________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 318 નલિન રાવલે “સૈનિકનું મૃત્યુ'માં મૃત્યુની વાત કાવ્યમય રીતે કરી છે. સૈનિકોને તો રોજ મરણની પથારી પર સૂવાનું ને? બરફથી થીજેલી હાડની સોડમાં મરણની પથારી પાથરીને બધા સૈનિકો સૂવે છે. એક સૈનિકના મૃત્યુએ સૂનકાર પણ હલી જાય છે, ને તારાઓ આંસુ વડે રાતને ભીજવી દે છે. તો “અશ્વત્થામાની સ્વગતોક્તિ'માં અશ્વત્થામાને વ્યક્તિ નહિ વૃત્તિ રૂપે નિરૂપવામાં આવ્યો છે. કુરુક્ષેત્રની છાતી પર ચિત્કાર કરતું તૂટી પડતું અંધકારપક્ષી મૃત્યુની મૂર્તિમંતતાને પ્રગટ કરે છે. કવિ કહે છે, મૃત્યુ પામેલી વ્યક્તિ કદાચ વધુ સુખી થઈ ગઈ. કારણ એની આંખ જોઈ શકતી નથી. કાન સાંભળી શક્તા નથી. મૃત્યુ પામેલા અને સૂતેલાનો ફરક બતાવતાં નલિન રાવલ કહે છે, મૃત્યુ પામેલાઓના બાહુઓ ભીમના બાહુઓની જેમ નજરને ભીંસતા નથી. નિદ્રિત રક્ષકના મુખ ઉપર ફરકી ગયેલું સ્મિત મૃત્યુ પામેલાઓના મુખ પર ફરકતું ક્યારેય જોઈ શકાતું નથી. મૃત્યુ પામેલાઓની નાસિકા અર્જુનની જેમ પ્રકાશતી નથી. યુધિષ્ઠિરના મુખ પર પથરાયેલી શાંત સ્નિગ્ધ આભા પિતા દ્રોણના છેદાયેલા મસ્તકમાં ક્યાંથી હોય ? અશ્વત્થામાને દ્રૌપદીનાં પાંચ બાળકોના આદિ, મધ્ય ને અંત પોઢેલા જણાયા. એના હૃદયે એને રહેંસી નાખવા કહ્યું. - “એક નામેરી વૃદ્ધને મળતાંમાં સીધો મૃત્યુસંદર્ભ નથી, પણ આવી રહેલી પેલી શાશ્વત નિદ્રાનો નિર્દેશ સૂચક રીતે અપાયો છે. કશેક આગળ ને આગળ ચાલ્યા જતા કાવ્યનાયક સાંકેતિક રીતે આમ તો અંતે મૃત્યુપંથે થતા પ્રયાણનું જ ઇંગિત છે. “હું વૃદ્ધ આંખોમાં ભરી મણ એક ઘેરી ઊંઘની ઊંડી અસર' આ પંક્તિ પાસે થોભવું પડે એમ છે. આંખમાં ઊંઘ નહિ પણ ઊંઘની અસર, એ કઈ ઊંધ ? આ ઊંઘ પછી આવનારા મૃત્યુની નિદ્રાની અસર? કવિએ આ વિશે કશું સ્પષ્ટ નથી કર્યું એ જ સારું છે. જાણે જાસાચિઠ્ઠી મૂકીને કોઈ ચાલ્યું જતું હોય એમ “મળશું કદી' કહી તે નલિન ચાલ્યો ગયો” 2 “કોઈક ક્યાંક ઊભું છેમાં બળતા અવાજોથી ભર્યા બળતા નગરની બહાર, એક ગેબી સૂર રણકતો સંભળાય છે. ને સૂરનીયે પાર સૂર્યભીના દિવસના ને ચંદ્રભીની રાત્રિના પર્દા પાછળ, ક્યાંક કોઈક (મૃત્યુ ?) કાવ્યનાયકની રાહ જોતું ઊભું છે. નલિન રાવલની કવિતામાં મૃત્યુના સંકેતો ગર્ભિત રીતે આવે છે. “એક વૃદ્ધની સાંજ'માં આત્મદર્શન કરતી એક વૃદ્ધાનું સુંદર ચિત્ર મૂકાયું છે. લથડી રહેલી આંખની કીકી પૂછે છે “એ કોણ છે ? કદાચ આવી રહેલા મૃત્યુને એ જુએ છે. જેની ઓળખ પડતી નથી, એવી કોઈક સંદેશ્ય મૂર્તિએ હોઠ પર અંગાર મૂક્યો છે. વૃદ્ધત્વ અને મૃત્યુને એક સાથે કવિએ અહીં ગૂંથ્યાં છે. આવી રહેલું મૃત્યુ ઘેરી નીંદ તરીકે નિરૂપાયું છે. (“એક નામેરી વૃદ્ધને મળતાં') જેમાં જાતેજ અગ્નિનું અંજન આંજવાની વાત મૃત્યુના સ્વીકાર અને સત્કારનું પ્રતીક છે. કવિ હસમુખ પાઠક “કોઈને કંઈ પૂછવું છે ? (“નમેલી સાંજ')માં આધુનિક લોકોની સંવેદનશૂન્યતા, તથા મૃત્યુ જેવી ઘટના પ્રત્યેની લાપરવાહીનું સૂચન કરે છે. મૃત્યુની ઘટના જો એ કોઈનું હોય તો, કોઈને જાણે સ્પર્શતી નથી. “રાજઘાટ પર'માં પણ કરુણ કટાક્ષ કવિએ કર્યો છે. સતત કાર્યરત રહેનારા ગાંધી આટલો લાંબો સમય ને આટલાં ફૂલો નીચે મૃત્યુ પામ્યા પછી પહેલી ને છેલ્લીવાર સૂતા હોવાની મૃત્યુને નિરાંતની પળ તરીકેય વર્ણવી જાય છે. પુત્રી નેન્દિતાના અવસાન સંદર્ભે પ્રગટ કરેલા નદિતા સંગ્રહમાં' “તૃષ્ણા' કાવ્યમાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust