SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 319 અશક્યની આકાંક્ષા કરતા તૃષ્ણા સભર માનવમનના ખાલી વલખાંનો નિર્દેશ થયો છે. મૃત સ્વજન તો પાછું ક્યાંથી આવવાનું? છતાં તેની સ્મરણરજ દશ્યરૂપે પામવા કવિ ઇચ્છે છે. રૂપેરી ઢગલા જેવી મુલાયમ એ બાળકીને પકડવા કાવ્યનાયક ઝાપટ મારે છે. વસંતસ્પર્શ'માં ઈસુના વધનો, ક્રોસનો કરુણ સંદર્ભ છે. વિનાશ પછી સર્જનના અંકુરની હવા લઈને વસંત આવે છે. ઘાયલ થયેલી લોહીતરબોળ ભૂમિ વસંતલ સ્પર્શથી શાંતિ પામે છે. જાણે ઈસુના ખભા પરથી કોઈકે ક્રૂસભાર ઉપાડી ન લીધો હોય ? મૃત્યુ પોતેય થાકી ગયું હોય તેમ વસંતસ્પર્શ સહેજ શાંતિનો અનુભવ કરી લેતું હશે ? - ભક્તિકવિતાએ વ્રજને વૈકુંઠથી વહાલું ગયું છે. વસુંધરાની સુંદરતા સ્વર્ગમાંય નથી. સ્વર્ગ આનંદધામ ખરું, પણ ત્યાં આંસુ નહિ, મરણનો શોક નહિ. પિનાકિન ઠાકોરે “સ્વર્ગ તણું શું કામ ? (“એકજ પલક અજંપ')માં પોતાનો ધરતીની ધૂળનો પ્રેમ આ રીતે વ્યક્ત કર્યો છે. અહીં રમ્ય રાગ, મધુર અમૃત છે. સૌમ્ય શાતા, ને સોહાગી સ્મિત છે. કવિને મોક્ષ નથી જોઈતો, તો “પ્રવાસ વળતો'માં કવિ પિનાકિન ઠાકોર પૃથ્વી સાથેના પૂરા થયેલા મિલનની, જીવનની મુસાફરી પૂરી થયાની વાત કરે છે. હવે વળતો પ્રવાસ કરવાનો, મૂળ સ્થાને જવાનું. વિદાયનું દુઃખ નથી, વિદાયને તેઓ “મધુર' કહે છે. “સૌ સાથની મધુર લઈ રહ્યાં વિદાય લે “પ્રીતિ અજિત'માં માનવને કવિ એક પ્રવાસી તરીકે વર્ણવે છે. “વિદાય થાવું વળતાં જ વહાણે પ્રવાસીથી કં કરશો ન પ્રીત” 97 પ્રયાણ સમયે સ્વજન પાય ૫કડી લે છે. પ્રેમનો પાશ અજિત છે. કવિ હેમંત દેસાઈ જીવનને અંતે જાતને છેલ્લું ગીત ગાઈ લેવા કહે છે. (૧છેલ્લું ગીત” ઇંગિત) કાવ્યનાયકને સત્કારવા ઝાલર બાજી ઊઠે છે. ભૈરવી ઉન્મુક્ત કંઠે ઉલટભેર સુદૂર ગાજી ઊઠે છે. પ્રાચીનું મોં હસું હસું થાય છે. કવિને મન જીવન અંધાર છે, મૃત્યુ પ્રકાશ. પચ્ચીસી પૂરી થતાંમાં વર્ષગાંઠ નિમિત્તે મૃત્યચિંતન રજૂ થયું છે. વર્ષગાંઠ એ અંત તરફની ગતિ છે. જિંદગીનો આરંભ થયો, એટલે અંત પણ હોવાનો. એ બધાને ખબર હોવા છતાં સૌ વર્ષગાંઠ મનાવે છે. પણ પછીના જન્મનું આશ્વાસન પણ એમાં ભળેલું છે. અંત સાથે બીજો આરંભ (પુનર્જન્મ) થવાનો. “ખરતું પાન'માં વૃદ્ધત્વને અંતે માયા ન છોડી શકાવાની વાતની સાથે સાથે ખરતું પાન બીજાં તરુણ પાંદડાને જગ્યા કરી આપવા, ખરી જવા તૈયાર છે, હૈયામાં લાખ અભિલાષ છતાં હવે ખરી જવાનું છે, એ સત્યને પ્રગટ કરે છે. માયા નથી છોડી શકાતી વૃક્ષની, આ ડાળની લેવા દઈને અન્યને જીવન નવું બસ, જાઉં છું આજે ખરી” 98 નિમાયું ના'માં મૃત્યુ સમયે હસવું હોવા છતાં હસી ન શકાયાની વ્યથા વ્યક્ત થઈ છે. (મૃત્યુને સહજ રીતે સ્વીકારી ન શકાયાની વ્યથા) (“હેંક નજરોની મહેંક સપનોની) કહેશે નહીંમાં મૃત્યુની અનિવાર્યતાનો નિર્દેશ કરતાં કવિ કહે છે. “જે જવાના છે, જશે, રહેશે નહિ. સાંજ પડશે, સૂર્ય શું ઢળશે નહિ” 99 . P.P. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy