SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 176 મધરાત ને પરોઢ' એમ ત્રણ વિભાગમાં વહેંચેલું છે. ઇલા ગુજરી જતાં યુવકને સમગ્ર વિશ્વનો રાસ થંભી ગયેલો લાગે છે. વિશ્વના પંચ તત્ત્વને સંબોધી એ બહેનના અમોલા દેહની ભાળ માગે છે. તો “પ્રણામ' કાવ્યમાં સ્મરણ આદરનું સ્થાન લે છે. ઈલા વિના અંતરમાં તિમિર પથરાયું છે. ને સ્મરણ દઝાડે છે. “ઓળખ”માં બહેન હયાત હતી ત્યારની વાત ઉલ્લેખાઈ છે. એ કદી “મૃત્યુ પામે તો એ વિચાર અંતે સત્ય હકીકતમાં પલટાય છે. કવિના હૈયામાં નિગૂઢ મૌન વ્યાપે છે. હાડ તોડીને બહેનને બંધોલે લઈ દોડવા તેઓ ઉત્સુક છે. પણ બહેન જ ક્યાં છે? ૧૯૨૬માં લખાયેલું “યમલ' ઠાકોર પછીની સોનેટમાળા છે. જેમાં ભાઈબહેન સંસારના રંગે રંગાયા વિના દેવલોક પામ્યાની વાત છે. બહેનની માંદગી પ્રસંગે ભાઈનો સંયમ ખૂટી જતાં એ આત્મહત્યા કરી બેસે છે. ભાઈને સર્વત્ર વિષ વ્યાપે છે. લથડાતા સ્વરે “બહેન ઓ.... બોલે છે. ઢળી પડે છે. ચેતના થંભી જાય છે. બંનેની જીવનતંત્રીના સૂર અગમ્ય સંગીતમાં ભળી જાય છે. ભાઈબહેન સાથે મૃત્યુ પામે છે. કવિ “ઈલા’ શબ્દને જ ભવ્ય સ્મારક તરીકે ઓળખાવે છે. ઈલા સાથેના સથવારાની અમૂલ્ય પળ ધૂમસધુપ સાથે ભળી ગયાનો નિર્દેશ “વિદાય' કાવ્યમાં કવિએ કર્યો છે. “અર્પણ” કાવ્ય “પ્રિયવંદાને ઉદ્દેશીને લખાયું. સ્મરણોથી કવિહૃદય ભરાઈ આવે છે. “પ્રિય' એ નામ બોલાય એની સાથે જ બધું યાદ આવે છે. સ્મરણો વેદના આપે છે. “નથી મરવું વધુ સ્મરણ જે ઠર્યા એ રૂઠી દમે હૃદયને રૂંધે અધિક આજ આ અર્પતાં” દુઃખ થવા છતાં સ્મરણોને કવિ સદ્ગત બહેન પ્રિયંવદાને ચરણે ધરે છે. સળંગ પૃથ્વી છંદમાં લખાયેલા લાંબા કાવ્ય “રતન'માં સ્મરણોની દાહકતા કરુણને જન્માવે છે. કાવ્ય જેને અર્પણ થયું છે, તેની હયાતી નથી. હૃદયચરણમાં શીળી છાંયડીનો અનુભવ કરાવતી સુમતિ ને ઈલા, કોઈ ન હોવાથી અગ્નિમાં ઘી ઉમેરાતાં થતા ભડકા જેવી દાહકતા કાવ્યનાયક અનુભવે છે. નાયિકા રતનના શરીરમાં વિષમ મોતના દૂત સમો કીટ-ચોર એના શરીરે વસ્યો' ....ને એ જ્યોતિને અનંતને પ્રદેશ લઈ લીધી. “મા” ચંદ્રવદનનું એક વિશિષ્ટ પ્રકારનું કાવ્ય છે. અહીં બહેનનું સ્થાન “મા” એ લીધું છે. શૈશવસ્મરણ તો અહીં પણ છે. પોતાની કાલી ભાષા, ચાંદાપોળીની રમત વગેરેને તેઓ યાદ કરે છે. પોતાને નગુણા ગણાવી માતૃઋણને શી રીતે વાળી શકાશે, એની ચિંતા વ્યક્ત કરે છે. ગાંધીયુગના અન્ય સર્જકોની જેમ સ્નેહરશ્મિએ પણ સ્વાતંત્ર્યયજ્ઞની ઋચારૂપે કવિતાનું સર્જન કર્યું હતું. (જન્મ 1903 અવસાન 6/1/1991) સ્નેહરશ્મિની બીજી વિશિષ્ટતા તેમનાં સુદીર્ઘ ચિંતનકાવ્યો છે. ૧૯૨૧માં બહાર પાડવા ધારેલો સંગ્રહ “અધ્ય' કવિના મિત્ર કાંતિલાલના આકસ્મિક અવસાનને કારણે છેક ૧૯૩૫માં બહાર પડે છે. અમરપથમાં', “સ્વપ્ન', “અશ્રદ્ધા', “દિલાસા', દર્શન', “કબર', “છબી”, “કોણ', “શાશ્વત', “નીરવ’ અને ‘પ્રયાણઘડી આ અગિયાર કાવ્યો સ્નેહરશ્મિના પરમમિત્ર કાંતિલાલ કાપડિયાના અવસાન આઘાતમાંથી જન્મ્યાં છે. મિત્રમૃત્યુના તીવ્ર આઘાતમાંથી કરુણગર્ભ આક્રોશ જન્મે છે. નિર્દય હૃદયશૂન્ય ઈશ્વર, સામે મળી જાય તો એનું માથું પછાડી પૂછશે તારી સુધા તૃપ્ત થઈ કે ? (`દર્શન') ઉષાના રંગે રંગાયેલી હોડી શણગારી સૂર્ય ઊગતા નીકળવાના કોલને તરછોડી ચાલી ગયેલા મિત્રની કવિ અનિમેષ નયને રાહ જોયા જ કરે છે (‘કોણ?) સદૂગત મિત્રને કવિ “શાશ્વતી પ્રભા' તરીકે ઓળખાવે છે. કવિને સ્વપ્નમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy