________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 177 રાખી શૂન્ય નભમાં ચાલી ગયેલા મિત્રના મૃત્યુએ કવિને અસ્વસ્થ બનાવી દીધા છે. નીરવ' કાવ્યમાં શરૂમાં નિરાશા તથા અશ્રદ્ધા, પણ પછી દિવ્ય શ્રદ્ધાની સિતારી રણકી ઊઠે છે. ને છતાં સદા માટે મૌન બની ગયેલા મિત્રના મૃત્યુએ કવિને હલબલાવી તો નાખ્યા જ છે. તો ભલે જાઓમાં જ્યાં નિશદિન શોકના થર ન ચડે એવા કોઈ પ્રદેશમાં પ્રયાણ કરનાર સ્વજનને સહર્ષ વિદાય આપવામાં આવી છે. અહીં કરુણ સ્વસ્થ રૂપે પ્રગટે છે. જનારને રોકી શકાય તેમ નથી. પરંતુ પાછળ રહેનાર વ્યથિત સ્વજનોની રુધિરઝર આંખને બને તો લૂછવા જણાવે છે. “પળજો સુખેથીમાં પણ મૃત્યુપંથે પ્રયાણ કરનારને સ્વસ્થતાપૂર્વક વિદાય અપાયાની વાત છે. અશ્રુ સારવાથી પણ શું? સ્વજનનાં અશ્રુ, વિનંતિ કશું જ જનારને ડગાવી શકતાં નથી.' | દીકરી સ્વ. ઉમાને અર્પણ થયેલો કાવ્યસંગ્રહ “સોનેરી ચાંદ રૂપેરી સૂરજ' (1967) મૃત્યુજન્ય કરુણભીનાં સ્મરણોની અભિવ્યક્તિ છે. ઝાકળ જેવું જીવી ગયેલી દીકરી ઉમાનાં ભીનાં સ્મરણોની કથા અહીં ગૂંથાઈ છે. એક નિરભ્ર રાત્રિમાં ક્યાંકથી આવી ચડેલી આછેરી વાદળી, એટલે બીજું કોઈ નહિ, કવિપુત્રી “ઉમા': વેલાઓ અને નાનાં સુંદર ફૂલોથી ઢંકાયેલી વાડ જોઈ એવું જ ઢંકાયેલું કાવ્ય સ્વરૂપ અનાવૃત થાય છે. ને કવિને મળી જાય છે. “હાઈકુ', દીકરી ઉમા જતાં એકલા પડી ગયેલા કવિની મનઃસ્થિતિનો નિર્દેશ પવન પડે બિન હલેસે હોડી એકલી તરે'માં જોવા મળે છે. વીસ વર્ષની નાની વયમાં અવસાન પામી વર્ષાના ઝાપટાની જેમ પ્રેમવર્ષા કરી ગયા પછી હવે “ભીનાં સ્મરણો' જ રહ્યાં હોવાનું કવિ કહે છે. અનેફાઈટીસના રોગરૂપે આવેલા ભયાનક વાવાઝોડાએ ઉમાના ચૈતન્યનો દીવડો હોલાઈ ગયો. ને કવિચિત્તે વેદનાની આગ સળગી ઊઠી. મોત સામે ઘણું ઝઝૂમતી દીકરીને કવિએ વ્યથિત હૈયે જોયા કરી છે. બીજું કરી પણ શું શકાય? દીકરીને વિદાય આપવાની હતી, અંતિમ વિદાય. આંખથી આંખ મેળવવાની હામ ન જ હોય. નયનો ઢાળી. ઉદ્વિગ્ન હૈયે તાજું ફૂલ ચૂંટી મૃત્યુદેવને ચરણે સમર્પી દેવું પડયું. ઢળેલે નેણે, " આપી વિદાય ચંટી ! | ફૂલ તાજું તે” 11 ઘુવડનો અવાજ અનિષ્ટની એંધાણી આપે ને અંધકાર મૃત્યુનું પ્રતીક. ઉમાના મૃત્યુએ કવિનો જીવનચંદ્ર પણ થીજાવી દીધો હતો. ઉમાના મૃત્યુબાદ જોરદાર ઝંઝાવાત પછીની શાંતિનો કવિ અનુભવ કરે છે. ઉમાના મૃત્યુ-એ શૂન્યતાની કલાનો કવિને પરિચય કરાવ્યો. એકલા અટૂલા બનેલા કવિની કાયા જાણે વેદનાના પરિતાપમાં કજળ્યા કરે છે. ઊડી ગયું કો | પંખી ક્રૂજતું રવ હજી યે નભે પાર જીવનનો સહેજ અમથો સ્પર્શ થયો, ન થયો ત્યાં તો મૃત્યુ આવી પહોંચે છે. - “અરે, સ્પર્શ તો જરા જેટલો અને લજામણી આ” 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust