું કહી) પ્રશ્ન કરે છે. : મરણ બરફ જેવું સફેદ છે. - બ્લેકબોર્ડ જેવું કાળું ? " 88 કવિ અહીં એક સંવેદનસભર પ્રશ્ન કરે છે. “માણસ મૃત્યુ પામે પછી કંઈ અહીં પૃથ્વી પર કશો ફેરફાર થાય છે ખરો? પ્રકૃતિને કાંઈ થાય ખરું? હાડ જેવો માણસ મૃત્યુ પામે ત્યારે પહાડ સૂતક પામે છે ખરા ? દરિયામાં હોડી ડૂબી જાય પછી એકાદ મોજું પણ ડૂસકું ભરે છે ખરું? માણસ મૃત્યુ પામે છે, પછી જગત કાંઈ બદલાતું નથી, એનું એ રહે છે. ઘરની દીવાલ પર ઘડિયાળ તો ચાલે જ છે, માણસ જન્મે છે ત્યારે ચાલતી હોય છે એમ. મૃત્યુ અનેકરૂપે આવે છે. ક્યારેક અકસ્માત થતા જન્મની જેમ, તો કદીક ધીમે ધીમે પ્રસરતાં રોગની જેમ એ આવે છે. શયનખંડની પથારી ક્યારે સ્ટ્રેચરમાં ફેરવાઈ જાય એ ખબર પડતી નથી. જ્યારે ધીમે ધીમે અચાનક ઇન્દ્રિયોના દીવા ઓલવાઈ જશે એની ખબર નથી. મૃત્યુને કારણે ફેલાઈ ચૂકેલા અંધારાને હઠાવવાની કોઈપણ પ્રકાશની તાકાત નહીં હોય. જાણકારો કહે છે કે - એક નવી યાત્રા શરૂ થશે મને ખબર નથી પડતી કે મરણ એ પૂર્ણવિરામ છે - કે અલ્પવિરામ?”૮૯ “રસ્તાએ નક્કી કર્યું છે કે આખું પ્રતીક-કાવ્ય છે. રસ્તો મૃત્યુની રાહ જોતા એકાકી માનવનું પ્રતીક છે. રાહ જુએ છે રસ્તો ડૉક્ટરની, જે ડિકલેર કરે કે રસ્તો મરી ગયો છે, પણ એ શક્ય ન હોવાથી એ પોતે જ પોતાની ચિતા ગોઠવશે અને પોતે જ પોતાનો છેવટનો અગ્નિદાહ દેશે. હરીન્દ્ર દવેની જેમ સુરેશ દલાલે પણ મૃત્યુને ખૂબ પ્રેમ કર્યો છે. એવું તો ઘણીવાર તેઓ અનુભવે છે. ને તેથી જ કવિ પોતાના મરણનો યશ મૃત્યુને આપવા માગતા નથી. પણ”માં પ્રતીકાત્મક રીતે જીવન અને મૃત્યુના સૌંદર્યનો નિર્દેશ થયો છે. “ખીલે અને કરમાય છે એથી જ તો એ ફૂલ છે જે કદી કરમાય નહીં એ ફૂલ નહીં પણ શૂળ છે” 0 અહીં જીવન તથા મૃત્યુના નૈસર્ગિક સૌંદર્યનો ઉલ્લેખ થયો છે. “અકાળ મૃત્યુને કવિ ભરબપોરે અરીસામાં ઓલવાઈ જતા પ્રતિબિંબ સાથે સરખાવે છે. તો વેદના પણ હવે જેને સ્પર્શતી નથી એવી હતાશ નિરાશ કાવ્યનાયકની મૃત્યુઝંખના એટલી જ વારમાં વ્યક્ત થઈ છે. જીવનથી છૂટવા માટે એ મૃત્યુને ઝંખે છે એવું નથી, મરણને સાચા અર્થમાં પામવા એ ઇચ્છે છે. મરણને વ્યક્તિ તરીકે અહીં નિરૂપ્યું છે. મરણને કવિ મળવા જેવી વ્યક્તિ ગણાવે છે. કાવ્ય નાયિકા મરણના હાથ છલકાવી દેવા ઉત્સુક છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust