________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0459 આપણે નિશ્ચિત કલાકે જ પહોંચીએ છીએ - યમરાજને દ્વાર” જ ખૂબ સામાન્ય વાત છે આ તો, કાવ્યત્વની કોઈ ચમત્કૃતિ અહીં નથી. - કવિ શશિશિવમ (ચંદ્રશંકર ભટ્ટ) જોતજોતામાં 60 શ્રાવણ પસાર થઈ જતાં ('60 મા શ્રાવણે) (“શ્વાસનો શ્વાસ') પોતાનાં જ અનેક મૃત્યસ્વરૂપોને જુએ છે. પ્રત્યેક શ્રાવણે પોતાના જ મૃત્યુમાં સ્નાન કર્યાની તેઓ વાત કરે છે. કવિ ભગવતીકુમાર શર્મા પણ પોતાની શોકસભાની વાત કરે છે. (“બે કદાચની વચ્ચે મારી શોકસભા) જેમાં સમાજની વાસ્તવિકતા, તથા કર્ણકટાક્ષ જોવા મળે છે. બે મિનિટનું મૌન સવા મિનિટમાં પૂરું થાય છે. શોકસભા કેવળ શિષ્ટાચાર બની જાય છે. ઘણા અઘતન કવિઓએ સ્વમૃત્યુની કલ્પના કરી છે. સુધીર દેસાઈ પણ પોતાને સ્મશાને લઈ જતા મિત્રોની કલ્પના (‘ગલીને નાકે') કરે છે. જિંદગીના પતંગિયાને ઉછેરતા કાવ્યનાયક મિત્રોની ખાંધે ચાલી જતી પોતાની નનામી જોવાની તટસ્થતા તથા સ્વસ્થતા ધારણ કરી શકે છે. કવિ નીતિન મહેતાએ પોતે મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યાના સમાચારની (“વંચના'), “ને બીજે દિવસે ખરેખર દરવાજા બહાર મરેલી હાલતમાં મળ્યાની અનુભૂતિ કરતા હોય એવી કલ્પના કરી છે. કવિ મફત ઓઝાના “અશુભ' કાવ્યસંગ્રહમાં સતત સ્વમૃત્યુકલ્પના કરાઈ છે. પોતાના મૃત્યુના સંદેશાઓ, કાળોતરી વગેરે પોતેજ મોકલી આપ્યાની વાત તેઓ કરે છે. જે સ્વમૃત્યુના સ્વસ્થ ચિત્તે થતા સ્વીકારનું સૂચક છે. સ્વમૃત્યુ સમયની સ્થિતિની સરસ કલ્પના કરતાં તેઓ કહે છે. એમના મૃત્યુ સમયે એમની હથેળીમાં સમુદ્રની લહેરો (ચૈતન્ય ?) થીજી ગઈ હતી. પગની પાનીમાં ભમરાનો ગુંજારવ પોઢી ગયાનું ચિંતન્ય વિલાવાનું) પણ તેઓ કહે છે. પોતાના મૃત્યુ સમયે બેસણામાં સૌને પોતપોતાના પડછાયા સાથે લઈ આવવા કહે છે. (બેસણું') સમયના ખંડ તો આપણે પાડ્યા છે ને? તેથી “સાલા' કાવ્યમાં શ્વાસ અને ઉચ્છવાસ' વચ્ચે ને પળે “મફત ઓઝાનું અવસાન થયાનું' કવિ તટસ્થભાવે કહે છે. ખૂબ તટસ્થભાવે મફત ઓઝા સ્વ-મૃત્યુની કલ્પના કરે છે. છેલ્લો શ્વાસ લીધો ત્યારે પોતે ત્યાં હાજર હોવાની વાત પણ પરોક્ષ રીતે સાક્ષીભાવનું સૂચન કરે છે. પોતાનું મૃત્યુ જોતાં, એમની નસોમાં દોડતા અશ્વ (ચૈતન્યના) થંભી ગયા હતા. એમની ફાટી ગયેલી આંખમાં રણ વિસ્તર્યું હતું. ચાર જણા ઊંચકી એમને સ્મશાને લઈ ગયા હતા, ને પોતે જ પોતાના અગ્નિસંસ્કાર કર્યા હતા. પોતાના મૃત્યુની કલ્પના તેઓ હળવા ફૂલ બનીને કરે. છે. પોતાની નનામી નીકળી ત્યારે ઘરને ચરણ ફૂટયાની, ને આંગણામાં આંસુનો દરિયો છલકાયાની વાત કરુણકટાક્ષ બની રહે છે. વેદનાનું વાંસવન ઊગી નીકળ્યું હતું. મફત ઓઝા પોતાના મૃત્યુ અંગેનું મરસિયુંય રચી નાખે છે. નનામી પરથી ઊભા થઈ પોતાની ચેહ પોતે જ ગોઠવ્યાની વાત “લીલા” કાવ્યમાં કરી છે. પોતાને મૃતાવસ્થામાં જોઈ, પોતાનો પડછાયો ભડકે છે. સ્વદર્શન કરતાં શિષ્ટાચારી વ્યક્તિત્વનો અંચળો દૂર થઈ જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust