SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 174 સર્જેલા કોમી હુલ્લડોને કારણે દુઃખદમાં દુઃખદ પ્રસંગ બની રહ્યો.” “૧૯૪૮ના જાન્યુઆરીની ત્રીસમી તારીખે કોમી વૈરના અગ્નિમાં પ્રેમમૂર્તિ ગાંધીજીનું બલિદાન દેવાયું.” (ખ) રાજકીય અને સાંસ્કૃતિક જીવનમાં ધરખમ ફેરફારો થયા, તેમજ ગાંધીજીના અદ્ભુત વ્યક્તિત્ત્વ નવયુગનું સર્જન કર્યું. તેણે ગુજરાતી જ નહિ, ભારતની તમામ ભાષાઓના સાહિત્યને પ્રેર્યું છે. “ગાંધીજીના વિચારોએ સમગ્ર દેશના જીવન પર મૂલગામી અસર કરી હતી. ધર્મ, અર્થ, સમાજ, શિક્ષણ, રાજકારણ અને સાહિત્ય એમ તમામ ક્ષેત્રે પ્રવર્તાવેલ મૂલ્યપરિવર્તનની અસર થઈ હતી.” જબ) ગાંધીજીના પ્રભાવથી પંડિતયુગે લાદેલી સીમાઓનો લોપ થયો. તેમણે દલિત, પતિત, ગ્રામીણ, શ્રમજીવી અને અસ્પૃશ્ય ગણાતા વર્ગની શિષ્ટ સમાજ તરીકે પ્રતિષ્ઠા કરી. ગાંધીજીના આ યુગસંદેશનો મંગળ ધ્વનિ ઉમાશંકરના “વિશ્વશાંતિ' કાવ્યમાં જોવા મળે છે. સાહિત્યસર્જનમાં વિષયની સાથે સંવેદનાનો પણ વિસ્તાર વધ્યો. “પ્રજાજીવન તેમજ સાહિત્યજગતમાં ગાંધીજીની અસર વ્યાપક અને સૂક્ષ્મ પ્રકારની રહી છે.” 5 " ગાંધીયુગ - મૃત્યુ કરુણસ્વરૂપે ૧૯૩૮માં “શેષનાં કાવ્યો' પ્રસિદ્ધ થયાં. (૧૮૮૭-૧૯૫૫)ને શેષ વિગત થતાં તેમનાં પત્ની હીરાબહેન પાઠકે ૧૯૫૯માં “વિશેષકાવ્યો' પ્રસિદ્ધ કર્યા. “જીવતાં જ અર્પણ કરવાં હતાં એ કાવ્યો પ્રિયજનનું અવસાન થતાં ગત પ્રણયપાત્રની સ્મૃતિરૂપ સંવેદનાનો કરુણગર્ભ ઉદ્ગાર બની રહે છે. અવસાનોત્તર અર્પણ બની રહે છે.” * પત્નીના મૃત્યુ નિમિત્તે લખાયેલું સોનેટ “છેલ્લું દર્શન એના સ્વસ્થ કરુણ માટે નોંધપાત્ર છે. મરણની ઘટનામાં માંગલ્ય જોનાર કવિ પત્નીના મૃત્યુના કરુણને આશ્વાસનમાં ઝબકોળી સહ્ય બનાવે છે. ધમાલ ન કરો' કહી પોતાની જાતને સ્વસ્થ થવા તેઓ સૂચવે છે. અહીં તત્ત્વજ્ઞાનની તટસ્થતાને બદલે સંયમથી વેદના વધુ કરુણગર્ભ બને છે. સદ્ગત પત્નીને જીવનમાં ફરી એકવાર પાછાં મળવાની આરત વ્યક્ત કરતાં “સખિને' કાવ્યમાં કવિ મોકળે દિલે પોતાની વિરહવ્યથા વ્યક્ત કરે છે. “ગત જીવનની પ્રીતે સખિને આવવા નિમંત્રે છે. જેથી શેષ જીવન ઉલ્લાસમાં વીતે. તો “સખિ જો' કાવ્યમાં ગત સખીની મૃતિમાંથી જન્મતી પ્રસન્ન કરુણ લાગણીનું સંયમ-પૂર્વક છતાં તીવ્ર આલેખન, સાગર અને કૌમુદીનાં રૂપકોનું આયોજન, કવિના કૌમુદીઅસ્ત જીવનની સ્મરણભરતીને જ વ્યક્ત કરે છે. તો વિશાળ ઉર નર્મદા સાથે કવિ સખીનું સામ્ય નિહાળે છે. (“નર્મદાને આરે') બેય કાંઠા ભરી નર્મદાની જેમ સખી પણ બેય કાંઠા ભરી પ્રેમે વહેતી. પણ એ ગઈ તે ગઈ જ. અહીંની દશા શી, એ પાછું ફરીને જોયું ય નહિ. ને એ પછી અફાટ રેતીમાં સ્મરણોના વીરડા ગાળવાના મિથ્યા પ્રયાસ જેવું જીવન કવિ માટે અસહ્ય બને છે.' સ્મરણનું દુઃખ પણ અહીં કરૂણ બનીને વહે છે. “અને છીપવવા તૃષા, અસલ નીતર્યા પાણીથી મથું અફલ વ્યાકુલ સ્મરણવીરડા ગાળવા” 0 તો “આવી નિશા'માં પ્રકૃતિ, કરુણ સ્મરણોની પીઠિકારૂપે આવે છે. ભૂતકાળનાં સુખદ સ્મરણોમાંથી કવિ દિલાસો મેળવે છે. ખાલી થઈ ગયેલા રસકોષમાં માત્ર આવી નિશાનાં સ્મરણ આત્માને કંઈક પોષણ આપે છે. “ઉદ્ગાર'માં પણ સ્મૃતિના વિવિધ રંગોનો આલેખ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy