________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 175 છે. જીવનમાં એકલું લાગતાં સદ્ગત પત્નીના સાનિધ્યની તરસ જાગે છે. સ્વપ્નમાંય સખીના સાન્નિધ્યની તીવ્ર ઝંખનાની ઉત્તમ નકશી સાદી સરળ ભાષામાં ગૂંથી છે. મનમાં સદ્દગતની અવનવી મૂર્તિ કંડારાતી રહે છે. અવશ આત્મા જૂના રસનો તરસ્યો હોવાથી રસ માગે છે. તો “માઝમરાત' પણ સ્મરણોના તંતુ ઉપર વિરહવિષાદનું ઝીણું ગીત સંભળાવે છે. પોતાની જેમ સખી પણ (સ્વર્ગમાં) માઝમ રાતનું સૌદર્ય જોતી હશે, એમ કલ્પી ઉભયપથે રહેલા વિયોગના દુઃખનું ભાન તાજું કરાવે છે. “ઓચિંતી ઊર્મિ” પણ સ્કૃતિકાવ્ય જ છે. સૂર્યાસ્ત થતાં પૂર્વાકાશમાં દેખાતા પૂનમ ચંદ્રમાં નાયકને પોતાની સખીનું મુખ દેખાય છે. તે પૂર્વપરિચયને લીધે ચિત્તમાં જે સંક્ષોભ જાગે છે તે આખરે આંસુ બનીને ખરે છે. આ સ્થિતિને કવિએ અંતની પંક્તિઓમાં ધ્વન્યાત્મક રીતે આલેખી છે. જીવનપોથીના આ પાનામાં ખરેલું સ્મરણ અશ્રુબિંદુ નિપજાવે છે. કવિ પોતાની સ્થિતિને પેલા વૃક્ષના ટૂંઠા જેવી કલ્પ છે. હોઠ પર આંગળી મૂકેલું પ્રિયાનું મુખ યાદ આવે છે, ને પાછો વિષાદ વ્યાપે છે. ઓચિંતી વાયુ ઊર્મિથી વાસેલી પોથી ઊઘડે પર્ણોમાં ગૂઢ ઢંકાયું હિમબિંદુ ખરી પડે” 8 અહીં પુટપાક જેવો સંયમિત સિઝાયેલો કરુણ છે. “પર્ણમાં રહેલા શ્લેષનો ચમત્કાર રમણીય છે.” - ઝવેરચંદ મેઘાણી (૧૮૯૬-૧૯૪૭)ની કવિતામાં મૃત્યસંદર્ભ મહુદઅંશે સ્વાતંત્ર્યસંગ્રામના એટલેકે વીરત્વના સંદર્ભમાં જોવા મળે છે. તેથી કરુણગર્ભ મૃત્યુનો સંદર્ભ ઓછો હોય. શહાદત અને વીરત્વને વરેલું મૃત્યુ મંગલ જ હોય. મેઘાણીનાં કાવ્યોમાં મૃત્યુનું નિરૂપણ માંગલ્યસૂચક રહ્યું છે. મેઘાણીએ નિરૂપેલું મૃત્યુ એટલે જાણે અનેરો ઉત્સવ. મેઘાણીએ આત્મલક્ષી કાવ્યો ઓછાં લખ્યાં છે. એમાંનું “બાળુડાં સુંદર કરુણ હૃદયસ્પર્શી કાવ્ય છે. ૧૯૩૩માં બોટાદમાં પ્રથમ પત્નીના અગ્નિસ્નાન પછી લગભગ પોણાત્રણ વરસે મુંબઈમાં આ કાવ્ય રચાયું. કવિ કહે છે “બધું જ ખતમ થઈ ગયું હતું.” “બા નથી'નો ખ્યાલ આવવા છતાં મહેન્દ્ર અને ઈંદિરા મૌન રહ્યાં હતાં. ને એ “મૌન' કવિ પિતાને અસહ્ય બન્યું હતું. સમજવા છતાં ચૂપ રહેનારાં એ બાળકોને કવિપિતા છેલ્લે પ્રણામ કરે છે. “આખરી સંદેશ'માં “ધી ન્યુઝ ઑફ બેટલ' નામના અંગ્રેજી બેલેડને આધારે અશુભ સમાચાર લઈ આવનાર રણદૂતના મૌનનો સંદર્ભ વિશિષ્ટ રીતે ગૂંથાયો છે. “કુલવંતીના કંથ જીવતા છે કે મરેલા'? એ પ્રશ્નના જવાબમાં રણદૂતની સુકાયેલી જીભ, નીચે ઝૂકેલી આંખ સાથે ભાંગેલો ભાલો ઝુલાવી ત્રિરંગી ધ્વજ ફરકાવી સૌને હૈયાફાટ રુદન કરવા જણાવે છે. દેશકાજે જેણે મૃત્યુને પરાજિત કર્યું છે, એવાઓની વીરગાથાનો આ સંદેશ છે. સાક્ષરયુગ અને ગાંધીયુગના સંધિકાળ જેવા વાતાવરણમાં સ્નેહરશ્મિની માફક ચંદ્રવદને કાવ્ય લેખનનો આરંભ કરેલો.” - (જન્મ 6-4-1901, અવસાન 4-5-1991). ૧૯૨૨/૨૩માં કવિએ ભ્રમ' નામનું એક કરુણપ્રશસ્તિ જેવું ખંડકાવ્ય લખ્યું હતું. જે હજુ પણ અગ્રંથસ્થ છે. કવિના જ અક્ષરોમાં પ્રાપ્ત થયેલા આ કાવ્યને કવિએ સાંજ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust