________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 460 કવિ શિવ પંડ્યાએ તો ખરેખર ૧૯૭૫માં જ્યારે એમને હૃદયરોગનો હુમલો થયો, ત્યારે પોતાનું મૃત્યુ સાવ નજીકથી જોયું હતું. એટલુંજ નહિ, મૃત્યુને એમણે હંફાવેલું પણ ખરું. મૃત્યુના એ સ્વાનુભવે તો એમને કવિતા આપી. મૃત્યુનો એમને આગોતરો અનુભવ હતો. ને તેથી જ એમાં કંઈક રહસ્યમયતા હોવાનું ચંદ્રકાંત શેઠ માને છે. કવિએ મૃત્યુના આગમનને એકવેળા પ્રમાણેલું, જે અનુભવ સુંદર રીતે એમણે વર્ણવ્યો છે. રાત્રિના પ્રથમ પ્રહરમાં જ આકાશ તરફ મીટ માંડીને માનવસ્વરૂપે વિચરી રહેલી એ એકની એક વફાદારીને (પોતાને) લેવા આવેલા યમદૂતોને પાછા વળવા માટે આકાશને ચીરતી ચીસથી તેઓએ ગજવી મૂક્યું હતું. કવિ મેઘનાદ ભટ્ટ પણ સ્વમૃત્યુકથા કહે છે. સ્મશાન સુધી પોતાને સૂતો સૂતો લઈ જનાર સ્વજનોની અનુકંપાનો તેઓ આભાર માને છે. પોતાની શબવાહિનીની ધુરા પોતેજ ઝાલી હોય એવું તેઓ અનુભવે છે. કલાકોના અગ્નિસ્નાનથી રૂંધાયા વિના અલુણ એમનો મૃતદેહ ક્ષુબ્ધ થયા વિના ઘેર (નિજધામ) પાછો ફરે છે. જીવતરનાં વર્ષોની દુર્ગંધ વ્યાપી જઈ, ડાઘુઓના નાકમાં એ ફેલાઈ જાય તે પહેલાં પોતાના શબને પુષ્પોથી ઢાંકી દેવા સ્વજનોને તેઓ વિનંતિ કરે છે. “મિત્રોને' કાવ્યમાં પણ મેઘનાદ ભટ્ટ સ્વમૃત્યુ કલ્પના રજૂ કરે છે. પોતાની કબર પર દીવો મૂકનાર મિત્રોનો શોક દાદ માગી લે એવો હતો કહી શિષ્ટાચાર પ્રત્યે કરૂણકટાક્ષ તેઓ કરે છે. પોતે જીવતા હતા, ત્યારેય, એમના મિત્રો તો મેઘનાદ ભટ્ટની શોકાંતિકા લખવામાં મશગૂલ હતા. ફૂલની નૌકા લઈને આવેલા મનોહર ત્રિવેદી “દીવો લાવમાં સ્વમૃત્યુકલ્પના વ્યક્ત કરે છે. છેલ્લો શ્વાસ ઠરતો હોવાની વાત અંતિમ સ્થિતિનું સૂચન કરે છે. પોતાને જ પોતાની અંતિમ પળોએ દીવો લાવવાની વાત દ્વારા પોતાના મૃત્યુનો પોતે સત્કાર કરવાની ખુમારી રજૂ કરે છે. કવિ રાધેશ્યામ શર્મા એકાએક પોતાનો સૂર્ય સ્થિર થયો અનુભવે છે. (“આંસુ અને ચાંદરણું') ઘડિયાળ અને સમય ઘડિયાળના ડંકા મૃત્યુનો સંદર્ભ રચી આપે છે. સૂના ખેતરમાં દૂર ટીકી રહેલાં કાળાં દસ પંખી મૃત્યુદૂતનાં જ પ્રતીક. કવિ વિનોદ જોશી ‘મરતાં મરતાં આટલુંમાં (‘પરંતુ) ત્રીજા પુરુષ એકવચનમાં, તટસ્થભાવે સ્વમૃત્યુકલ્પના કરે છે. દૂધમલ કાચો કુમળો વિનિયો ભડકાબોળ પોતાના વાવડ મોકલે છે. પોતાના ખોળિયે અગ્નિના અણસાર પમાય છે. લહેરખી સખી પ્રિયાને એ પોતાના મૃત્યુ સમયે યાદ કરી લે છે. પ્રિયતમાને વિનિયો, વિનિયા ઝંખવાની એ ના પાડે છે. કારણ હવે એનો કોઈ અર્થ નથી. કવિ મહેન્દ્ર જોશી “મૃત્યુ' નામના કાવ્યમાં ‘તંદ્રા') નજાકતભરી શૈલીમાં સ્વમૃત્યુની વાત કરે છે. પોતાનું રૂપ, આકાર, બધું વિખેરી તેઓ “ધુમ્રવલયના' અદેશ્ય વેશે ઊડી ચાલ્યાનો જાણે અનુભવ કરે છે. જીવનનો અસંતોષ નથી. ભરપૂર પ્રેમ મળ્યો છે. મરણ જીવનજલમાં ગમે ત્યારે ખાબકે એ વાતથી તેઓ સજાગ છે. મરણ ખાબક્યું છે. સપાટી પરથી અને છેક ઊંડે પડ્યો છે દિલાસો” 41 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust