________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 384 ઓળખાવ્યું છે. મૃત્યુ દસ ડગલાં દૂર, રોજ ટુકડો ખાવા ટેવાયેલા શ્વાનની જેમ બારણા પાછળ બેઠું તરાપ મારશે, એવી ભીતિ સતત રહે છે. મૃત્યુના માનવ પરના વર્ચસ્વની વાત કરતાં કવયિત્રી, યમને કદાચ કોઈ નિયમો જ નથી. (‘યમને', એમ કહે છે. કવયિત્રી ચન્દ્ર જાડેજા મૃત્યુને “અણઘડ' કહે છે. ને તેથી જ એની નિંદા પણ શું કરવી? માતૃવાત્સલ્ય શું કહેવાય, એની અણઘડ મૃત્યુને શી ખબર હોય ? અરધું મુખ છુપાવી ઊભેલા મૃત્યુનું કવયિત્રીને ન તો કશું કામ હતું, ન પરવા. એકીટશે એમના બારણા સામે જોઈ રહેલા મૃત્યુનેય કદાચ પોતાની ભૂલનો પસ્તાવો થયો હશે. ને તેથીજ એનું મુખ મુરઝાયેલું દેખાય છે. (“આંસુઓમાં તરવું છે') તો ક્યાંક આવા ગરીબડા મૃત્યુને “મગરૂર' કહીને પણ તેઓ નવાજે છે. ક્યાંક વળી તેઓ મૃત્યુને “અનુદાર' પણ કહે છે. (“રાજહંસી') જિંદગી મોતની મજાકથી ભરેલી હોવા છતાં મકરંદ દવેને એ ગમે છે. કારણ મોત એમને મન “મીઠી મુસ્કાન” છે. મૃત્યુ પથારીને તેઓ “અમિયલ સેણ' કહે છે. જ્ઞાનની જાગૃતિ મોતને પણ મિટાવી શકે એવી એમની શ્રદ્ધા છે. (‘અમલ પિયાસી) “અમૃત ભીનાં સ્વજનોમાં સ્વજન મૃત્યુની વાત એ રીતે કહેવાઈ છે. જાણે એ પ્રસંગ અત્યારે જ બન્યો હોય. મરનારનો શ્વાસ ધીરે ધીરે ઠંડો પડી શમી જાય છે. હેતાળ હૃદયના ધબકાર શમી જઈ ક્યારે ઠંડો પડી જાય છે, એની ખબર પણ પડતી નથી. કવિ મકરંદ દવેને મન મૃત્યુ' કાળરૂપી પરમસિંધુની અંતિમ ભેટ છે. (‘સદ્ગત મિત્રોને') “મૃત્યુ એટલે મહામિલન’ તો બીજી બાજુ “મરણની કાળી પળો'ના વાસ્તવનેય તેઓ નથી ભૂલતા. “મિલાપ બસ અંતનો? અકળ શાંતિ શું અસ્તની સદા જીવનને ગળે, મરણની શું કાળી પળો ?" * જગદીશ જોશીએ હોસ્પિટલના વાતાવરણમાં જોયેલું મૃત્યુ આ રીતે સાકાર થયું છે. “પણ મૃત્યુના માંજાર - પગલા જેવાં જ રબરસોલ પહેરેલી, ધોળી દીવાદાંડીઓ એક ઝબકારે દોડાદોડ કરી મૂકે છે. અને મૃત્યુ કોઈક ઝીણી તિરાડોમાંથી ભાગી જાય છે ક્યારેક ખાલી હાથે તો ક્યારેક દાઢમાં કશુંક સંતાડીને 47 સુરેશ દલાલ કહે છે “મૃત્યુની વચ્ચોવચ્ચ જીવનનો મહિમા પ્રગટ કરતાં દશ્યો એની નજરમાંથી છટક્યાં નથી.”... પ્રિયજન કાવ્યનાયકને “આવજો' તો કહે છે, પણ આંખમાંથી આંસુ ટપક્યા વિના નથી રહેતાં. “આ ભવ કદી બે પાંપણો સાથે નહીં મળે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust